________________ અપરિતાવUTયા - અપરિતાપના (સ્ત્રી.) (શરીરમાં સંતાપ ન ઊપજવો તે, શરીરે પરિતાપ ન થવો તે) अपरिताविय - अपरितापित (त्रि.) (સ્વતઃ કે બીજાથી માનસિક કે કાયિક સંતાપ જેને નથી થયો તે) માનસરોવરમાં ઝીલતા હંસલાઓને બહારી દુનિયાનો કોઈ અનુભવ હોતો જ નથી. તે તો માત્ર પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેમ જે જીવ આત્મરમણતાના સરોવરમાં ડૂબકી લગાવી દે છે તે પછી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હોય તો પણ તેને સ્વતઃ કે બીજાથી ઉત્પન્ન થનારા સંતાપનો અનુભવ થતો જ નથી. તે તો આત્મરમણતાનો આનંદ જ માણતો હોય છે. પરિત્ત - માત (.) (સાધારણ શરીરવાળો જીવ 2. અનંત સંસારી જીવ) પ્રજ્ઞાપનાસૂત્ર નામક આગમમાં અપરીત બે પ્રકારના કહેલા છે. 1. અનંતજીવો વચ્ચે રહેલો સાધારણ શરીરવાળો જીવ કાય અપરીત છે અને 2. જેણે દેવ-ગુરુ-ધર્મની આરાધનાથી પ્રાપ્ત થતા સમ્યક્ત દ્વારા પોતાના સંસારને અલ્પ નથી કર્યો તેવા અનંત સંસારી જીવને સંસાર અપરીત કહેવામાં આવે છે. अपरिभूय - अपरिभूत (त्रि.) જ કોઈનાથી પરાભવ ન પામે છે, જેનો કોઈ પરાભવ કરી ન શકે તેવો ધનવાન કે બળવાન) આ જગતમાં કોઇનાથીય પરાભવ ન પામે તેવા ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો વગેરે પણ કાળ અને કર્મ આગળ વામણા પડે છે. કેમ કે કાળ અને કર્મ ગમે તેવો મોટો ભૂપ કેમ ન હોય તે કોઇની પણ શરમ ભરતો નથી. એકમાત્ર જેણે આત્મવીર્યના પ્રતાપે આઠેય કર્મો પર વિજય મેળવી લીધો છે તેવા સિદ્ધ ભગવંતો પર કાળ અને કર્મની કોઈ અસર થતી નથી. 1 - અપરિમા (પુ.) (પરિભોગનો અભાવ, વસ્ત્ર-અલંકારાદિ જે વારંવાર ભોગવાય તેવી પરિભોગની સામગ્રીનો અભાવ) અપરિમા - અપરિમા (ત્રિ.). (ક્ષેત્રથી કે કાળથી પરિમાણ વગરનું, ક્ષેત્ર અને કાળના પ્રમાણથી રહિત) આ સંસારમાં જેમ જીવો અનંત છે તેમ તે જીવોના પરિણામો-અધ્યવસાયો પણ અનંત છે. આત્માના આ અધ્યવસાયો પરિવર્તનશીલ હોવાથી તે દ્રવ્ય કે ક્ષેત્રથી માપી શકાય તેવા હોતા નથી. આ અપરિમિત પરિણામોને જીવ જ્યારે પરિમિત કરે છે ત્યારે તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે છે. अपरिमिय - अपरिमित (त्रि.) (પરિમાણ વગરનું, માપરહિત, અત્યન્ત વિશાળ, મોટું) अपरिमियपरिग्गह - अपरिमितपरिग्रह (पु.) (પરિમાણ રહિતપરિગ્રહ, અનાપસનાપ પરિગ્રહ, મોટો પરિગ્રહ) ઉપાસકદશાંગસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવના આનંદ, શતક, મહાશતકાદિ દસ શ્રાવકોનું વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણવવામાં આવેલું છે. આ દશેય શ્રાવકો ધર્મ પ્રાપ્ત કર્યા પૂર્વે અપિરમિત પરિગ્રહવાળા હતા. તેઓ દોમ દોમ સાહ્યબીમાં જીવી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓએ વીર પ્રભુની દેશના સાંભળી ત્યારે તેઓનો આત્મા જાગી ઊઠ્યો અને સંસારમાં બાંધી રાખનાર અપરિમિત પરિગ્રહને ત્યાગી પરિમિત પરિગ્રહી બની ગયા. મળેલ સંપત્તિ આદિ પરિગ્રહને નાથવો દુ:શક્ય છે. પિયત્ન -- અપતિવન (ત્રિ.) (અપરિમિત બલ છે જેનું તે, અત્યંત બલવાન) શાસ્ત્રમાં ચક્રવર્તીના બળનો સામાન્ય ખ્યાલ એક ઉદાહરણ દ્વારા આપેલો છે. તેમાં કહેલ છે કે ચક્રવર્તી કૂવાના કાંઠે બેસીને એક હાથે સ્નાન કરતો હોય અને સામેના છેડે પોતાની આખી સેના રહેલી હોય, તો તેને બીજા હાથ વડે દોરડાથી પકડીને એક જ ઝાટકા સાથે ખેંસીને પરાસ્ત કરી શકે છે. આવડું અમાપ બળ તેના કાંડામાં હોય છે.