________________ મા - માધન () (અલ્પધની, અલ્પમૂલ્યવાળું) સત્કાર્ય કરવા માટે વિપુલ ધન હોવું જરૂરી નથી, પરંતુ હૃદયના ભાવ વિપુલ હોવા જરૂરી છે. ધનવાન હોવા છતાં પણ કંજૂસાઈ વળગેલી હોય તો ધર્મમાર્ગે ધન વાપરવા માટેનું જરાપણ મન થતું નથી. જયારે અલ્પધની હોવા છતાં પણ મનમાં ઉદારતા વસી હોય તો જીવ યથાશક્તિ દાનધર્મનું આચરણ કરે છે. મમ્મણશેઠ અને શાલિભદ્રનો પૂર્વનો ભવ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. अप्पपएसग - अल्पप्रदेशक (त्रि.) (અલ્પ પ્રદેશવાળા કર્મ, જેના પ્રદેશદળ ઓછા છે તેવું કર્મ આદિ) अप्पपज्जवजाय - अल्पपर्यायजात (न.) (ત્યજવા યોગ્ય તુચ્છ એવા ફોતરાં વગેરે) अप्पपरणियत्ति - आत्मपरनिवृत्ति (स्त्री.) (આલોચના દ્વારા સ્વ અને પરની નિવૃત્તિ કરવી તે) વ્યવહારસુત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, સંયમી આત્મા ઉત્તમ ચારિત્રપાલન દ્વારા લોકો માટે એક આદર્શપાત્ર બને છે. તે જીવ જાગ્રતપણે સ્વયં દોષોમાંથી મુક્ત બને છે અને જેણે દોષો સેવ્યા હોય તેમને શાસ્ત્રાનુસાર આલોચના આપીને તેઓને દોષોમાંથી મુક્તિ અપાવે છે. આને શાસ્ત્રીય ભાષામાં આત્મપરનિવૃત્તિ કહેવાય છે. अप्पपरिग्गह - अल्पपरिग्रह (पुं.) (અલ્પ પ્રમાણમાં ધનધાન્યાદિ સામગ્રીનો સંગ્રહ કરનાર) લોકમાં માણસને ગ્રહો એટલી પીડા નથી પહોંચાડતા જેટલી તકલીફ પરિગ્રહ પહોંચાડે છે. માણસ જેમ જેમ પરિગ્રહ વધારતો જાય છે તેમ તેમ તેને લગતી પ્રત્યેક જવાબદારી અને ચિંતાઓ વધતી જાય છે. જયારે પરિગ્રહ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ વ્યક્તિની ચિંતાઓ પણ ઓછી થતી જાય છે અને આત્મિક શાંતિનો અનુભવ પણ થાય છે. अप्पपरिच्चाय - अल्पपरित्याग (पु.) (અલ્પ ત્યાગ, થોડો ત્યાગ) જિનધર્મની દરેક ક્રિયાઓમાં કોઇને કોઇ વિશિષ્ટ તત્ત્વ છુપાયેલું હોય છે. શાસનની કોઇપણ પ્રક્રિયા નિરર્થક હોતી જ નથી. માતા પિતા જિનાલયમાં બાળક પાસે ભંડારમાં રૂપિયો નખાવે છે તો તેની પાછળ પણ કારણ રહેલું છે. 1. તેમ કરવાથી મનમાં સંસ્કાર પડે છે કે આ ધન હોય છે. તે છોડવાલાયક છે. અલ્પત્યાગનું પ્રતીક રૂપિયો છે. તથા 2. આ ધન સત્કાર્યમાં વાપરવું જોઇએ તેવી દાનભાવના ઉત્પન્ન થાય છે. મuપા - અન્યપ્રા (ત્રિ.) (જયાં કોઇપણ જીવ-જંતુ નથી તેવું સ્થાન, જીવાકુલરહિત ભૂમિ) अप्पपाणासि (ण)- अल्पप्राणाशिन् (त्रि.) (અલ્પ પ્રમાણમાં જલ વગેરે પેય દ્રવ્ય પીનાર) મર્પણ () - ઝપાશિન (ત્રિ.) (મિતાહારી, અલ્પાહારી). ચરક સંહિતામાં ચરક ઋષિને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વ્યક્તિએ સ્વસ્થ અને સુખી જીવન જીવવું હોય તો તેનો ઉપાય શું? ત્યારે તેમણે માત્ર બે શબ્દમાં જ જવાબ આપતા કહ્યું કે, ‘હિતમુ,મિત મુજ' જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો હિતકારી આહાર લેવો અને અલ્પ પ્રમાણમાં આહાર લેવો. જે જીવો હિતાવારી અને મિતાહારી છે તેઓ જ સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે છે. મવિરz () - અત્પન(કિ.) (અલ્પ ભોજન કરનાર, અલ્પાહારી)