________________ વ્યTS - માત (વિ.) (અસ્પષ્ટ, અવ્યક્ત). જેમ અસ્પષ્ટ ભાષાથી કે અસ્પષ્ટ કથનથી પદાર્થનો બોધ થતો નથી. તેમ અસ્પષ્ટ સંકલ્પવાળા ભાવથી કરેલ અનુષ્ઠાન તેનું નિશ્ચિતફળ આપતું નથી. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે કોઇપણ વિધિ કે અનુષ્ઠાનની પૂર્વે તેનો સંકલ્પ કરવો આવશ્યક છે. સંકલ્પસહિતનું અનુષ્ઠાન ઇચ્છિતફળને આપનારું બને છે. મત્રવિહિ - વ્યાજાથા (.) (1. પીડાનો અભાવ, સુખ 2. ગુરુવંદન સમયે ગુરુને પૂછવું તે 3. મોક્ષ 4. લોકાંતિક દેવવિશેષ 5. રોગનો અભાવ) બાધાનો અર્થ છે અશાતા, દુખ, તેનાથી વિપરીત અબાધા એટલે શાતા, પીડાનો અભાવ. આ અબાધા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કહેલી છે. દ્રવ્યથી કોઇ ઘાત વગેરેથી ઉત્પન્ન થયેલ શારીરિક પીડાનો અભાવ તથા ભાવથી મિથ્યાત્વાદિ દોષનો અભાવ. વંદન સમયે ગુરુભગવંતને આ બન્ને પ્રકારની પીડાના અભાવની પૃચ્છા કરવી તે શ્રાવકનો આચાર છે. વ્યાવ૬ - વ્યાકૃત (2) (1. વ્યાપારરહિત 2. વાસ્તુનો એક ભેદ) શરીરનો સદૂભાવ છે ત્યાંસુધી ક્રિયા છે. ક્રિયા છે ત્યાં સુધી કર્મનો બંધ પણ રહેવાનો. તથા કર્મનો બંધ છે ત્યાંસુધી સંસારચક્રમાં ભ્રમણ નિરંતર રહેવાનું છે. મોક્ષમાં ક્રિયાના આધારભૂત શરીરનો જ અભાવ હોવાથી ત્યાં કોઈ જાતનો શારીરિક વ્યાપાર જ નથી. ત્યાં સર્વથા વ્યાપારનો અભાવ હોવાથી કર્મબંધ કે સંસારનો પણ અભાવ છે. ત્રુવિન્ન - વ્યાપન્ન (.) (નાશ નહિ પામેલ, અવિનષ્ટ, નહિ ભેદાયેલ) अव्वावारपोसह - अव्यापारपौषध (पु.) (વ્યાપારરહિત પૌષધ) જેમાં શારીરિક હલનચલન હોય તેવી ક્રિયાને વ્યાપાર કહેવાય છે. આવા વ્યાપારનો જેમાં અભાવ હોય તેવા પૌષધને અવ્યાપાર પૌષધ કહેવાય છે. અવ્યાપાર પૌષધ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. જેમાં પડિલહેણ, દેવવંદનાદિ અમુક ક્રિયાની છૂટ રાખવામાં આવી હોય તે દેશ અવ્યાપાર પૌષધ કહેવાય છે. તથા જેમાં સર્વથા મન-વચન-કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહીને કરવામાં આવતા પૌષધને સર્વ અવ્યાપાર પૌષધ કહેવામાં આવે છે. अन्चावारसुहिय - अव्यापारसुखित (त्रि.) (તથાવિધ વ્યાપારના અભાવથી સુખ પ્રાપ્ત કરનાર) ક્રિયાના અભાવથી સુખની અનુભૂતિ બે પ્રકારના જીવોને થાય છે. પહેલો પ્રકાર પ્રમાદી જીવનો છે. આળસી પ્રકૃતિવાળા જીવો પુરુષાર્થવાળા કાર્યોમાં દુખને અનુભવતાં હોય છે. તેઓ હંમેશાં શારીરિક ક્રિયાવાળી પ્રવૃત્તિઓથી પોતાની જાતનો બચાવ કરતાં હોય છે. પ્રમાદી જીવો નિષ્ક્રિય રહેવામાં આનંદ અનુભવતાં હોય છે. તથા જેમણે અષ્ટકર્મનો ક્ષય કરીને નિર્દેહ અવસ્થાને પ્રાપ્ત કરી છે. તેવા મુક્ત જીવો નિષ્ક્રિય આનંદની અનુભૂતિ કરતાં હોય છે. મત્રઢ - અવ્યાહ્ન ($) a (વિ.) (નહિ બોલાવેલ, નહિ કહેલ) બુઝંત - અવ્યુક્લાન્ત () (માસુકરૂપે પરિણામ નહિ પામેલ, અચિત્તરૂપે પરિણામ નહિ પામેલ) જે આહાર કે પાણી અચિત્તની પ્રક્રિયારહિત કે શસ્ત્રાદિથી ભેદાવા છતાં પણ આયુષ્યબળે નાશ નથી પામ્યાં. તેવાં સચિત્ત આહારાદિને અવ્યુત્ક્રાન્ત કહેલા છે. અર્થાત જેના પર અચિત્ત કરવાની પ્રક્રિયા થઇ જ નથી, તેમજ પ્રક્રિયામાંથી પસાર થવાં છતાં જેના જીવો નાશ નથી પામ્યાં. તેવાં સચિત્ત આહાર-પાણી અવ્યુત્ક્રાન્ત કહેવાય છે. તેવાં આહારાદિ લેવા સાધુને કલ્પતા નથી. 129 -