________________ (આહારદાન, ભોજનદાન) સાધુને ચારિત્રાચારના પાલનમાં તથા કર્મનિર્જરામાં કારણભૂત એવા આહારનું દાન શાસ્ત્રમાં ખૂબ વખણાયું છે. પરમાત્મા મહાવીરદેવે પ્રથમ નયસારના ભવમાં સાધુને આહારનું દાન કરીને બદલામાં સમક્તિની પ્રાપ્તિ કરી હતી. તેમજ આર્યા સુલસાએ ચઢતા પરિણામે આહારનું દાન કરીને તીર્થકરકર્મનું ભાથુ બાંધ્યું હતું. તો દરરોજ દેવલોકમાંથી નવ્વાણું પેટીઓ જેના ઘરમાં ઉતરતી હતી તે શાલિભદ્રની સમૃદ્ધિ પણ માસક્ષમણના તપસ્વી સાધુને આપેલ ભિક્ષાને જ આભારી હતી. असणाइणिमंतण - अशनादिनिमन्त्रण (न.) (આહારાદિનું નિમંત્રણ આપવું તે, મળેલ ભિક્ષા વાપરવા માટે ગુરુ આદિને આમંત્રણ આપવું તે) સાધુને શ્વાસોશ્વાસ લેવા, પચ્ચખ્ખાણ કયું કરવું વગેરે ગુરુને પૂછીને જ કરવાનો શાસ્ત્રાદેશ છે. આથી સાધુને મળેલ આહાર, ઉપધિ, ઔષધિ, ઉપકરણાદિ ઉપર પણ ગુરુનો હક અબાધિત છે. શાસ્ત્રમાં કહેલ છે કે મળેલ આહારાદિ માટે સાધુએ પ્રથમ ગુરુને આમંત્રણ આપવું જોઇએ. ગુરુને વંદન પૂર્વક કહેવું જોઇએ કે હે ગુરુદેવ! આપની કૃપાએ મને ભિક્ષા પ્રાપ્ત થઇ છે. આથી આપના શરીરને અનુકૂળ હોય તેવી ભિક્ષા આપ ગ્રહણ કરો. તથા શાસ્ત્રમાં શ્રાવકે સવારે વંદન કરીને પોતાના પર અનુગ્રહાર્થે સ્વગૃહે ભિક્ષાદિ લેવા માટે સાધુને આમંત્રણ આપવાનો આચાર ફરમાવેલો છે. ગળ - માનિ (). (1, વજ, ઇંદ્રનું આયુધ 2. આકાશમાંથી ખરતો અગ્નિનો કણ 3, વિશેષ) મહારાણા પ્રતાપની ઓળખાણ અપાવતું હથિયાર છે ભાલો. ઓરંગઝેબને પરસેવે રેબઝેબ કરનાર શિવાજી મહારાજનું હથિયાર હતી માં ભવાનીની તલવાર. તથા દેવલોકનું આધિપત્ય ભોગવનારા ઇંદ્રનું હથિયાર વજ લોકમાં પ્રસિદ્ધ છે. આ બધા હથિયારો સ્વની રક્ષા તથા પરનો વિનાશ કરનારા કહેલા છે. જયારે ચૌદરાજલોકમાં શાંતિનો સંદેશો આપનારા પરમાત્મા મહાવીરના ક્ષમા, દયા, ઉપશમ વગેરે હથિયારો સ્વ અને પર બન્નેનું કલ્યાણ કરનારા કહેલા છે. असणिमेह -- अशनिमेघ (पु.) (કરાનો વરસાદ) સ - મકાન (સ્ત્રી) (બલેંદ્રના લોકપાલ સોમની ચોથી પટ્ટરાણી) મા (ન) - જિન (g.) (અસંજ્ઞી જીવ, મનની સંજ્ઞારહિત જીવ) પૂર્વકાળનું જ્ઞાન, ભવિષ્યકાળનો બોધ, સ્મરણાદિ સંજ્ઞા જેને હોય તેવા જીવો સંજ્ઞી છે. પરંતુ જે જીવો સ્મરણાદિરૂપ મનોજ્ઞાનથી વિકલ છે. તેવા જીવો શાસ્ત્રમાં અસંજ્ઞી તરીકે નિર્દિષ્ટ કરાયા છે. એકેંદ્રિયથી લઇને યાવતુ પંચેંદ્રિય સુધીના જીવો અસંજ્ઞી સંભવી શકે છે. असण्णिआउय - असंश्यायुष् (न.) (અસંજ્ઞી જીવે બાંધેલ પરભવનું આયુષ્ય) founકૂચ - સંમૂિત (ઈ.) (મિથ્યાષ્ટિ જીવ) શાસ્ત્રમાં મિથ્યાષ્ટિજીવોનો અસંજ્ઞી તરીકે ઉલ્લેખ કરાયો છે. કેમકે તે જીવો મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારમાં ડૂબેલા હોઇ સત્યાસત્યના જ્ઞાનથી ભ્રમિત હોય છે. તેઓ સત્યને અસત્યરૂપે અને અસત્યને સત્યના સ્વરૂપે જોનારા હોય છે. આવા જીવો પોતાનું હિત કે અહિત શેમાં છે તેનાથી અજાણ હોય છે. માટે તેવા જીવો તાત્ત્વિક રીતે તો અસંજ્ઞી જ છે. 148 -