________________ अवयासाविय - आश्लेषित (त्रि.) (આલિંગન આપેલ) अवयासेऊण - अवकाश्य (अव्य.) (પ્રકાશીને, પ્રગટ કરીને) ગુર્નાદિની પાસે પોતાના દોષોને પ્રગટ કરીને તેનું પ્રાયશ્ચિત્ત લેવું તે ઉત્તમતાની નિશાની છે. પણ અન્યના દોષો કે અવગુણોને બીજા પાસે ઉઘાડા પાડવા, મર્મ પ્રકાશવા તે અધમતા છે. શાસ્ત્રમાં તેને અતિચાર કહેલ છે અને તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું વિધાન છે. અવર - અપર (કિ.) (1, અન્ય, બીજું 2. પછી, પાછળનું 3, પશ્ચિમદિશા 4. સ્વયં, પોતે). ગૌતમબુદ્ધ પોતાના ત્રિપટકમાં લખ્યું છે કે “ર માં કa'અર્થાત તું સ્વયં તારા આત્માનો દીવો થા. બહારનો પ્રકાશ તો માત્ર પદાર્થનું જ જ્ઞાન કરાવશે. જ્યારે તે પોતે પ્રકાશમય બનીશ તો તને તારા આત્માના ગુણોનું ભાન થશે. તારા આત્માનો ઉદ્ધારક તું સ્વયં છે અન્યો તો નિમિત્ત માત્ર છે. अवरकंका - अपरकङ्का (स्त्री.) (ત નામે એક નગરી) ધાતકીખંડમાં આવેલ ભરતક્ષેત્રગત એક નગરીનું નામ અપરકંકા છે. આ નગરીનો ઉલ્લેખ ત્રિષષ્ઠીશલાકાપુરુષમાં કરવામાં આવેલ છે. દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય આ નગરીના કરાણે થયેલ છે. ધાતકીખંડગત અપરકંકાના રાજાએ દેવસહાયથી, દ્રૌપદીનું અપહરણ કર્યું. તેને પાછી લાવવા માટે કૃષ્ણ અને પાંડવો દેવસહાયથી ત્યાં ગયા અને યુદ્ધમાં રાજાને હરાવીને દ્રૌપદીને પાછી લાવ્યા. જયારે પાછા ફરી રહ્યા હતાં ત્યારે યુદ્ધવિજયની ઘોષણારૂપે કૃષ્ણ પંચજન્ય શંખ ફૂંક્યો શંખનાદ સાંભળીને ધાતકીખંડના વાસુદેવે ત્યાં રહેલ જિનેશ્વર પાસે શંકા વ્યક્ત કરી. તેના પ્રત્યુત્તરરૂપે તીર્થકરે સઘળી ઘટના કહી. તે સાંભળીને ત્રિખંડાધિપતિએ કૃષ્ણને મળવાની ઇચ્છા પ્રગટ કરી. પરમાત્માએ કહ્યું તે અસંભવ છે. છતાં તેઓ લવણસમુદ્ર પાસે આવ્યા અને કૃષ્ણને શંખનાદ કરીને મળવાની ઇચ્છા જણાવી. ત્યારે કૃષ્ણ સામે શંખનાદ કરીને જવાબ આપ્યો કે હવે અસંભવ છે. આમ શંખનાદથી બે વાસુદેવોનું જે મિલન થયું તે આશ્ચર્યરૂપે ગણાયું. અવરજી - મોક્ષ (2) (અસમક્ષ ચોરી કરવી તે, ગૌણચારીનું વીસમું નામ) જે વસ્તુનો ઉપયોગ કરવો હોય અને તેનો માલિક જે કોઇ અન્ય હોય તો તેને પૂછડ્યા વિના તેને લેવી કે વાપરવી તે ચોરીનો દોષ ગણાય છે. માલિકને પૂછ્યા વિના જ વસ્તુ લઇનથી શકાતી તો પછી તેની ગેરહાજરીમાં તેને લઇ લેવી અપરાધ બને છે. આથી જૈનશ્રમણ નાનામાં નાની વસ્તુ તેના માલિકને પૂછ્યા વિના લેતાં નથી. તેમજ જે ક્ષેત્રાદિનો માલિક અપ્રત્યક્ષ હોય તો અણજાણહ જલ્સગ્ગહો કહીને ત્યાં રહેલ દેવાદિની અનુજ્ઞા લઇને ઉપભોગ કરે છે. अवरज्झंत - अपराध्यत् (त्रि.) (1. અપરાધ કરતો 2. નાશ પામતો) ઝાડ પર જૂના પાન ખરે છે અને નવી કુંપળો ઉગે છે. આ વાતને લઇને કવિએ પોતાની કવિતામાં વર્ણવ્યું છે કે “પીપલ પાન ખરતી હસતી કુંપળીયા અમ વિતી તુમ વિતશે ધીરી બાપુડીયા' અર્થાત્ પીપળાના ઘરડા થયેલા પાન જયારે ઝાડ પરથી ખરી રહ્યા હોય છે. તે જોઇને અલમસ્ત કુંપળો તેમની દુર્દશા પર હસે છે. આ જોઇને નાશ પામતા ઓલા ઘરડા પાન કહે છે. ભાઇ અમારી અવદશા જે ઇને આમ હસશો નહિ, આજે ભલે અમારો વારો હોય પણ વાત યાદ રાખજો કે કાલે તમારો પણ વારો આવશે. આ કટાક્ષ બીજાના દુખ જોઇને ખુશ થનારા જગતના તમામ જીવોને લાગુ પડે છે. ઝવાદ - અપરહ્નિ (પુ.). (દિવસનો ચોથો પ્રહર)