________________ अवंतिसेण - अवन्तिसेन (पुं.) (ચંડપ્રદ્યોત રાજાનો પૌત્ર) ગવંતો - મવો (at) (ઉજ્જયની નામક નગરી) માલવદેશની રાજધાની અને અવંતિસુકુમાલની જન્મભૂમિ નામે ઉજજયની નગરી. રાજા મુંજ, વિક્રમ સંવત પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય અને સાહિત્ય પ્રેમી રાજા ભોજ પણ આ નગરીના શાસક રહી ચૂક્યા છે. વર્તમાન કાળમાં તે ઉજ્જૈનના નામે પ્રસિદ્ધ છે. કલ્યાણમંદિર સ્તોત્રની રચના પણ આ જ નગરીમાં આવેલ મહાકાળના મંદિરમાં થયેલી હતી. अवंतीगंगा - अवन्तीगङ्गा (स्त्री.) (ગોશાળાના મત પ્રમાણે એક કાળવિશેષ) અવંતિક - અવન્ત (રિ.). (વંદનને અયોગ્ય) જીવતા મા-બાપના કાળજા બાળે અને મર્યા પછી તેમના ફોટા આગળ દીવા બાળે. આવા સંતાનોની આજે કોઇ કમી નથી. જન્મદાતા માતાપિતાને પોતાના સંતાન હોવાનું કે તેમને વંદન-પૂજનનું સુખ આપ્યું ન હોય તેવી વ્યક્તિ પોતાના પુત્ર પાસેથી માન-સન્માનની અપેક્ષા રાખે તે સર્વથા નિરર્થક છે. આવી વ્યક્તિ વંદનને અયોગ્ય અને દંડને પાત્ર જ છે. अवकंखमाण - अवकाक्षत् (त्रि.) (પાછળ જોતો) પુણ્યયોગે અચાનક સંપત્તિ પ્રાપ્ત થઈ જતાં વ્યક્તિ તેના મદમાં ચકચૂર થઇ જાય છે. આજે પોતે જે સ્થાન પર છે ત્યાં પહોંચવામાં મદદ કરનારા સહાયકોને, હાથ પકડનારા ઉપકારીઓને અને પોતાની મૂળ અવસ્થાને વિસરી જાય છે. એકવાર પાછું વળીને જોવાની પણ તેને ફૂરસદ હોતી નથી. કહેવાય છે કે જંગલનો રાજા સિંહ પણ ફલાંગ જેટલું ચાલ્યા પછી એકવાર તો પાછું વળીને જુએ છે. જો એકવાર પોતાની પૂર્વાવસ્થાને યાદ કરે તો મળેલ સંપત્તિનું તેને કદાપિ અભિમાન ન થાય, મવશંg - વાર્તા (a.) (1. અભિલાષા 2. ઉત્સુકતા) મનુષ્યભવની સઝાયમાં લાવયસૂરીજીએ લખ્યું છે કે ધનદૌલત, ક્ષણિકસુખ આપનારા પુગલોને મેળવવા માટેની અભિલાષામાં માણસ દિવસ-રાત મચી પડે છે. ભૂખ, તરસ, થાક વગેરે કંઇ જ જોતો નથી. પણ ઘરથી ચાર ડગલા દૂર આવેલા જિનાલયે દર્શન કરવાની વાત આવે તો સત્તર જાતના બાહના કાઢવા લાગે છે. મલ ( -- ઋનિ (B). (અપકાર કરવાના સ્વભાવવાળો) ચંદનનું વૃક્ષ તેને છેદનારા કઠીયારા પર ગુસ્સે થવાને બદલે તેને સુવાસ અને આજીવિકા પૂરી પાડે છે. આમ્રવૃક્ષ તેને પથ્થર મારનારાને ગાળ આપવાને બદલે કેરીના મીઠા ફળ આપે છે. તેમ મહાપુરુષો અપકાર કરનારાઓ પર તિરસ્કાર વરસાવવાને બદલે સ્નેહનો વરસાદ વરસાવતા હોય છે મલ્ટિર -- મરિન (2) (છોડવું, ત્યાગવું) ઉપવાસાદિ તપમાં ભૂખ લાગે, માથું દુખે, પગ દુખે તો માણસ સહન કરવાને બદલે તપનો ત્યાગ કરી દે છે. જ્યારે વ્યસનોથી કેરિયર, કૌટુમ્બિક સંબંધો અને જીવન બરબાદ થાય છે તેને છોડવાનું વિચારતો નથી. ઉલ્ટાનું વ્યસનમાં વધારે ગળાડૂબ થઇ જાય છે. હાય રે ! કેવી માનસિકતા છે.