SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કારણભૂત તેનો પોતાનો સ્વભાવ જ છે. જેઓએ જગતના સર્વ ભાવોને યથાસ્થિત જોઈ લીધા છે અને પ્રશમભાવમાં સ્થિર બન્યા છે એવા સપુરુષો માટે તો સર્વ પ્રાણીઓ મિત્ર સમાન છે. સંતા - માગૃહ, ગૃહાનાર (જ.). (ઘરની અંદરનો ભાગ 2. બે ઘર વચ્ચેનું અંતર) સવિશદ્ધ સંયમ ચયના પરિપાલક શ્રમણ-શ્રમણી ભગવંતોને ઘરના અંદરના ભાગમાં અશનાદિ 4 પ્રકારના આહાર ગ્રહણ, મલોત્સર્ગ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, ધ્યાનાદિ કાર્યો તથા વસતિનો પણ શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. તેનાથી તેઓના વાવત પંચમહાવ્રતોમાં દોષો લાગવાનો સંભવ છે માટે ધર્મકથા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. अंतरजाय - अन्तरजात (न.) (ભાષાના જે પુદ્ગલો અંતરાલે સમશ્રેણીને વિષે રહી ભાષાપરિણામને પામે છે તે ભાષાપરિણતપુદ્ગલ) આગમગ્રંથોમાં આવતા પુદ્ગલોના વર્ણન પ્રસંગોમાં જણાવાયું છે કે, આપણે જે ભાષાવર્ગણાના પુગલોને ગ્રહણ કરીને બોલીએ છીએ તેની ગતિ ખૂબ તીવ્ર છે. યાવત્ શબ્દો બ્રહ્માંડને ઓળંગીને પાર જઈ શકે તેટલી તેની ગતિશક્તિ બતાવાઈ છે. પ્રભુભક્તિ માટે શુદ્ધિપૂર્વક કરાયેલા સ્તોત્રપાઠથી અદ્ભુત ચમત્કારો સર્જાયાના ઉદાહરણો બને છે તેમાં શબ્દશક્તિનો પ્રભાવ પણ ચોક્કસપણે રહેલો જ હોય છે. સંતરા (સી) - અત્તરનરી (સ્ત્રી) (મહાનદીની અપેક્ષાએ નાની નદી, ક્ષુદ્ર નદી) મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી સીતા અને સીતાદા મહાનદીઓની અપેક્ષાએ નાની નદીને અત્તરનદી કહેવાય છે. આ લઘુનદીઓના પ્રત્યેકના પટ સવાસો યોજનાના હોય છે. ઉક્ત મહાનદીઓના ઉભયકાંઠે આ અંતરનદીઓ આવેલી છે. अंतरदीव - अन्तरद्वीप (पं.) (લવણસમુદ્રની વચ્ચે રહેલા દ્વીપ, ચુલ્લહિમત અને શિખરી પર્વતની લવણસમુદ્ર તરફ નીકળેલી દાઢાઓ પરના દ્વીપ) જંબદ્વીપની ફરતે વીંટળાયેલા બે લાખ યોજનના પરિમાણવાળા લવણસમુદ્રમાં પદ અખ્તરદ્વીપો આવેલા છે. ચુલ્લહિમવંત તથા શિખરી પર્વતની દાઢાઓ જે લવણસમુદ્રમાં આવેલી છે ત્યાં આ પ૬ અન્તરદ્વીપો રહેલા છે. અંતર એટલે કે આંતરે-આંતરે આવેલ હોવાથી અત્તરદ્વીપ કહેવાય છે. તીવા (3) - અન્તરીપ (4) (પુ.). (અન્તરદ્વીપમાં ગયેલું 2. અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય, પ૬ અંતરદ્વીપના મનુષ્ય) અત્તરદ્વીપમાં જન્મ લેનારા મનુષ્યો યુગલિક હોય છે. યુગલિક એટલે સ્ત્રી-પુરુષના જોડલા સાથે જન્મે. સાથે મોટા થાય અને યુવાન થયે પતિ-પત્ની રૂપે વ્યવહાર કરે, તેઓ સ્વભાવે અલ્પકષાયી હોય છે. તથા તેઓની જીવન જરૂરિયાતની સઘળી વસ્તુઓની પૂર્તિ દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા થતી હોય છે. અન્ને મરીને તેઓ નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. अंतरदीववेदिया - अन्तरद्वीपवेदिका (स्त्री.) (અન્તરદ્વીપની વેદિકા) अंतरदीविया - आन्तरद्वीपिका (स्त्री.) (અત્તરદ્વીપને વિષે ઉત્પન્ન થયેલ મનુષ્યો, અંતરદ્વીપને વિષે ઉત્પન્ન સ્ત્રી) અન્તરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને તથા પ્રકારના પુણ્યકર્મના યોગે ઉત્કૃષ્ટ ભોગાવલિકર્મ હોય છે. તેનો પરિભોગ આવી અત્તરદ્વીપ અને અકર્મભૂમિઓમાં સંભવતો હોય છે. તેઓ અસંખ્યવર્ષો સુધી ત્યાં ભોગાવલિકને ભોગો દ્વારા ખપાવતા હોય છે. તેઓની ભૂખ-તરસ અતિ અલ્પપ્રમાણવાળી હોય છે. અવગાહના પણ યાવતુ સો-દોઢસો ધનુષ્યની હોય છે. અંતરતા - મન્તરદ્ધા (ર.) (આંતરાનો કાળ) બુદ્ધિમાન પુરુષો કોઈપણ કાર્યને પ્રારંભ કરતાં પહેલા તે વિષયમાં સો વાર વિચાર કરે છે, પરંતુ એક વાર પ્રારંભ કર્યા પછી ગમે 42
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy