SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર ગ્રહણ કરતા હતા તે કોઈ સાત દિવસના ભૂખ્યાને આપો તો એ પણ ન ખાય. રસનેન્દ્રિય પર અદૂભુત વિજય મેળવનારા એ મુનિવરને શત શત વંદના હોજો. સંતનીધિ (1) - માન્તનીધિ (પુ.) (ગૃહસ્થ ભોજન કર્યા પછી શેષ રહેલો આહાર વહોરી જીવન જીવનાર સાધુ, ભોજનસમય પછી ગોચરી વહોરનાર મુનિ) સામાન્યરીતે ઘરમાં રહેલી વ્યક્તિઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને જ રસોઈ બનતી હોય છે. તેથી સાધુ ભગવંતના વહોરવાના કારણે ઘરમાં રહેલી કોઈ વ્યક્તિઓને ભોજન ઓછું ન પડે તે માટે તથા કર્મનિર્જરાના હેતુથી અનેક મુનિ ભગવંતોને ભોજન સમય પછી વહોરવા જવાનો નિયમ હોય છે. મંતટ્ટ - મત્ત:સ્થ (પુ.) (પ વર્ગ અને ઉષ્માક્ષર વચ્ચેના ય ર લ વ વર્ણ, અન્તસ્થ વણે) અંતરદ્ધાપ - માર્થાન (.) (તથાવિધ સંયમના પ્રભાવે યોગીના ચક્ષુગ્રાહ્યરૂપાદિનું અદૃશ્ય થવું તે, તિરોધાન, અંજનાદિથી અદશ્ય થવું તે). ખોટા માર્ગેથી આવેલા ધનના પ્રતાપે જીવનમાં સૌથી પ્રથમ તો સદ્ગણો ગાયબ થાય છે, ત્યાર બાદ ધનથી ગર્વિત થઈને કરેલા વડીલો-સજ્જનોના અપમાનને કારણે તેઓની પ્રીતિ દૂર થાય છે અને વિવેક વગર જેમ-તેમ વ્યય કરવાથી ધનરૂપી તીવ્ર પ્રકાશના કારણે ખેંચાયેલા જીવડાઓ જેવા દુર્જનાદિ પણ ધનક્ષય થયે અદશ્ય થાય છે. अंतद्धाणपिंड - अन्तर्धानपिण्ड (पु.) (અદશ્ય રહીને ગ્રહણ કરાતો આહાર) લબ્ધિના પ્રભાવે અદશ્ય રહીને આહાર ગ્રહણ કરવામાં આવે તેને અન્તર્ધાનપિંડ કહેવાય છે. સામાન્ય સંયોગોમાં આવા આહારને વાપરવાથી અથવા તેનું અનુમોદન કરવાથી સાધુ ભગવંતને દોષ લાગે છે. કિન્તુ દુકાળ આદિ વિશિષ્ટ કારણોથી આવા પ્રકારે ગ્રહણ કરવાનું વિધાન પણ છે. સંતા (f ) ft - મત્તનિ (સ્ત્રી.) (અદશ્ય થવાની વિદ્યાવિશેષ) પૂર્વના સમયમાં કેટલાક મુનિ ભગવંતોને ચારિત્ર ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રભાવે ચક્ષુથી ન દેખાય તેમ શરીરને અદેશ્ય કરવાની શક્તિ પ્રાપ્ત થતી હતી. જૈન શાસનમાં આવા તો કેટલાય ઇન્દ્રિયવિજેતા સાધુ ભગવંતોને એવી વિદ્યા પ્રાપ્ત હતી. ચંદ્ધિ - સત્સંધિ (ઈ.) (વ્યવધાન) જેમ સૂર્ય, ચંદ્ર, દીપક આદિ પ્રકાશને આપનારા પદાર્થો ઉપર વાદળ આદિ આવરણ આવતાં તેનો પ્રકાશ દેખાતો નથી તેમ દરેક આત્મામાં કેવલી ભગવંતની જેમ એક જ સમયમાં અનંતા પદાર્થોની ભૂત-ભાવિ-વર્તમાન સ્થિતિ જાણવાની શક્તિ હોવા છતાં કર્મોના આવરણને કારણે આચ્છાદિત થયેલી અર્થાત્, ઢંકાઈ ગયેલી છે. अंतद्धाभूय - अन्तर्धाभूत (त्रि.) (નષ્ટ થયેલું, વિગત, અન્તર્ધાન પામેલું) વ્યક્તિઓ ગમે તેટલી ગણવાન, બળવાન, ધનવાન હોય પરંતુ જો તેઓ સંપરહિત હોય, અંદરોઅંદર ઈર્ષા, દ્વેષ, વેર ધરાવતી હોય તો આ બધા પરિબળો હોવા છતાં તેઓનો વિનાશ થાય છે. એટલે જ ઉક્તિમાં કહ્યું છે કે “સંપ ત્યાં જંપ સંતપાડ - :પાત (ઈ.) (અંતર્ભાવ, સમાવેશ) તભાવ - મતવ (કું.) (મધ્યપ્રવેશ 2, સમાવેશ)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy