SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ (4)2- મકૂથ (કું.) (ચંદ્રમા) સૌમ્યતાના અને શીતળતાના ગુણોની જ ઉપમા આપવાની આવે તો ચંદ્રને જ લેવો પડે. કારણ કે ચંદ્ર જેવી સૌમ્યતા અને શીતળતા કોઈની નથી. પણ એનાથીય ચઢીયાતી સૌમ્યતા-શીતળતા-નિર્મલતા તીર્થકરોની હોય છે. તેથી લોગસ્સસૂત્રમાં ચંદ્રથી અધિક નિર્મલતર કહ્યાં છે. મંથા - અધાત્રી (સ્ટી.) (ખોળામાં બેસાડી કે સુવાડી બાળકને રમાડનાર ધાવમાતા, પાંચ ધાવમાતા પૈકીની એક) પ્રાચીન સમયમાં શ્રીમંત વ્યક્તિઓને ત્યાં બાળકનું વિવિધ પ્રકારે ધ્યાન રાખવા માટે દાસીઓ રાખવામાં આવતી હતી. જે બાળકની પુત્રની જેમ જ સંભાળ રાખતી હોવાથી ધાવમાતા એટલે કે પાલન-પોષણ કરનારી માતા કહેવાતી હતી. ધાવમાતાના પાંચ પ્રકારમાંથી બાળકને ખોળામાં બેસાડી તેને રમાડનાર અંકધાત્રી નામનો આ ચતુર્થ પ્રકાર છે. ગ્રંશમુહ - સામુ9 (1.). (પદ્માસનસ્થના ખોળારૂપ આસનનો અગ્રભાગ) -ઍમુહ - સમુહૂતિ (કિ.) (પદ્માસનસ્થના ખોળાના અગ્રભાગે થતા અર્ધવલયના આકાર જેવું રહેલું હોય તે, ખોળાની જેમ અર્ધવલયાકારે રહેલું) પદ્માસનસ્થ તીર્થકર ભગવંતના અર્ધવલયાકાર ખોળામાં સોના-ચાંદીનું શ્રીફળ રાખીને એવી ભાવના ભાવવામાં આવે છે કે હે ભગવન્! આપે કેવળજ્ઞાનરૂપી શ્રેષ્ઠ ફળ હસ્તગત કર્યું છે તે આપની ભક્તિ દ્વારા અમને પણ પ્રાપ્ત થાઓ. અંતિવિ - અતિપિ (સ્ત્રી.) (અઢાર લિપિમાંની એક લિપિ, અંકલિપિ-વર્ણમાળા વિશેષ) આ અવસર્પિણી કાળના ચોથા આરાના પ્રારંભમાં ભગવાન આદિનાથે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ પ્રથમ લિપિનું જ્ઞાન આપ્યું હતું. તેથી તેનું બ્રાહ્મીલિપિ નામ પ્રસિદ્ધ થયું છે. તે બ્રાહ્મીલિપિનો આ બારમો લેખવિધાન સ્વરૂપ અંકલિપિ નામનો ભેદ છે. કદાચ તમે જાણતા જ હશો, દુનિયાભરની તમામ લિપિઓનું મૂળ બ્રાહ્મીલિપિમાં જ છે તેવી આધુનિક લિપિવિદોની સુદૃઢ માન્યતા છે. અંજય - મમય (જિ.). (એકરત્નમય, અંતરત્નનો વિકાર, અંકરત્નથી બનેલું, એકરત્નપ્રચુર) અંજવાય - મ નન (ગ) (કું.) (અંક જાતિના રત્નોનો વેપારી) આ જગતમાં રત્નોના વેપારી થોડા જ હોય છે. તેમ ભવસાગરથી પાર લઈ જનારા અર્થાતુ, તારનાર સુગુરુનું પ્રમાણ પણ ઓછું છે. તેથી મુમુક્ષુજનોને તેવા સુગુરુના યોગની પ્રાપ્તિ થવી દુર્લભ માનવામાં આવી છે. જેને થઈ છે તે ભાગ્યશાળી છે. એવડું - મFાવતી (સ્ત્રી.) (અંકાવતીનગરી) દરેક સમયે ઓછામાં ઓછા ચાર તીર્થકર ભગવંતોના વિચરણ દ્વારા જે ધરતી પાવન છે તે મહાવિદેહ ક્ષેત્રમાં રમ્ય નામના વિજયની અંકાવતી નામની આ એક રાજધાની છે. જયાં હંમેશા મોક્ષમાર્ગ ચાલુ છે. મિ (5) - ગા (ત્રિ.). (છાપ લાગેલું, નિશાનવાળું, ચિહ્નવાળું) અનંતા કાળચક્રમય આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ગ્રંથિભેદપૂર્વક સમતિની છાપ જો એકવાર લાગી જાય તો જ્ઞાની ભગવંતો કહે છે કે, તેનો અર્થો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો સમજવો. કારણ કે, પછી તો એનો સંસાર માત્ર અર્ધ પુગલ પરાવર્ત જેટલો જ બાકી રહેતો હોય છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy