________________ મા - તિવેતા (સ્ત્રી.) (સાધુના આચારની મર્યાદા, સમય સંબંધિત મર્યાદા) શાસ્ત્રમાં સાધુ ભગવંતો તથા ગૃહસ્થો માટેના દિનકૃત્ય અને રાત્રિકૃત્ય માટે સમયનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક ક્રિયાને તેના નિર્દિષ્ટ સમયમાં કરવાથી ભગવાનની આજ્ઞાના પાલનની સાથે તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ ધાર્મિક ક્રિયાને તેના નિર્ધારિત સમયે નહીં કરવાથી કાળાતિક્રમ દોષ લાગે છે. અફસ - ફંક્શ (ત્રિ.) (આવું, આવા પ્રકારનું) જેમ રત્નોમાં જાત્યરત્ન ઓછા જ હોય છે. તેમ આ સંસારમાં શૂરવીર, નરવીર, યુગપ્રધાનાચાર્ય આદિ નરરત્નો પણ ઓછા જ જોવા મળશે. માટે લોકોક્તિ છે કે ‘વંદનં ર વને વને” અર્થાતુ આવા પ્રકારના રત્નો તો જગતમાં ઓછા જ હોય ને ! મફફા - તિતિ (2.) (વિશિષ્ટ, આશ્ચર્યકારક, અતિશયવાળું). માણસની બુદ્ધિમાં ન બેસે એવા આશ્ચર્યને કહેવાય અતિશય. પરમ પૂજનીય તીર્થકર ભગવંતો 34 અતિશયના ધારક હોય છે. પૂર્વભવમાં “સવિ જીવ કરું શાસનરસી’ ની ભાવેલી સુદઢ ભાવનાના ફળરૂપે તેઓ તીર્થંકર નામકર્મના ઉપાર્જન દ્વારા આવા આશ્ચર્યકારક અતિશયના સ્વામી બને છે. મરુ (તિ) ક્રિસ - તિરંવત્નેશ (પુ.). (ચિત્તની અત્યંત મલિનતા, સંક્લિષ્ટ મનોવૃત્તિ) જયાં સુધી શરીર પર પાણી નથી પડતું ત્યાં સુધી શરીરનું માલિન્ય દૂર થતું નથી. તેમ જયાં સુધી મન પર જ્ઞાન અને જિનાજ્ઞારૂપી જલપ્રપાત નહીં થાય ત્યાં સુધી મનની મલિનતા દૂર થશે નહીં. મનનું આ માલિન્દ જયાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી મોક્ષ પણ થશે નહીં. એટલે જ તો મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્વરચિત સ્તવનમાં લખ્યું છે કે, “ક્લેશ વાસિત મન સંસાર ક્લેશરહિત મન તે ભવ પાર’ મરૂ (તિ) સંથાળ - તિસંધાન (7) (પ્રખ્યાપન-પ્રસિદ્ધ કરવું તે 2, કપટ, દગાબાજી, ઠગાઈ) અસત્યના ઉચ્ચારણથી રાજા પર્વતના પ્રાણનો નાશ થયો. કાંઇક અલ્પ જૂઠું બોલવાથી રાજા યુધિષ્ઠિરનો હવામાં ચાલવાવાળો રથ જમીન પર આવી ગયો અને એક નાનકડું જૂઠ બોલવાના કારણે મરીચિનું કેટલાય ભવો સુધી સંસાર પરિભ્રમણ વધી ગયું. શાસ્ત્રમાં પણ અસત્યભાષીને બે જીભવાળા સાપની ઉપમા આપવામાં આવી છે. કર (તિ) સંધાપર - અતિસંથાનપર (ત્રિ.) (ગુણ ન હોવા છતાં તેવા ગુણવાળો પોતાને સાબિત કરે છે, પોતાના અસદ્ભૂત ગુણોની જાહેરાત કરનાર) આપણે માનીએ છીએ કે, સૌથી વધારે હિંમત સાચું બોલવા માટે જોઈએ. પરંતુ હકીકત તો એ છે કે, સૌથી વધારે હિંમત જૂઠું બોલવા માટે જોઇએ છે. કેમકે સત્ય બોલ્યા પછી તેને યાદ રાખવા કે સાબિત કરવાની જરૂરિયાત નથી હોતી. જ્યારે જૂઠું બોલ્યા પછી તેને સાચું સાબિત કરવા માટે બીજા કેટલાય જૂઠાણા બોલવા પડતા હોય છે અને તેને યાદ રાખવા માટે બુદ્ધિનો સહુથી વધારે દુરુપયોગ કરવો પડતો હોય છે. મફ(ત્તિ) સંપા - અતિસંપ્રથા (6). (એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે અત્યંત સંયોગ કરવો) શાસ્ત્રોમાં જૈનો માટે એક મૂલ્યવાન દ્રવ્યનો બીજા અલ્પમૂલ્યના દ્રવ્ય સાથે સંયોગ કરી વ્યાપાર કરવાનો નિષેધ કરવામાં આવેલો છે. કેમકે તેમાં અનીતિનું પાપ રહેલું છે. જે મનની શાંતિ અને સુખી જીવનને વેરવિખેર કરી નાખે છે. માટે એવો કોણ બુદ્ધિશાળી હશે. જે આવો નુકશાનીનો ધંધો કરે ?