________________ અલfમ - વિશ્રx (6) (અવિશ્વાસ, પ્રાણાતિપાતનું ત્રીજું ગૌણ નામ) પ્રશ્નવ્યાકરણ નામક આગમમાં કહ્યું છે કે પ્રાણીવધ તે અવિશ્વાસનું સ્થાન છે. અર્થાતુ પ્રાણીવધ કરવામાં પ્રવૃત્ત થયેલો આત્મા બીજા જીવો માટે અવિશ્વસનીય બને છે. જેમ માયાવી પુરુષ છળકપટ કરીને બીજાનું ધનાદિ લૂંટે છે. તેવી રીતે હિંસક પુરુષ જીવોનો વધ કરીને તેમના પ્રાણોની લૂંટ કરે છે. આવો લૂંટ ચલાવનારો પુરુષ સર્વત્ર અવિશ્વાસનું ભાજન બને છે. અસત્ય - વિશ્વસ્ત (B). (વિશ્વાસરહિત, વિશ્વાસ વગરનો) ગવુકાળ - વિગ્રહસ્થાન (2) (અવિગ્રહ સ્થાન, કલહનું સ્થાન ન હોય તે) વિગ્રહ એટલે યુદ્ધ, કલહ, ક્લેશ, કજીયો. ગુજરાતી કહેવત છે કે “જર, જમીન ને જોરું, ત્રણેય કજીયાના છોરું” અર્થાત્ સંપત્તિ, સ્થાન અને સ્ત્રી એ ત્રણેય માત્રને માત્ર ક્લેશ અને કલહનાં સ્થાન છે. જયારે દેવ, ગુરુ અને ધર્મ તે શાંતિ તથા પ્રેમના સ્થાન છે. ઇતિહાસમાં પણ નજર ઉઠાવીને જોઇ લો. જયારેય પણ યુદ્ધો, કલહ અને ઝઘડા થયા છે તેમાં સંપત્તિ, સ્થાનો અને સ્ત્રીનો જ ફાળો રહ્યો હશે. તથા દેવ, ગુરુ અને ધર્મમાં આ ત્રણેયના ત્યાગની જ વાત હોવાથી ત્યાં કલહનો સર્વથા અભાવ જ મળે છે. એવુ - મનુt (3) (કોઇથી નહિ પ્રેરાયેલ) કેટલાક અત્યકર્મી આત્માઓ પૂર્વભવના કોઇ મહાપુણ્યોદયે કોઇથી પ્રેરણા પામ્યા વિના સ્વયં જ સામાન્ય નિમિત્ત માત્ર પામીને જાગી જતાં હોય છે. તેમનો આત્મા સંસારથી વિમુખ થઇ ઉઠે છે. તેઓ મોક્ષ પ્રત્યે તીવ્ર લાલસાયુક્ત બને છે. કરકંડૂ ઋષિ, વીર, હનુમાન વગેરે આત્માઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. अवुसराइय - अवसुराज (पु.) (રત્નવિશેષ, કાંતિમાનું રત્ન). વસુરાજનો અર્થ થાય છે રત્ન. તે રત્ન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. મણિ,રત્નાદિદ્રવ્ય તે દ્રવ્યરત્ન છે. તથા પંચમહાવ્રતાદિ ભાવરત્ન છે. નિશીથચૂર્ણિમાં લખ્યું છે કે જે નિગ્રંથ દ્વેષથી, સકારણથી, અકારણથી, ઇર્ષ્યાદિથી સંવિગ્નને અસંવિગ્ન અને અસંવિગ્નને સંવિગ્ન કહે છે. તેને ચતુર્લંઘનું પ્રાયશ્ચિત્ત આવે છે. વેરઉમાન - અપેક્ષમાળ (.) (નિરીક્ષણ કરતો) જ્યાં સુધી મોહદિયુક્ત આત્મા કર્તાભાવે પ્રવૃત્તિ કરે છે. ત્યાંસુધી કર્મો આત્માને પરાસ્ત કરવા માટે સક્ષમ બને છે. કિંતુ યોગદષ્ટિને પામેલો આત્મા દ્રષ્ટાભાવ કેળવીને જગતના ભાવોનું માત્ર નિરક્ષણ કરતો રહે તો મોહરાજ તેનું કશું જ બગાડી શકતો નથી. મન - ઝવેઇ (2) (1. જેનો અનુભવ કરેલ ન હોય તે 2. જ્ઞાનનો અવિષય) अवेज्जसंवेज्जपय - अवेद्यसंवेद्यपद (न.) (મહામિથ્યાત્વના કારણભૂત પશુવાદિ શબ્દથી વા) અવેર - ઝવેર (ઈ.) (પુરુષાદિ વેદરહિત, સિદ્ધ) 124 -