SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લવ -- લપડ્યા (a.) (તવી, તવો). તવાનું કામ રોટલી, રોટલા, ભાખરી વગેરેને ગરમ કરીને પકાવવાનું હોય છે. અગ્નિ પર રહેલા તવાને ખબર નથી હોતી કે તેણે રોટલીને કેટલી અને કેવી રીતે ગરમ કરવાની છે. પણ રોટલી બનાવનારને તો તેનો સંપૂર્ણ ખ્યાલ હોય છે. તેમ કષાયોનું કાર્ય છે અશુભ પરિણામો ઉત્પન્ન કરાવવાનું. પણ આપણે સ્વયં નક્કી કરવાનું છે કે આપણા પરિણામો કેટલી હદે બગાડવા કે સુધારવા. પરિસ્થિતિવશ ગુસ્સો આવી પણ જાય તો હદથી આગળ ન વધે તેનો ખ્યાલ સ્વયં રાખવો રહ્યો. ઝવવI - અપf (ઈ.) (મોક્ષ, મુક્તિ) સર્વકર્મોનો નાશ કરીને સિદ્ધશિલામાં જવું તે મોક્ષ. આ મોક્ષ તો મુક્તિની અંતિમસીમા છે. પણ ભોગમાં અનાસક્તભાવ, કષાયથી નિર્લેપ રહેવું, દુષ્ટનિમિત્તોને ત્યાગવા, અશુભ પરિણામોનો અભાવ કરવો તે પણ સંસારમાં રહે છતે મોક્ષનો જ એક પ્રકાર છે. अववट्टण - अपवर्तन (न.) (કર્મની સ્થિતિને હસ્વ કરનાર અધ્યવસાયવિશેષ) કમ્મપયડી આદિ ગ્રંથોમાં અપવર્તનની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. જે અધ્યવસાયથી કર્મની દીર્ઘસ્થિતિ અને તીવ્રરસમાં ઘટાડો કરવામાં આવે તે અધ્યવસાયવિશેષ અપવર્તન છે. અર્થાત દીર્ઘસ્થિતિવાળા કર્મોને શુભઅધ્યવસાયથી અલ્પસ્થિતિમાં લાવીને મૂકવા તેનું નામ અપવર્તન છે. કવવøm - માવતના (ન્નt.). (કર્મની સ્થિતિને હૃસ્વ કરનાર અધ્યવસાયવિશેષ) अववट्टणासंकम - अपवर्तनासंक्रम (पुं.) (અધિક રસની સ્થિતિને અલ્પસ્થિતિવાળી કરવી તે) अववयमाण - अवपतत् (त्रि.) (સત્યવાદી, મૃષાવાદનો ત્યાગી) ભારતદેશને આઝાદી અપાવનાર ગાંધીબાપુએ મારા સત્યના પ્રયોગો નામક પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં તેઓ જણાવે છે કે મેં જુદા જુદા સમયે સત્યના પ્રયોગો કર્યા અને મને તે ફાયદાકારક નીવડ્યા. આથી મેં માન્યું છે કે સત્ય ક્યારેય પણ નુકસાનકારક હોતું નથી. જો ચૂલસત્યો ગાંધીજી જેવા માટે લાભકારી બન્યા તો વિચારી જુઓ પરમાત્માએ જણાવેલ સૂક્ષ્મસત્યો તમને કેટલો ફાયદો કરાવી શકે છે. એકવાર તેનું આચરણ કરી ચકાસો તો ખરા ! અલવરવત્તા - વ્યવરપવિતા (a.) (નાશનો અભાવ, અવિનાશ). એક આત્માને તેના શરીરથી અલગ પાડવો તેને જૈન ભાષામાં વ્યાપરોપણ કે હિંસા કહેવાય છે. અને તેના અભાવને અવ્યવરો પયિતા અહિંસા કહેવાય છે. આખા જગતમાં ઉત્તમ અહિંસાના પાલક પંચમહાવ્રતને ધારણ કરનારા શ્રમણભગવંતો છે. ધન્ય હોજો સૂક્ષ્મ અહિંસાધર્મના પાલક તે મુનિવરોને ! ઝવવાય - પવાર (પુ.). (1. નિંદા 2. વિશેષનિયમ, અપવાદ 3. અનુજ્ઞા, સંમતિ 4, નિશ્ચય, નિર્ણય) શાસ્ત્રોમાં બે માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. 1. ઉત્સર્ગમાર્ગ 2. અપવાદમાર્ગ, ચારિત્ર તેમજ વ્રતોના પાલન માટે જે
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy