________________ ચમત્કારી વસ્તુઓ ભાગ્યયોગે જ પ્રાપ્ત થતી હોય છે. અંક - મ( વ્ય.) (આમંત્રણ, સંબોધન 2. શરીર 3. શરીરના અવયવ 4. વાક્યાલંકારમાં વપરાતો અવ્યય 5. વેદના શિક્ષાદિ છ અંગો 6, લોકોત્તર બાર અંગ 7. કારણ, હેતુ 8. દેશ વિશેષ-અંગદેશ જેને વર્તમાનમાં બિહાર પ્રાંત કહે છે.) જેમ શરીરનો રાગ દુર્ગતિમાં લઈ જઈ શકે છે તેમ આ જ શરીરની નિસ્પૃહતા મોક્ષના રાજમહેલમાં લઈ જઈ શકે છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ચક્રવર્તી ભરત. જ્યાં સુધી તેમને શરીરમાં મોહ હતો ત્યાં સુધી અશુભ કર્મનો બંધ હતો. પરંતુ જેવો શરીરરાગ નષ્ટ થયો તો કૈવલ્યલક્ષ્મી મળી. વિદ્વાનોએ પણ આપણા શરીરને ધર્મનાં પ્રથમ સાધન તરીકે માન્યું છે. કમા(ઈ.) (અંગદેશનો રાજા 2. અંગદેશનો કે અંગરાજનો ભક્ત 3. શરીરનો વિકાર, શરીર સંબંધી 4. શરીરથી ઉત્પન્ન થયેલું 5. અંગફુરણાદિ નિમિત્તશાસ્ત્ર) નિમિત્તશાસ્ત્રના કુલ આઠ અંગ માનવામાં આવેલા છે. તેમાંનું એક અંગ છે અંગશાસ્ત્ર, શરીરનું ફરકવું, છીંક આવવી, પ્રશ્નકારનો કઈ દિશામાંથી પ્રશ્ન કરવો વગેરે વાતોને ધ્યાનમાં રાખીને જેના દ્વારા શુભાશુભ ફળનું કથન કરાય છે તે અંગ નિમિત્તશાસ્ત્ર કહેવામાં આવે છે. અંજામ - (કું.) (પુત્ર, પુત્રી 2. દેહથી ઉત્પન્ન થનાર કોઈપણ 3. કામદેવ 4. લોહી પ. રોગ 6. રોમ-વાળ) ચ અંગવાળા બાણોની સહાયથી સંપૂર્ણ વિશ્વને પરાજિત કરનારા મહાબલી કામદેવને વૈરાગ્ય ભાવનારૂપી મંત્ર વડે નષ્ટ કરીને સંસારથી ભિન્ન વૃત્તિવાળા સ્થૂલિભદ્ર મહામુનીશ્વર જેવા ધીરપુરુષો આ જગતમાં બ્રહ્મચર્યનું પાલન કરનારા આત્માઓ માટે આદર્શ સ્વરૂપ બન્યા છે. *ગર (1) (બાજુબંધ 2. વાનરરાજ વાલિનો પુત્ર) અંજાર - અનિત (કું.) (શ્રાવસ્તિ નગરીનો એક ગૃહપતિ, જે પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનશનપૂર્વક કાળધર્મ પામીને ચંદ્રવિમાને ચંદ્રદેવપણે ઉત્પન્ન થયો હતો.) (શિ) fસ - મર્ષિ, અક્ષ (પુ.) (ચંપાનગરીના વાસ્તવ્ય અને કોશિકાર્યના શિષ્ય, જેઓ ભદ્રપરિણામી હોવાથી ગુરુએ તેમનું નામ અંગર્ષિ રાખ્યું હતું.) ભૂતિયા - મનિ (સ્ત્રી.) (આચારાદિ અંગોની ચૂલિકા, આચારાંગસૂત્રાદિમાં આચારના અનેક વિષયો પૈકી જે વિષય અનુક્તાર્થ હોય તેના સંગ્રહવાળી - ચૂલિકા-પરિશિષ્ટ, કાલિકશ્રુતનો એક ભેદ) iાહિય - મછત્ર (ત્રિ.). (જેનું અંગ કપાયેલું હોય તે, છિન્નાંગ) વ્યક્તિને પોતાને કર્મસંયોગે શરીરની જે સંપૂર્ણ અંગોપાંગરૂપ સંપત્તિ મળી છે, તેની બહુમૂલ્યતા તેને નથી હોતી. પરંતુ જયારે તે જન્મથી વિકલાંગ હોય કે અકસ્માતના કારણે કોઇ અંગ કપાઈ જાય ત્યારે તેનું ખરું મૂલ્ય સમજાય છે. માટે પ્રાપ્ત થયેલા સાંગોપાંગ શરીરથી જેટલા શક્ય હોય તેટલા સકાર્યો કરી લેવા જોઇએ. છે(૩) - મ (કું.) (દૂષિત-બગડી ગયેલાં અંગને છેદી નાખવું તે). જીવદયાદિ સત્કર્મોના ફળરૂપે જીવને આરોગ્ય સાથેનો સુંદર દેહ પ્રાપ્ત થાય છે. તેનો દુરુપયોગ ભવાન્તરમાં અનેક રોગો અને કરૂપતાનો વિપાક આપે છે. તેથી મળેલા શરીરની અનુકુળતાનો ઉપયોગ ધર્મ આરાધનાઓમાં કરી લેવો જોઇએ.