SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ યા - નિજ (ત્રી.) (બકરી) વગર વિચાર્યું કાર્ય કર્યું જતાં હોય તેવા લોકોને લોકોક્તિમાં ગાડરિયો પ્રવાહ કહે છે. ધર્મની ઉપાસનામાં ગાડરિયા પ્રવાહને નિષિદ્ધ કહ્યો છે. ગતાનુગતિક આચરણ ન કરતા સમજી વિચારીને કોઈપણ ધર્મક્રિયા કરવા જણાવેલું છે અને આ જ હિતાવહ છે. કથા (2) 7 - તાત (ત્રિ.) (ગયેલું, વ્યતીત થયેલું) ‘રે શૌો શત્ર' આ ચાર શબ્દનું નીતિવાક્ય ઘણું બધું કહી દે છે. જેઓનો ભૂતકાળ અતિભવ્ય હતો અને આજે સામાન્ય સ્થિતિમાં છે તેઓ ભૂતકાળને વાગોળી વાગોળીને વર્તમાનને પણ ભંડો બનાવતા હોય છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે, ભાઈ ! એ બધું ભૂલીને હવે એવું કાંઈ કર જેથી તારું કલ્યાણ થાય. અર્થાત જીવનમાં ચઢતી. પડતી કાંધીન છે. તેથી ધર્મપુરુષાર્થ દ્વારા શુભ ભાતું બાંધી લેવું જોઈએ, જે કપરો સમય આવવા જ ન દે. अइयायरक्ख - अत्यात्मरक्ष (त्रि.) (પાપોથી આત્માનું અત્યન્ત રક્ષણ કરનાર) પ્રત્યેક સમય વિપ્ન અને અશુભોથી ભરેલો છે. કર્મો ક્યારે આત્માની અંદર આતંકવાદ ફેલાવી દે તે કહી શકાય નહીં. આથી ધન, કુટુંબ આદિની રક્ષા કરતા પહેલા પોતાના આત્માનું રક્ષણ કરવું એ અત્યન્ત શાણપણભર્યું છે. મફ () (ત્તિ)(તી) યાર - ત્તિ (ત) રાજ (પુ.) (ચારિત્રાચારનું ઉલ્લંઘન કરવું તે, ચારિત્રમાં સ્મલન થાય તે, શ્રાવકના વ્રતોમાં લાગતો એક અતિચાર, વ્રતભંગ કરવામાં તૈયાર થવું તે). લીધેલા વ્રત-નિયમોના પાલનમાં જ્યારે અજાણતા ભંગ થઈ જાય એટલે આપણે માનીએ કે આપણું વ્રત તૂટી ગયું. પરંતુ, જો ગુરુ આગળ તેનું પ્રાયશ્ચિત્ત લઈ લઈએ તો લાગેલા અતિચારનો નાશ થશે અને આપણું વ્રત પુનઃ સુવિશુદ્ધ બની જશે. સફર - તિરda (.) (અત્યંત લાલવર્ણ 2. અતિ અનુરાગયુક્ત) રાજા ભર્તુહરિને ખબર પડી કે તેમની મુખ્ય પટ્ટરાણી પિંગલા તો એક મહાવતના પ્રેમમાં આસક્ત છે. તે એક વ્યભિચારિણી સ્ત્રી છે ત્યારે તેઓને પિંગલા પર ગુસ્સો આવવાને બદલે સ્વયં પર ધિક્કાર થયો અને પોતાના ચિત્તને કહેવા લાગ્યા કે અરેરે ચિત્ત! તું જે રસમાં અત્યંત અનુરાગયુક્ત છે તે સ્ત્રી તો કોઈ બીજાને જ ઇચ્છે છે. ખરેખર ધિક્કાર તે સ્ત્રીને નહીં કિંતુ તને સતાવનાર કામદેવને છે. તિરીત્ર (કું.) (અધિક દિન, દિનવૃદ્ધિ, વૃદ્ધિતિથિ, વર્ષમાં વધતા છ દિવસ પૈકીનો કોઈ એક) મજબૂત કાષ્ઠમાં પણ છેદ કરવાનું સામર્થ્ય રાખનાર ભમરો પદ્મપરાગના પાનમાં અનુરાગી થઈને એકદમ લીન બની જાય છે. ત્યાં સુધી કે, સંધ્યા સમયે બંધ થયેલા કમલની અત્યંત કોમળ પાંખડીઓ છેદીને બહાર નીકળવાની જગ્યાએ સવાર થવાની રાહ જુએ છે અને પ્રાતઃકાલે પાણી પીવા માટે આવેલા ગજરાજનું કમલ સહિત ભોજન બની જાય છે. આમ અત્યંત રાગ વ્યક્તિને સારાસારનું ભાન ભુલાવી વિનાશની તરફ ધકેલે છે. કg (હિ) રાવણના - તિરૂવનંશિસ્ના (સ્ત્રી) (મેરુ પર્વત પર ઉત્તર દિશા સ્થિત જિનાભિષેકની શિલાનું નામ) તે દેવતાઓને ધન્ય છે જેમણે મેરુ પર્વત પર પરમાત્માનો જન્માભિષેક કર્યો. તે શિલા અને તે અભિષિક્ત જલને પણ ધન્ય છે જેને પ્રભુના પરમ પવિત્ર શરીરને સ્પર્શવાનું સૌભાગ્ય મળ્યું. હે ભગવંત! ત્યારે અભાગી એવો હું ક્યાં હતો, જેને આપનો સ્પર્શ તો દૂર પરંતુ, આપના દર્શન કે વચન શ્રવણ કરવાનું ભાગ્ય પણ ન સાંપડ્યું. અ - વિરા (સ્ત્રી.) (શાંતિનાથ પ્રભુની માતાનું નામ, અચિરામાતા)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy