________________ આ જીવનમાં કષ્ટ આવી પડતાં આપણે ડરી જઈએ છીએ અથવા તો ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જ્ઞાની ભગવંતો કહે છે કે દુખો આપણા શત્રુ નહીં મિત્ર છે. સુવર્ણ અગ્નિમાં જેટલું તપે એટલું વધારે શુદ્ધ થાય છે. તેમ કષ્ટના સમયમાં દુઃખોને મિત્ર માનીને રહીશું તો દુઃખો આપણને પીડશે નહીં ને સહેલાઈથી તેને પાર કરી જઇશું. કષ્ટોને સહન કરવાથી આપણી આંતરિક ઉર્જા પણ વધે છે. અહમ () - મયુત (ર.) (દશહજારની સંખ્યાનું માપ, અઉઅંગને 84 લાખે ગુણતાં થતી સંખ્યા 2. અસંયુક્ત, અસંબદ્ધ). જગતમાત્રના કલ્યાણની ભાવનાવાળા સાધુ ભગવંતોનું વચન પોતાની મતિકલ્પના અનુસાર નથી હોતું. તેમનું દરેક વચન પૂર્વાપર સંબદ્ધ, યુક્તિયુક્ત અને શાસ્ત્રાનુસાર હોય છે. જયાં શાસ્ત્રની ઉક્તિ હોય ત્યાં તેમની મતિ હોય છે. અંડળ - અયુતાક(ન.). (અચ્છનિફર (પ્રમાણ વિશેષ)ને ચોર્યાસી લાખે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે) મસિદ્ધિ - મયુર્વસિદ્ધ (નિ.) (જે બેમાં એક વિનાશ ન પામે ત્યાં સુધી બીજું આશ્રિત જ રહે તેઅયુતસિદ્ધ 2. અંતર્નિહિત, અપૃથક્કરણીય) જેમ ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાનું, જાતિ-વ્યક્તિ આ બધા અભિન્ન છે, તેમ કર્મ અને સંસાર એ બન્ને એકબીજાના પર્યાય છે. જયાં સુધી ગુણીનો નાશ નથી થતો ત્યાં સુધી ગુણનો નાશ થવો અશક્ય છે. તેમ જ્યાં સુધી કર્મનો નાશ નથી થતો ત્યાં સુધી સંસારનો પણ નાશ થવો અશક્ય છે. અલ્ફ - ૩યોધ્ય (ત્તિ.). (બીજાઓથી યુદ્ધ કરવાને અશક્ય, પરસૈન્યને જેમાં પ્રવેશ ન કરી શકાય તેવું-નગરાદિ) બધા જ જીવોને પોતાના પાશમાં જકડીને આખા જગત પર એકછત્રીય સામ્રાજય ભોગવવાવાળા કામક્રોધાદિ કષાયો પર વિજય મેળવવા માટે ભવાભિનંદી જીવો અસમર્થ છે. પરંતુ જેઓ પરમાત્માનું શરણું સ્વીકારે છે અને ક્ષમાદિ ગુણોને આત્મસાત્ કરે છે તેવા સદગુણી આત્માઓ જ આ કષાયોને નષ્ટ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અા - અયોધ્યા (સ્ત્રી) ' (અયોધ્યાનગરી-વિનીતા ૨.ગંધિલાવતી વિજયની મુખ્ય રાજધાનીનું નામ) આ અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી મહારાજા ભારતની રાજધાની. જેનાં વિનીતા નગરી, અવધ્યા, કોશલા, ઈક્વાકુભૂમિ, રાજનગરી ઇત્યાદિ પ્રાચીન નામો હતાં, વર્તમાન ચોવીસીના અનેક તીર્થકરોની કલ્યાણકભૂમિ હોઈ પવિત્ર તીર્થરાજ તેમજ વિમલવાહનાદિ નવ કલકરોની પણ આ જન્મભૂમિ હતી. પ્રસિદ્ધ દશરથ રાજાની રાજધાની અને રામચંદ્રજીની જન્મભૂમિ બનવાનું શ્રેય પણ આ નગરીને સાંપડ્યું હતું. અહીંથી ઉત્તર દિશામાં બારયોજન દૂર અષ્ટાપદ પર્વત છે એમ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. ; જ્યાં પ્રભુ શ્રી આદિનાથ નિર્વાણ પામ્યા હતા. (1) 7 - અલુન (ત્રિ.) (અત્યંત સુંદર, અતુલ્ય, અનુપમ 2. તિલકવૃક્ષ) જેમણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ મેળવ્યો છે, સ્વકર્તવ્યપાલનમાં તત્પર છે અને જેઓ કોઈપણ આપત્તિઓનો સામનો કરવાનું અડગ ધૈર્ય રાખે છે એવા સપુરુષોના ભાલતિલક પર મોક્ષલક્ષ્મી સ્વયં તિલક કરે છે. અહો ! એવા પુરુષોત્તમોની તોલે જગતમાં અન્ય કોણ આવી શકે? - સતY ( વ્ય.) (અહીંથી 2. એટલા માટે, એ કારણથી) આધ્યાત્મિક ભૂમિકાનું અથવા કોઈપણ ધર્મ આરાધનાનું મહત્વ એટલા માટે છે કે સંસારમાં ચાહે અનુત્તરવાસી દેવોનું ઉત્કૃષ્ટ સુખ ભલેને મળી જાય, પણ તે અનિત્ય છે. શાશ્વત-સ્થાયી સુખ તો ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનથી જ સંભવે છે. એ જ કારણથી ભારતીય આસ્તિક દર્શનોમાં ધર્મની ઉપાદેયતા સમાનરૂપે અંકાઈ છે. 22