________________ - - મુસાફરી કરતા. એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે તેઓને દસ દિવસ, પંદર દિવસ લાગી જતાં. ઘણી વખત તો સમુદ્રમાં વિપ્ન આવે તો મહિનાઓ પણ લાગી જતાં હતાં. આવા સમયે પણ જૈનશ્રાવકો જિનદર્શન વિના ન રહેવાય તે હેતુએ સિદ્ધચક્ર ભગવંતનો ગઠ્ઠો સદૈવ સાથે રાખતાં અને દરરોજ પ્રાતઃકાળે તેનું સ્નાત્ર અને પૂજન કરતાં હતાં. મધર - અશ્વિમ (ઉ.) (અખંડ, સંધિરહિત) કેવલજ્ઞાન નિર્વિકલ્પ અર્થાત અભેદ તથા અપ્રતિપાતિ હોવાથી અખંડ જ્યોતસમાન કહેલ છે. જ્યારે શેષ ચાર જ્ઞાન સવિકલ્પ અર્થાતુ ભેદયુક્ત અને પ્રતિપાતિ અર્થાતુ આવીને પાછા ચાલ્યા જનારા કહેલા છે. असंपउत्त - असंप्रयुक्त (त्रि.) (નહિ જોડાયેલ, સાથે ન હોય તે). અભવ્યનો આત્મા ઊચ્ચકોટિના ચારિત્રનું પાલન કરવા છતાં મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી, કેમકે તેની આરાધના, સાધના, ધ્યાનાદિ માત્ર દેખાડાનું જ હોય છે. હૃદયથી તે ધર્મ સાથે જોડાયેલ હોતો નથી. જેમ આંગળી પર રહેલ નખ આંગળી સાથે હોવા છતાંય તેનાથી વેગળા હોય છે. તેમ ધર્મનું પાલન કરવા છતાં પણ તેનું હૃદય ધાર્મિક હોતું નથી. મોજ -- સંપ્રયોગ (6) (વિયોગ, સંયોગનો અભાવ) સંપરહિયu () - સંકદિતાત્મ(.) (અહંકારરહિત, મદરહિત, નિરભિમાની) સાચો જ્ઞાની તે નથી જેણે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પ્રકાંડતા પ્રાપ્ત કરી હોય. સાચો જ્ઞાની તો તે છે જે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વિનમ્રતા, નિરભિમાનતાદિ ગુણોથી યુક્ત હોય. કેરીઓથી ઝૂલતો આંબો કદી ઊંચો નથી થતો. તે તો હંમેશાં ઝૂકીને આવતાં જતાં રાહગીરોને આનંદ આપનારો હોય છે. असंपगहियया - असंप्रगृहीता (स्त्री.) (આચાર્ય સંપદાનો એક ભેદ, અભિમાનરહિત, મદરહિત) વ્યવહારસૂત્રમાં લખ્યું છે કે “હું આચાર્ય છું. હું બહુશ્રુત છું. હું તપસ્વી છું. હું જાતિવાનું છું વગેરે અહંકારથી જે ફૂલાતો નથી. જે ઉત્સાહીત થતો નથી તે અસંપ્રગૃહીત છે.’ તેને આચાર્ય ભગવંતની ગુણસંપદામાંનો એક ગુણ ગણવામાં આવેલ છે. મiાદ - સંઘપ્રદ () (1, અભિમાનનો અભાવ 2. વાચના સંપદાનો એક ભેદ) સંપત્ત - મia (ર.) (1. અસંલગ્ન, નહિ લાગેલ 2. પ્રાપ્ત નહિ થયેલ). રાગ જીવને બેશુદ્ધ બનાવે છે. વૈરાગ્ય જીવને વિશુદ્ધ બનાવે છે. રાગ જીવને જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેના પ્રત્યે પણ રાગી કરે છે. વૈરાગ્ય જે વસ્તુ પ્રાપ્ત થઇ છે તેના પ્રત્યે પણ જીવમાં ત્યાગભાવના ઉજાગર કરે છે. રાગ જીવને સંસારના વમળમાં જકડી રાખે છે. વૈરાગ્ય જીવને સિદ્ધિના સોપાન સર કરાવે છે. વિચારવાનું તમારે છે. તમારે રાગના તાંડવમાં તણાવું છે કે પછી વૈરાગ્યના મધુર રાગ આલાપવા છે. સંપત્તિ - અસંત્ત (a.) (પ્રાયશ્ચિત્તના ભારને વહન કરવામાં અસમર્થતા) નિશીથચર્ણિમાં કહેલું છે કે “ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા માટે બે પ્રકારના જીવ આવે છે. 1. સમર્થ અને 2. અસમર્થ, બન્ને જીવોએ એક સરખા દોષનું સેવન કર્યું હોય. તેમજ શાસ્ત્રમાં તેના માટે જે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું હોય તેનું પાલન - - - - 1400