________________ अप्पकोउहाल - अल्पकौतूहल (त्रि.) (સ્ત્રી રૂપદર્શનાદિમાં કુતુહલતારહિત) જેઓ પરમબ્રહ્મના ધ્યાનમાં લીન છે એવા યોગી આત્માઓ કતલતારહિત હોય છે. તેમની સામે મિત્ર આવે કે દુશ્મન આવે, સ્ત્રી, આવે કે પુરુષ આવે, સજ્જન આવે કે દુર્જન પરંતુ તેઓના ચિત્તમાં કોઈ જ ફરક પડતો નથી. તેઓ બાહ્યદૃષ્ટિએ ન જોતાં આત્મદષ્ટિએ દર્શન કરનારા હોય છે. તેમના ચિત્તમાં રાગ-દ્વેષના કોઈ તરંગો ઊઠતા જ નથી. અપ્પલોદ - કલ્પોથ (પુ.) (ક્રોધરહિત, ભાવ ઊણોદરીનો એક પ્રકાર) ઊણોદરી એટલે જેટલી ભૂખ હોય તેનાથી બે ચાર કોળિયા ઓછા ખાવા તે. ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે ભૂખ કરતાં ઓછું ખાવું તે દ્રવ્ય ઊણોદરી જ્યારે આત્મામાં રહેલા ક્રોધાદિ કષાયોને અલ્પ કરવા તે ભાવ ઊણોદરી છે. એક વખત દ્રવ્ય ઊણોદરી નહીં થાય તો ચાલશે પરંતુ ભાવ ઊણોદરી તો પ્રત્યેક આરાધક જીવે કરવી જોઇએ. અgra+Gર - સાક્ષર (ન.). (થોડાક શબ્દો, થોડાક અક્ષરો, અલ્પાક્ષર હોય તે-ગુણવત્સત્ર) આગમાદિ ગ્રંથોમાં ઉપયુકત અક્ષરોને આશ્રયીને ચાર ભાંગા પ્રવર્તે છે. 1. જેમાં અક્ષરો ઓછા હોય પણ અર્થ ઘણા હોય 2. જેમાં અક્ષરો ઘણા હોય પરંતુ અર્થ અલ્પ હોય 3. જેમાં અક્ષરો પણ ઓછા અને અર્થ પણ અલ્પ હોય તથા 4. જેમાં અક્ષરો પણ ઘણા હોય અને અર્થો પણ વિશાળ હોય. મu - માત્મ (ઈ.) (સ્વય, પોતે) બીજાઓની સહાયતા કરવા માટે આત્મામાં પરોપકારની ભાવના જોઇએ. પરોપકારની શુભભાવના જન્મથી મળતી નથી કિંતુ સ્વપુરુષાર્થથી ઉત્પન્ન કરવાની હોય છે. સજ્જનોની આ ખાસિયત હોય છે કે તેઓ દુર્ગુણો સામે સ્વયંની આત્મરક્ષા કરી અન્યોને સહાયક બની જતા હોય છે. મUTIR - પ્રવેarશ () (અંધકાર, અંધારું) જેમ સૂર્યનો પ્રકાશ દૂર થતાં જ બિહામણો એવો અંધકાર આખા જગતને ઘેરી લે છે. તેમ જેના જીવનમાંથી દેવ-ગુરુ અને ધર્મરૂપી સુર્યપ્રકાશ દૂર થાય છે તેના જીવનને રાગ-દ્વેષ-કષાયાદિ દોષોરૂપી ગાઢ અંધકાર ઘેરી વળે છે. એટલે જ તત્ત્વત્રયી જરૂરી છે. પ્રમુI (-સ્ત્રી.) (કૌંચ-કોચાનો વેલો, વનસ્પતિ વિશેષ) अप्पचित्तय - आत्मचिन्तक (पं.) (મરણ માટે અભ્યઘત, મૃત્યુ માટે તૈયાર). વ્યવહારસૂત્રમાં આત્મચિંતકનો અર્થ કર્યો છે કે, જે મરણ માટે અભ્યદ્યત થયેલો હોય છે. જે જીવે પરમાત્માએ પ્રરૂપેલા ઉત્પત્તિવિનાશ અને ધ્રુવતાવાળી ત્રિપદીને સમ્યગુ રીતે આત્મામાં પરિભાવિત કરી હોય છે તેને મૃત્યુનો ભય પણ સતાવતો નથી. તે તો આવનારા મરણ માટે સદૈવ તૈયાર જ હોય છે. अप्पछंदमइ - अल्पच्छन्दमति (त्रि.) (સ્વછંદ બુદ્ધિવાળો, સ્વેચ્છાચારી, પોતાની મતિ અનુસાર વર્તનારો) નવો વિચાર, નવીન પ્રવર્તન જિનશાસનમાં આવકાર્ય છે, પરંતુ તે વિચારાદિ સર્વજ્ઞ પ્રરૂપિત આગમોની મર્યાદામાં રહીને. જેઓ શાસ્ત્રોની વાતોનું ઉલ્લંઘન કરીને સ્વમતિ અનુસાર અર્થે કરે છે તેવા સ્વેચ્છાચારીને નિતવ તરીકે સંબોધવામાં આવેલા છે. ધ્યાન રાખજો, આપણાથી એવું કોઇ મિથ્યાવચન ન બોલાઈ જાય કે જેનાથી આપણે પણ નિદ્વવ યાને પાપી કહેવાઇએ. 461