________________ મસંનળ - મન (જ.) (નિઃસંગતા, અનાસક્તિ) આકાશમાં પ્રાતઃકાલે સૂર્યના કિરણો પોતાના સુવર્ણ રંગને પાથરે છે. સંધ્યાકાળે લાલિમાં પાથરે છે. મેઘધનુષ સવર્ણ રચે છે. તથા અંધકાર ગાઢ શ્યામવર્ણથી આકાશને બેરંગ કરી નાંખે છે. છતાં પણ ગગન તો આ બધાથી અલિપ્ત અને નિરંજન હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિની નજીકની અવસ્થાએ પહોંચેલા આત્માની સ્થિતિ પણ કાંઇક આવી જ હોય છે. જગતના કોઈ ભાવો તેમના પરિણામને બગાડી શકતાં નથી. રાગદ્વેષમાં લેપાતાં નથી. તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ તેમના અનાસક્તભાવની સાક્ષી પૂરે છે. સંસારના ભાવોથી અલિપ્ત એવા મહાપુરુષોને વરમાળા પહેરાવવા મોક્ષલક્ષ્મી સદૈવ તત્પર રહેતી હોય છે. મસંગમ - અસંયમ () (1. સંયમનો અભાવ, સાવદ્યાનુષ્ઠાન 2. પાપકાર્યથી અનિવૃત્તિ, સંયમ વિરાધના 3. અજ્ઞાન, બાળભાવ) આચારાંગસૂત્રમાં કહેવું છે કે “વિરાધનાના સ્વભાવવાળી જે પણ પ્રવૃત્તિ હોય તે અસંયમ છે.” સત્તર પ્રકારના અસંયમમાં મન, વચન અને કાયાના અસંયમનો સમાવેશ થાય છે. વચન અને કાયામાં અસંયમ તો પછી આવે છે. તેની પહેલા અસંયમનો ઉદ્દભવ મનમાં થતો હોય છે. આથી જરૂરી બને છે મનને અસંયમમાં જતું રોકવું. જેના ચિત્તે અસંયમ પર વિજય મેળવ્યો છે તેના વચન અને વર્તન બન્ને સંયમિત જ હશે. તે હમેશાં સદનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરનાર હોય છે. असंजमकर - असंयमकर (त्रि.) (અસંયમી, સાવધ પ્રવૃત્તિ કરનાર) આધાકર્મી આદિ સદોષ ગોચરી વહોરનાર તેમજ ચારિત્રઘાતક અન્ય દોષોને સેવનાર શ્રમણ જેટલા દોષી છે. તેટલા જ તેમને અસંયમમાં સાથ આપનાર ગૃહસ્થ પણ દોષી છે. શ્રાવકને સાધુના માતા-પિતા કહ્યા છે. અને કોઈ માતા-પિતા પોતાના પુત્રનું અહિત ક્યારેય પણ ન ઇચ્છે. જે પ્રવૃત્તિથી સાધુજીવનનું અધઃપતન થાય તેવા કાર્યમાં ગૃહસ્થ ક્યારેય ભાગીદાર બનતા નથી. સાધુ નિમિતે સાવદ્ય પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થ સ્વયં તો ડૂબે છે. સાથે સાથે એક ચારિત્રી આત્માને પણ ડૂબાડે છે. असंजमट्ठाण - असंयमस्थान (न.) (અસમાધિ સ્થાન) જેનાથી આત્માની અધોગતિ થાય તેવા નિમિત્તોને શાસ્ત્રમાં અસમાધિ સ્થાન કહેલા છે. વ્યવહારસૂત્રમાં કહેલું છે કે આવા અસમાધિ સ્થાનો દેશ, કાળ, પુરુષભેદે અનેક પ્રકારના હોય છે. આથી નિશ્ચિત ભેદોનું કથન કરવું અશક્ય છે. જીવે સ્વયં વિવેકબુદ્ધિએ નિર્ણય કરવાનો રહે છે કે આ નિમિત્ત મારી ઉન્નતિ કરનાર છે કે અધોગતિ કરનાર છે. જો તે અસમાધિજનક હોય તો જાણી લેવું કે તે અસંયમસ્થાન છે. મુમુક્ષુ આત્માઓએ આવા અસંયમસ્થાનોથી સદૈવ દૂર રહેવું જોઇએ. असंजमपंक- असंयमपङ्क (पुं.) (જીવ વિરાધનારૂપ કાદવ) સંજય - મહંત (ઉ.) (1. અસંયમી, મિથ્યાષ્ટિ 2. અવિરત સમ્યગ્દષ્ટિ 3. ગૃહસ્થ 4, સંયમવિરાધક, પાર્શ્વસ્થાદિ સાધુ) સારી ભિક્ષાની પ્રાપ્તિ અર્થે, સુંદર ઉપકરણો તથા વસ્ત્રોની લાલસાએ પ્રવ્રજિત હોવા છતાંય ગૃહસ્થોનું કાર્ય કરનાર સાધુ અસંયત છે. એક ગૃહસ્થનો સંદેશો બીજા ગૃહસ્થને પહોંચાડ્યો તે સાધુધર્મ માટે અનુચિત છે. તેનાથી અસંયમનું પોષણ અને સંયમનું શોષણ થાય છે. સાધુ તે રાજા છે અને રાજા ક્યારેય દાસના કાર્ય કરતો નથી. असंजयपूया - असंयतपूजा (स्त्री.) (મિથ્યાદષ્ટિ બ્રાહ્મણાદિની પૂજા, અસંયમીનો સકારાદિ કરવો) અસંયતી પૂજા દશ આશ્ચયમાંનું એક આશ્ચર્ય છે. જિનમતથી અન્યમતને અનુસરનાર એવા મિથ્યાદષ્ટિ જીવોને અસંયતી કહેલા છે. તેવા અસંયમી આત્માઓની સેવા, પૂજા, પ્રશંસા કરવી તે અસંયત પૂજા છે. આ અવસર્પિણી કાળના નવમા અને દશમાં 136 -