________________ "" 1 : કલ્પસૂત્રાદિ આગમમાં લખ્યું છે કે “તીર્થકર ભગવંતોનો જન્મ પ્રસવની પીડારહિત હોય છે.” તીર્થંકર પરમાત્માઓ જ્યારે જન્મ પામે છે ત્યારે માતા અને પુત્ર બન્નેમાંથી કોઇને પીડાની અનુભૂતિ થતી નથી. તેમજ તેઓના જન્મકલ્યાણકના પ્રસંગે ત્રણેય લોકના જીવોને સુખની લાગણીઓ ઉત્પન્ન થતી હોય છે. યાવત્ નરકના જીવો પણ ક્ષણમાત્ર સુખનો અનુભવ કરતાં હોય છે. વિદ્ધથિ - વિધ્વસ્ત (fe.) (સચિત્ત, અપ્રાસુક, અપરિણત) સજાતીય કે વિજાતીય શસ્ત્રથી ઘાત નહિ પામેલ એવા સચિત્ત અશન, પાન, ખાદિમ કે સ્વાદિમરૂપ ચારેય પ્રકારનો આહાર નિગ્રંથને લેવો કલ્પતો નથી. જયારે ગૃહસ્થને તેની જયણા કહેલ છે. fધ - મfiધ () (અસામાચારી). વિધિસહિત આચરેલ અનુષ્ઠાન લોકોત્તર ફળને આપે છે. અનાચરિત અનુષ્ઠાન કોઇ જ ફળ આપતું નથી. અને અવિધિએ કરેલ અનુષ્ઠાન અધમફળને આપનારું કહેલ છે. અર્થાતુ અવિધિપૂર્વક કરેલ ક્રિયા જીવને નિગોદ કે નરક જેવા સ્થાનોની પ્રાપ્તિ કરાવે છે. આથી ઉત્કૃષ્ટફળની અપેક્ષાવાળા આત્માએ પ્રત્યેક ક્રિયામાં અવિધિને ટાળવી જોઇએ. अविधिपरिहारि (ण)- अविधिपरिहारिन् (पुं.) (અવિધિનો ત્યાગ કરનાર, સંયમમાં ઉદ્યત) સંયમની રક્ષાર્થે ઉત્સર્ગમાર્ગે ચાલનાર, શાસ્ત્ર કથિત અનુષ્ઠાનોમાં અવિધિનો પરિહાર કરનાર, દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવને વિચારીને આચરણ કરનાર આત્માને શિષ્ટપુરુષો પંડિતકક્ષાનો ગણે છે. આવો આત્મા અધ્યાત્મમાર્ગમાં કદાપિ સીદાતો નથી. વિષ્ણુગોળ - વિયોm (g). (વિયોગનો અભાવ, રક્ષણ) સંસારના બધા જ સંબંધો અને પદાર્થો વિયોગ નામના ગ્રહણથી ગ્રસિત થયેલા છે. સંસારનો પ્રત્યેક સંયોગ વિયોગથી જોડાયેલો છે. એકમાત્ર મોક્ષ સાથેનો સંબંધ જ વિયોગના અભાવવાળો છે. સિદ્ધસ્થાન સાથે થયેલો એકવારનો સંયોગ અનાદિકાલીન છે. એક વખત ઉત્પન્ન થયેલો જીવ કદાપિ તેનાથી છૂટો પડતો નથી. માટે સમજદાર માણસે નાશવંત સંબંધોની પાછળ દોડવાનું બંધ અને મોક્ષ સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવો જોઇએ. વM - favછૂટ (.). (નજીક, પાસે રહેલ, સમીપ) સૂર્યના પ્રકાશમાં દૂર રહેલ પદાર્થમાં માણસને ચાંદીનું જ્ઞાન થાય છે. મનમાં જ્ઞાન થાય છે અરે ! ત્યાં દૂર ચાંદીનો સિક્કો પડેલો છે. લાવ જલદી જઇને લઈ લઉં. પરંતુ જયારે તે નજીક પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે ભાઈ જેને ચાંદીનો સિક્કો સમજયો હતો તે તો એલ્યુમિનિયમનું ઢાંકણું છે. ન્યાયની ભાષામાં આવા ભ્રામક જ્ઞાનને સન્નિવેશજ્ઞાન કહેલ છે. મuિTHસ - વિપ્રજા (.) (અવિનાશી, શાશ્વત). જૈનધર્મ એ શાશ્વત ધર્મ છે. વર્તમાન શાસનાધિપતિ મહાવીરદેવે જે સાધુના પાંચ મહાવ્રત અને શ્રાવકના બાર અણુવ્રત પ્રરૂપ્યા છે. તે જ વ્રતોની પ્રરૂપણા ભૂતકાળમાં થયેલ અનંતા તીર્થંકરોએ કરી હતી. તથા અનાગત કાળમાં થનારા તીર્થકરો પણ તેની જ પ્રરૂપણા કરશે. તેના પ્રરૂપકો અને શબ્દોમાં ભલે ફરક હશે. ડુિ તે બધાનો અર્થ અને આચાર તો એક જ હશે. આથી જ તો જૈનધર્મ એ શાશ્વત ધર્મ કહેલો છે. વિવુદ્ધ - વિવુદ્ધ (f) (ભાવસપ્ત, જેનામાં ધર્મના પરિણામ હજી જાગ્યા નથી તે) જેની હજી સુધી ધર્મમાં રૂચિ પ્રગટી નથી, ધર્મનું શ્રવણ કરવા છતાં જેના આત્મામાં દયાદિના પરિણામો જાગ્યા નથી. જે 111 -