SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ધિ- મર્યાદા (.) (હૃદયમાં રહેલા ભાવને ગોપવવો તે 2. મૈથુન, સ્ત્રી સંગ) અદwળ - અવહિર્મન (ત્રિ.) (ધર્મિષ્ઠ, સર્વજ્ઞ પરમાત્માના ઉપદેશાનુસાર વર્તનાર, મનને જ્યાં ત્યાં ન ભટકાવનાર) પરમાત્મા મહાવીરના શાસનને પચાવેલા જીવાત્માનું જીવન અંતર્મુખી જ હોય. બહારની દુનિયાનો ભપકો તેને જરાય આકર્ષિત કરી શકતો નથી. ભગવાનની પરમોપાસિકા સુલસા શ્રાવિકાનું જીવન જોશું તો આ વાત બિલકુલ સાફ થઈ જશે. તે પરમ શ્રાવિકાને ભગવાન મહાવીર અને તેમના સિદ્ધાંત સિવાય કોઈ પ્રભાવિત કરી ન શક્યા. એને કહેવાય અબહિર્મના, अबहिल्लेस्स - अबहिर्लेश्य (त्रि.) (જની ચિત્તવૃત્તિ સંયમથી બહાર ન હોય તે, સંયમમાં મનોયોગને સાધનાર, સંયમમાં રત). મુનિનું સુખ અનુત્તરવાસી દેવના સુખ કરતા પણ કઈ ગણું વધુ હોય છે એ વાત જણીતી છે. પણ તે કેવા મુનિ હોય કે જેનું આવું માહાલ્ય થાય. તેનો ઉત્તર છે કે જેનું ચિત્ત યાને વેશ્યા સંયમમાં જ રમી રહેલું હોય, સંયમમાં ચઢતા પરિણામે હોય તેવા મુનિ. મહુવાર () - મવડુવાવ (.) (બહુ બોલનાર નહીં તે, અલ્પભાષી). આચારાંગસુત્રમાં મુનિજીવનના ઉત્કૃષ્ટ સંયમ સાધક આદર્શો બતાવેલા છે. તેમાં નિરતિચાર સંયમ પાળનાર તત્ત્વગવેષી મુનિ કેવો હોય તેનું વિવેચન કરતા કહ્યું છે કે, તે અલ્પભાષી હોય. અવસરે બોલવાનું થાય તો ઉપયોગપૂર્વક બોલે, તે પણ અલ્પ જ.. અવહુલુથ (a) - સવદુકૃત (કું.) (જેણે આચાર પ્રકલ્પ નામક નિશીથાધ્યયનનો અભ્યાસ નથી કર્યો અથવા તે પછીનું અધ્યયન નથી કર્યું તે મુનિ, અબહુશ્રુત) નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે, જે મુનિએ આચારપ્રકલ્પ નામક નિશીથાધ્યયનને નથી ભર્યું તથા તે પછીના અધ્યયનો નથી ભણ્યા તે અબહુશ્રુત કક્ષાનો છે. જ્યારે વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે, ઉક્ત અધ્યયન સૂત્ર-અર્થથી નથી ભણ્યો તે અબહુશ્રુત છે. મવાનુયા - મવાનુ (સ્ત્રી.) (ચીકણો પદાર્થ, સ્નિગ્ધ વસ્તુ). માહિા - કવાથ (સ્ત્રી.) (કર્મના બંધ અને ઉદય વચ્ચેનો કાળ, અબાધા કાળ 2. બે વસ્તુ કે બે પ્રદેશ વચ્ચેનું અંતર 3, બાધા-પીડા ન કરવી તે) કર્મબંધ થયા પછી તે કર્મ જ્યાં સુધી ઉદયમાં નથી આવતું ત્યાં સુધી તે આત્મામાં સુષુપ્તપણે રહેલ હોય છે. જયાં સુધી તે ઉદયમાં નથી આવતું ત્યાં સુધીનો વચ્ચેનો જે સમય છે તેને અબાધા કાળ કહે છે. “અબાધા' શબ્દ બે વસ્તુ કે બે પ્રદેશ વચ્ચેના અંતર એ અર્થમાં પણ વપરાય છે. જેમ કે શ્રીગૌતમસ્વામીએ ભગવાનને પૂછેલું કે, હે પ્રભુ! મંદર પર્વતથી કેટલા અંતરે જ્યોતિષચક્ર ચલાયમાન છે? ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! મંદર પર્વત થકી અગ્યારસો અને એકવીશ યોજના અંતરે તારા વગેરે જ્યોતિષચક્ર ચલાયમાન હોય છે. अबाहिरिय - अबाहिरिक (त्रि.) (જેના કિલ્લાની બહાર વસતિ ન હોય તેવું સ્થાન) *ગવાઇ (ત્રિ.). (ગામની અત્યંત નજીકમાં રહેલું હોય તે) અવાજ - વાઘનિ (સ્ત્રી) (અબાધાકાળથી ન્યૂન સ્થિતિવાળી કર્મપ્રકૃતિ) વીચ - પ્રિતીય (ત્રિ.). (જેની સાથે બીજું કોઇ નહીં તે, એકાકી, એકલો) 476
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy