________________ असच्चमोसमणजोय - असत्यामृषमनोयोग (पुं.) (મનોયોગનો એક ભેદ, સત્ય નહિ તેમ અસત્ય પણ નહિ એવો મનનો વ્યાપાર) આ આંબાનું ઉદ્યાન છે તેવો વિચાર કે વાણી તે અસત્યાગૃષયોગ છે. કેમકે જે ઉદ્યાનને આંબાનું કહ્યું તેમાં આંબા સિવાયના વૃક્ષો પણ વિદ્યમાન હોવાથી તે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. આવા પ્રકારના વિચારને અસત્યાગૃષમનોયોગ કહેવાય છે. પ્રસન્નટ્ટ - સત્યવિ (ઈ.) (અસત્યભાષણમાં રુચિ હોવી તે) તમને એવા કેટલાય લોકો જોવા મળશે જેમને જુઠું બોલવામાં ખૂબ મજા આવતી હોય. તેઓના મોઢેથી કોઇ દિવસ સાચું સાંભળવા જ નહિ મળે. કોઇ અજાણ્યો માણસ રસ્તો પૂછશે તો તેને ખોટા રસ્તે ચઢાવી દેશે. પોતાની પાસે એક રૂપિયો ન હોવા છતાં બીજા પાસે કરોડો રૂપિયાની વાતો કરતો હશે. તેઓને સાચું બોલવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે જઠું બોલવું તેમના માટે રમતવાત હોય છે. શાસ્ત્રમાં આવાને અસત્યરુચિ કહેલા છે. असच्चवइजोग - असत्यवाग्योग (पुं.) (અસત્ય વચનયોગ, વચનયોગનો એક ભેદ) असच्चसंधत्तण - असत्यसंधत्व (न.) (અસત્યનું ૨૬મું નામ, અસત્ય સંકેતો. असच्चामोसा - असत्यामृषा (स्त्री.) (જે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી તે, વ્યવહાર ભાષા) જે ભાષામાં સત્ય અને અસત્ય બન્ને મિશ્રિત હોય તે ભાષાને અસત્યામૃષા ભાષા કહેવાય છે. દશવૈકાલિકસૂત્રમાં આવી અસત્યામૃષા ભાષા બાર પ્રકારની કહેલી છે. 1. આમંત્રણી 2. આજ્ઞાપની 3. યાચની 4. પૃચ્છની 5. પ્રજ્ઞાપની 6. પ્રત્યાખ્યાની 7. ઇચ્છાનુલોમા 8. અનભિગૃહીતા 9, અભિગૃહીતા 10. સંશયકરણી 11. વ્યાકૃતા તથા 12. અવ્યાકૃતા. આ બારેય પ્રકારની ભાષાનું વિવરણ દશવૈકાલિકની ટીકામાં વિશદ રીતે કરવામાં આવેલ છે. असच्चोवाहिसच्च - असत्योपाधिसत्य (न.) (શબ્દ અને અર્થ સહિતપણે અસત્યની ઉપાધિવાળું અસત્ય, વિશેષસહિત સામાન્ય) असज्जं - असज्जत् (त्रि.) (સંગ નહિ કરતો) પાણીનો સંગ જો દૂધ સાથે થાય તો તે આહારને યોગ્ય બને છે. અને જો તે જ પાણી કાદવ સાથે ભળે તો અસ્પૃશ્ય બને છે. પાણી એનું એ જ છે ફરક છે તો માત્ર સંગનો. તમારો સંગાથ, પરિચય કોની સાથે છે તે મહત્ત્વનું છે. જેનો સંગ વ્યક્તિને નિંદનીય અને ત્યાજય બનાવે તેવો સંગ સારા જીવનની અપેક્ષાવાળા તથા સમજદાર પુરુષો કદાપિ કરતાં નથી. જેઓ દુર્જનો સાથે સંગતિ નથી કરતાં તેઓ ક્યારેય પણ દુખી થતાં નથી. असज्जमाण - असज्जत् (त्रि.) (સંગ નહિ કરતો). જેઓ દુર્જનોની સંગતિ નથી કરતાં. જેઓ કામભોગોમાં ક્યારેય આસક્ત નથી થતાં તથા જેઓ સાંસારિક ભાવોમાં વહી નથી જતાં. તેવા મનુષ્યો મનુજ ભવમાં હોવા છતાં દેવ સમાન જ છે. તેમનું જીવન દેવકક્ષાથી જરાય ઉતરતું નથી. મક્સ - માધ્ધ (f) (અસાધ્ય, અશક્ય) જેમનો સ્વભાવ ચીડીયો, કંજૂસ, કૂર, ઝઘડાખોર, વાત વાતમાં વાંકુ પાડવાનો થઇ ગયો હોય. જે સ્વભાવને સુધારવો લગભગ 146