________________ अप्पसत्तचित्त - अल्पसत्त्वचित्त (त्रि.) (અલ્પસત્ત્વવાળું ચિત્ત છે જેનું તે, અલ્પસત્ત્વવાળો) આપત્તિમાં અવિકલતા અને સ્થિરતા જે અપાવે તેને સર્વ કહેવાય છે. ગમે તેવી પરિસ્થિતિ સર્જાય કે વિપ્ન આવી પડે છતાં પણ, જેનું ચિત્ત સત્ત્વયુક્ત હોય છે તેને કોઈપણ આપત્તિ મોટી લાગતી નથી. પરંતુ જેનું ચિત્ત પ્રથમથી જ વિકલ પડી ગયું છે તેવા અલ્પસર્વાચિત્તવાળા જીવો નાની નાની બાબતોમાં ગભરાઈ જાય છે. આવા અલ્પસત્ત્વવાળા જીવો ધર્મના અધિકારી બનતા નથી. મuસત્તમ - માત્મસાતમ (ત્રિ.) (જેમાં પોતાના સહિત સાત છે તે, જેમાં પોતે સાતમો હોય તે) अप्पसत्तिय - अल्पसात्त्विक (त्रि.) (સત્ત્વ વિનાનો, મનોબળરહિત). સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું છે કે, જે સ્ત્રીને પરવશ હોય છે તે જીવો સમર્થ હોવા છતાં પણ અસમર્થ બની જાય છે. જેઓ દૃઢચિત્તવાળા હોય છે તેમને પણ સ્ત્રીતત્ત્વ અલ્પસન્દી બનાવી દે છે અને જેઓ લોકમાં શૂરવીર દેખાય છે તેવા પુરુષો પણ કાયર બની જાય છે માટે પુરુષોને સ્ત્રી પરવશતા ઘણી દુઃખદાયક કહેલી છે. સ૬ - સભ્યશઃ (ઈ.) (ધીમા સ્વરે બોલવું તે, ભાવ ઊણોદરીનો એક પ્રકાર 2. અલ્પ કલહ) એક નાનકડી સરકારી ઓફિસમાં જઈએ તો ત્યાં આપણે એકદમ ધીમા અવાજે વાત કરીએ છીએ કેમ કે, આપણે જાણીએ છીએ કે ત્યાં મોટા અવાજે બોલવું અસભ્યતામાં ગણાય છે. એક સામાન્ય દરબારીની આટલી આમન્યા જાળવનારા આપણે જિનાલયમાં કે ઉપાશ્રયમાં એટલું જોર-શોરથી બોલતા હોઈએ છીએ કે કોઈને એમ લાગે કે જાણે શાકમાર્કેટમાં આવી ગયા હોઇએ. મોટા અવાજે બોલવાથી દેવ અને ગુરુનો અનાદર થાય છે. अप्पसरयक्ख - अल्पसरजस्क (न.) (કૃણાદિ જ્યાં અલ્પપ્રમાણમાં છે તે, રજ-કચરો નથી તે સ્થાન) અપ્રસાર - સમાસાર (2) (જેમાં સાર અલ્પ છે તેવો પદાર્થ 2. અસાર વસ્તુ) શિષ્ટપુરુષોએ સંસારની વ્યુત્પત્તિ કરતા લખ્યું છે કે, “સંસ્કૃત સાર: યક્ષ સ સંસાર:' અર્થાત્ જેમાંથી સાર ચાલ્યો ગયો હોય તે સંસાર છે. આમ અસાર ઘણો અને સાર ઓછો એવા સંસારમાં સુખને ગોતવું એટલે કાદવમાં નિર્મલતા ગોતવા બરોબર છે. अप्पसावज्जकिरिया - अल्पसावधक्रिया (स्त्री.) (શુદ્ધ વસતિ, અસાવદ્ય-નિર્દોષ વસતિ) Juસુય - અપકૃત (ત્રિ.) (આગમનો અજાણ, આગમો નથી ભણ્યા તે-અલ્પજ્ઞ મુનિ) જેવી રીતે દીવાદાંડી સમુદ્રમાં ભૂલા પડેલા વહાણને પ્રકાશ આપીને સાચા માર્ગે લાવવાનું કાર્ય કરે છે તેમ આગમોનું જ્ઞાન પણ અંધારિયા સંસાર સમુદ્રમાં દીવાદાંડી સમાન છે. ખોટા માર્ગે ચઢી ન જવાય તે માટે સારું દિશાસૂચન કરે છે. માટે શાસ્ત્રજ્ઞ બનવું જોઈએ. પરંતુ જેઓ આગમોથી અજાણ છે તેવા જીવોએ ગીતાર્થ એવા ગુરુ ભગવંતોનો જ આશ્રય કરવો જોઈએ. अप्पसुह - अल्पसुख (त्रि.) (નહીં બરાબર થોડુંક જ સુખ જેમાં છે તે, અલ્પસુખ છે જેમાં તે) આચારાંગસૂત્રમાં કામભોગને આશ્રયીને કહેલું છે કે, “વામિત્ત સુવા વિધ્રુવન્ન પુરવા' અર્થાત્ તમે જે પૌગલિક પદાર્થોમાં સુખની ઇચ્છા કરો છો, તે તો ક્ષણમાત્ર જ સુખનો અનુભવ કરાવનારા અને અનંતકાળ સુધી દુઃખને આપનારા છે. તે પદાર્થોમાં અતિ અલ્પ સુખ અને અત્યંત દુઃખ રહેલું છે માટે જ વિવેકીજનો તેનો પરિત્યાગ કરે છે. 467