________________ અપૂર્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી તે છે. કપુ (પુ) સુય - ત્સ (ત્રિ.) (વિહ્વળતા રહિત, અવિમનસ્ક, ઉછાંછળાપણાથી રહિત) પુER - પૃથર્વવ (ત્રિ.) (નિરંતર સંયમયોગમાં વર્તનાર, સંયમના યોગોથી અભિન્ન) સંયમનો અર્થ થાય છે નિયમન, જે યોગો જીવના સંસારને અને અશુભ કર્મોને નિયમનમાં રાખે તે સંયમયોગ બને છે. જે સાધુ નિરંતર ચારિત્રના યોગોમાં પ્રવૃત્ત છે તેનો સાગર જેટલો સંસાર ખાબોચિયા જેવડો થઇ જાય છે અને મુક્તિવધૂને વહેલા વરે છે. अपुहत्ताणुओग - अपृथक्त्वानुयोग (पुं.) (અનંતાગમા પર્યાયવાળો અનુયોગનો એક ભેદ) દશવૈકાલિકસૂત્રમાં અપૃથક્વાનુયોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, એક જ સૂત્રમાં બધી જ ચરણસિત્તરી આદિની પ્રરૂપણા કરવામાં આવી હોય તે સૂત્ર અપૃથવાનુયોગ કહેવાય છે. કેમ કે સૂત્ર હોય તો પણ તે અનંત આગમના પર્યાયવાળું હોય છે. અપૂણા - અપૂળા (ત્રી.) (પૂજાનો અભાવ) જે આત્માને અને જીવનને પવિત્ર કરે તે પૂજા કહેવાય છે. પૂર્વના કાળમાં સવાર સાંજ મંદિરમાં પરમાત્માની, ઘરમાં માતા-પિતાની અને વ્યવહારમાં ગુજનની પૂજા કરવામાં આવતી હતી. તેમનું સન્માન કરવામાં આવતું હતું. આજે સવાર પડે છે ને સતત મોબાઇલની રીંગોથી ઘર માતા-પિતાની પૂજા વિનાનું, દિવસ પરમાત્મદર્શન વિનાનો અને જીવનમાં કોઇ ગુરુકે વડીલ રાખ્યા જ ન હોય ત્યાં પૂજા ક્યાંથી થવાની. એટલે પૂજા વિના જીવન પવિત્ર નથી થતું તો આત્મા પવિત્ર ક્યાંથી થાય ? અપૂત - અપૂરથ (નિ.) , (આચરણ ન કરતો) અપેક - મય (ત્રિ.) (પીવાને અયોગ્ય, મદ્ય-માંસાદિ) જે આહાર-પાણી લોકવિરુદ્ધ કહેવાતા હોય, લોકો જેની નિંદા કરતા હોય તેવું માંસાદિનું ભોજન અભોજય અને મદ્યાદિનું પાન અપેય કહેવાય છે. અભોજય અને અપેયથી જેણે પોતાનું તન ભ્રષ્ટ કર્યું હોય તેનું મન પણ ભ્રષ્ટ થાય છે અને જેનું મન ભ્રષ્ટ તેનું જીવન પણ ભ્રષ્ટ થઇ જાય છે. પછી સદ્ગતિ તો આપોઆપ ભ્રષ્ટ જ સમજી લેવી રહી. अपेयचक्खु - अपेतचक्षुष् (त्रि.) (ચક્ષુરહિત, નેત્ર વિનાનો, અંધ) મપેદા - મક્ષિ% ત્રિ.). (કર્મનિર્જરાની અપેક્ષા રાખનાર) શારીરિક અને આર્થિક રીતે સક્ષમતા વગરનો આઠવર્ષીય બાળક જો તમારી જોડે અપેક્ષા રાખે તો જેણે આખી જીંદગી તમારી જરૂરિયાતો પૂરી કરવામાં કાઢી નાખી તે માતા-પિતા તમારી જોડે કોઈ અપેક્ષા રાખે તો તેમાં ખોટું શું છે? તેમની અપેક્ષાની પૂર્તિ કરવી એ તો કર્તવ્ય બને છે. આ કર્તવ્યપાલનને રખેને બોજો ગણી લેતા. કેમ કે આવતી કાલે તમારો પણ વારો છે જ. પોત્ર - પુદૂત (કું.) (જેને પુદ્ગલ નથી તે, પુદ્ગલરહિત 2. સિદ્ધ ભગવંત) જ્યાં પુદ્ગલ છે ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં અસારતા છે. પુદ્ગલોની માયા, મમતા વગેરે આ સંસારમાં જ છે. જેઓ પગલોથી પર છે એવા સિદ્ધ ભગવંતો તો પુદ્ગલમય સંસારનો ત્યાગ કરીને સારભૂત એવી સિદ્ધશિલાના સુખોમાં મહાલતા હોય છે. 458