________________ મહંતજ્ઞ - સન્નતિ (f) (પુત્રાદિ સંતતિનો અભાવ, શિષ્યપ્રશિષ્યાદિ પરંપરાની અનુત્પત્તિ) ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. તે ઇતિહાસમાં આશ્ચર્યરૂપે વણાઇ ગઇ. પરમાત્માની દેશનામાં મનુષ્યો નહોતા એવું નહોતું. દેવ, દેવી, તિર્યંચ, મનુષ્યો એમ બારેય પર્ષદા તો હતી. પરંતુ શાસન સ્થાપવા માટે જોઈતા ગણધરયોગ્ય એવો કોઇ આત્મા જ નહોતો. કોઇના ચિત્તમાં ચારિત્રના પરિણામ જાગે તેવા જીવનો અભાવ હતો. સંતતિનો અભાવ હોવાથી પરમાત્માએ માત્ર એક ક્ષણ દેશના આપીને તેની સમાપ્તિ કરી દીધી. સંતા - (1). (1. અસત્ય, ખોટું 2. અસુંદર) સ્કૂલની અંદર એક સુંદર પ્રાર્થના ગવડાવામાં આવે છે. “ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યમાંહેથી પ્રભુ પરમસત્યે તું લઈ જા' આ પ્રાર્થના આપણે સૌ જાણીએ છીએ અને માનીએ પણ છીએ કે, આપણું અસ્તિત્વ અત્યારે અસત્ય, હિંસા, ચોરી, માયા, ક્રોધાદિ અંધકારથી ઘેરાયેલું છે. તે અંધકારમાંથી બહાર કાઢવાનું સામર્થ્ય જો કોઇ ધરાવતો હોય તો તે ઇશ્વર જ છે. પરમાત્માનું શરણું જ આપણા અસ્તિત્વને ટકાવી શકે છે. અને આ જ સનાતન સત્ય છે. સ્વીકારવું ન સ્વીકારવું તે પોતાના પર નિર્ભર કરે છે. *મત# (કિ.) (અશાંત, ક્રોધાદિ કષાયોને જેણે ઉપશમાવેલ નથી તે) સંતા - સત્તત (2) (રાગાદિની પ્રવૃત્તિ) નિશ્ચયનયની દૃષ્ટિએ તો પ્રશસ્ત રાગાદિ જનક પ્રવૃત્તિઓનો પણ નિષેધ ફરમાવેલો છે. રાગ અપ્રશસ્ત હોય કે પ્રશસ્ત હોય એકાંતે રાગાદિ મોક્ષમાર્ગમાં બાધક હોવાથી તે પણ ત્યાજય જ છે. આથી જ તો કેવલજ્ઞાનની સંપૂર્ણ યોગ્યતા હોવા છતાં પણ વી...ભુના પ્રશસ્ત રાગના કારણે ગૌતમસ્વામીને સર્વજ્ઞતા પ્રગટ થતી નહોતી. અસંતાવેત -- અક્ષત (ઈ.) (નિર્વસ્ત્ર તીર્થંકર, વસ્ત્રાવસ્થારહિત તીર્થંકર). દીક્ષા કલ્યાણકના સમયે તીર્થકર ભગવંતો સાંસારિક સંબંધો, સંપત્તિઓ, આભૂષણોનો તો ત્યાગ કરે જ છે. સાથે સાથે તેમના શરીર પર રહેલ વસ્ત્રોનો પણ સર્વથા ત્યાગ કરે છે. અરિહંત પરમાત્મા જ્યારે વસ્ત્રોનો ત્યાગ કરે છે તે સમયે ઇન્દ્રો તેમના શરીર પર સ્વકર્તવ્યરૂપ દેવદૂષ્યને સ્થાપે છે. આ દેવદૂષ્ય તીર્થકર ભગવંતોના શરીર પર યાવજીવ સુધી રહેતું હોય છે. કિંતુ પરમાત્મા મહાવીરદેવના શરીર પર આ દેવદૂષ્ય માત્ર છ માસ રહ્યું. બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યા બાદ તેઓ મોક્ષમાં ગયા ત્યાંસુધી નિર્વસ્ત્ર રહ્યા હતાં. અખંતિ - સત્તિ (ઋ.) (અશાંતિ, દુખ) મહાત્મા વિનોબા ભાવેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જૈનધર્મ એ મારો સૌથી પ્રિય ધર્મ છે. તેમાં જણાવેલ નિયમો, આચારો અત્યંત સટીક છે. મને વિશ્વાસ છે કે અશાંતિપૂર્ણ આ વિશ્વમાં જ્યારે પણ શાંતિ સ્થપાશે ત્યારે જૈન ધર્મના માર્ગે જ સ્થપાશે. જૈનધર્મનું જ તેમાં મહત્ત્વનું યોગદાન હશે. એક જૈનેતર સંતના મુખે જિનધર્મ માટેનો આવો અહોભાવ જોઇને હૃદય ગદગદિત થઈ જવું જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે જન્મથી જ આવા સર્વોત્કૃષ્ટ ધર્મની આપણને પ્રાપ્તિ થઇ છે. કોહીનુર હીરાને મેળવીને જે આનંદ થાય તેનાથી કઈ ઘણો આનંદ જિન ધર્મને પામીને એક ધર્મીને થતી હોય છે. રંથs - અસંત () (અશક્ત, અસમર્થ, સામર્થ્યહીન) 138 -