________________ જે વસ્તુ ક્યારેય વધે નહિ કે ઘટે નહિ અને એક જ અવસ્થામાં રહે તેને યથાસ્થિત કે અવસ્થિત કહેવાય છે. વીતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે કહ્યું છે કે જિનેશ્વરદેવો દીક્ષા સમયે એકવાર દાઢી, મૂંછ અને મસ્તકનો લોચ કરે છે. ત્યારબાદ તેમને ક્યારેય પણ દાઢીમૂછ કે મસ્તકના વાળની પુનરુત્પત્તિ થતી નથી. એકવાર લોચ કર્યા પછી જે અવસ્થા હોય તે જ અવસ્થા નિર્વાણ સુધી અવસ્થિત રહે છે. अवट्ठियबंध - अवस्थितबन्ध (पुं.) (પ્રકૃતિબંધનો એક ભેદ) કમ્મપયડી ગ્રંથમાં કહ્યું છે કે “જીવ પ્રથમ સમયે જેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. બીજા સમયે તેટલી જ કર્મપ્રકૃતિઓનો પુનઃ બંધ કરે તેને અવસ્થિત બંધ કહેવાય છે. જેમ કે પ્રથમ સમયે સાત કર્મપ્રકૃતિ બાંધી અને દ્વિતીય ક્ષણે પણ ફરી સાત પ્રકૃતિઓનો બંધ કરે તો તે અવસ્થિતબંધ થાય છે. અવ૬ - વટ (ઈ.) (કૂવો) પૂર્વના કાળે આખા ગામમાં એક કે બે કૂવા રહેતા હતાં જે આખા ગામની તરસ છીપાવતાં હતાં. જ્યારે આજે ઘરે ઘરે પાણીના નળ પહોંચી ગયા હોવા છતાં માણસ તરસ્યો જ છે. તેનું કારણ એક જ છે કે પૂર્વના મનુષ્યો સંતોષી હતાં. જ્યારે આજનો માણસ સ્વાર્થી અને લાલચી થઇ ગયો છે. તેને જેટલું મળે તેટલું ઓછું પડે છે. આખા ગામમાં એક કે બે કૂવા હોવા છતાં પાણી ખૂટતું નહોતું અને આજે સરકારે પાણી બચાવોની જાહેરાતો કરવી પડે છે. આ જ પરિસ્થિતિ માણસની અસંતોષીપણાની ચાડી ખાય ઝવ - અપાઈ (1) (અડધું, અડધો દિવસ) કવર - પર્યક્ષેત્ર (સ.) (1. નક્ષત્રવિશેષ 2. દિવસનું પંદરમું મુહૂર્ત) ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં કહ્યું છે કે “પંદર મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરનાર નક્ષત્રને અપાર્ધક્ષેત્ર કહેવાય છે. તેમજ દિવસના પંદરમાં મુહૂર્તને પણ અપાર્ધક્ષેત્ર કહેવામાં આવે છે.' अवडूगोलगोलच्छाया - अपार्धगोलगोलच्छाया (स्त्री.) (જમાં બીજા અનેક ગોળા સમાયાલા છે તેવા અડધા ગોળાની છાયા) એક ગોળામાં બીજા અનેક ગોળા સમાયેલા હોય તેને ગોલગોલ કહેવાય છે. તેની છાયા તે ગોલગોલછાયા તેવા અડધા ગોળાની છાયા તે અપાર્ધગોલગેલછાયા. अवद्धगोलच्छाया - अपार्धगोलच्छाया (स्त्री.) (અડધા ગોળાની છાયા) अवड्डगोलपुंजच्छाया - अपार्धगोलपुञ्जच्छाया (स्त्री.) (અડધા ગોળાના સમૂહની છાયા) अवड्डगोलावलिच्छाया - अपार्धगोलावलिच्छाया (स्त्री.) (અડધા ગોળાની શ્રેણિની છાયા) अवड्डचंदसंठाण - अपार्धचन्द्रसंस्थान (न.) (અર્ધચંદ્રાકાર, હાથીના દાંતનો આકાર) ત્રિષષ્ઠશાલાકાપુરુષ ચરિત્રના પ્રથમ સર્ગમાં પ્રભુ આદિનાથના શરીરનું વર્ણન કરતાં હેમચંદ્રાચાર્યજી મહારાજ લખે છે કે “જેમ