________________ આવ્યે પોતાના ઉપકારીને ત્યજી દે છે. અનોવેT - પ્રાપ્ત થવાના (સ્ત્રી.) (યૌવનને પ્રાપ્ત ન થયેલી સ્ત્રી, કુમારિકા, બાળા) સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના બીજા ઉદ્દેશામાં આવે છે કે, જે બાર વરસથી નીચેની હોય તેવી સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. તેને બાળા અથવા કમારિકા કહેવાય છે. વળી તેને જ અપ્રાપ્તયૌવના કહે છે. જ્યારે ઋતુમતી થાય ત્યારે તે ગર્ભને ધારણ કરવા યોગ્ય બને છે. એવી સ્ત્રી યૌવનાવસ્થામાં પ્રવેશ પામતી હોય છે. પપૂમિr () - મureભૂમિ (કું.) (જેણે ભૂમિકાને પ્રાપ્ત નથી કરી તે, અપ્રાપ્ય ભૂમિવાળો, દૂર રહ્યો હોઈ ઇષ્ટસ્થાને ન પહોંચેલો) અપવિતા - અપ્રાણવિષય (ત્રિ.). (અપ્રાપ્ય છે ગ્રાહ્ય વસ્તરૂપ વિષય જેને તે-મન લોચન, અપ્રાયકારી ઇન્દ્રિય). આપણી ઇન્દ્રિયો પોતપોતાના ગ્રાહ્ય વિષય વસ્તુને ફરસે છે પછી તેનું વેદન કરે છે. તેમાં મન અને ચક્ષુ પોતાના ગ્રાહ્ય વિષયને સ્પર્શતા નથી છતાં તે પોતાના વિષયને દૂરથી જોઈને કે ચિન્તન કરીને જે તે વિષયને રહે છે. માટે તેને અપ્રાપ્તવિષય કહેવાય છે. અપત્તિય - ૩પત્રિ (ત્રિ.) (જેને કંઈ આધાર નથી તે, આધાર વગરનો) જેને સંસારમાં કોઈકનો આધાર છે. હંફ છે. તેને વિશ્વાસ છે કે તેના આધારે બધું સમુ-સુતરું થઈ રહેશે તેમ માની પ્રમાદમાં જીવન ખર્ચી નાખે છે. બાકી જેઓને અંતરાત્મામાં લાગી ગયું છે કે, અહીં કોઈને કોઈનો આધાર નથી. સૌ કોઈ જીવો કર્યાધીન વર્તે છે. માટે ભરોસો માત્ર પ્રભુ પર જ કરી શકાય તેમ છે, એવા લોકો જ અપ્રમાદી થઈ જીવનનિર્માણ કરી શકે છે. પ્રતિવા (સ્ત્રી.) (પ્રીતિ વગરની, પ્રેમરહિત) કો’ક કવિએ લખ્યું છે કે, “પ્રીત કિયે દુઃખ હોયનિહિતાર્થ છે કે, સંસારમાં ક્યાંય પણ પ્રીત કરી તો પછી દુઃખ નોંતરવાની જરૂરત રહેતી નથી. એ તો સ્વાભાવિકપણે આવી જ જશે. માટે પ્રીત વગરની સંસારની રીત પર પ્રેમરહિત બની પ્રભુમાં પ્રીત રાખજો. મલ્થિ - મપથ્થ (.). (અપથ્ય, શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ ભોજન-પાણી) જેમ પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ ન હોય તેવો આહાર વગેરે લઈ લીધા હોય તો શરીર તરત જ રિએક્શન આપે છે. તેમ ક્રોધાદિ કષાયોને આત્મા માટે પ્રભુએ અપથ્ય રૂપ કહ્યા છે. તેનું જો ભુલે ચુકે સેવન થઈ જાય તો પણ આત્મા તુરંત સંતપ્ત થઈ જાય છે. રક્તવાહિની નસો ફૂલવા માંડે છે. પ્રેશર વધવા લાગે છે. જ્ઞાનીઓ કહે છે કે કુદ્ધ જીવ ભારોભાર કર્મોનો બોજ પોતાના પર લઈ લે છે. માટે બાહ્ય આવ્યેતર બન્ને પ્રકારથી અપથ્ય વર્જનીય માની સો યોજન છેટા રહેવામાં જ હિત સમજજો. અપ (5) સ્થUT - પ્રાર્થના (1) (ઇચ્છા ન કરવી તે, પ્રાર્થનાનો અભાવ, અભિલાષ ન સેવવો તે) ઘણા ભોળા ભક્તો વિચારે છે કે, મારો મોક્ષ હજુ સુધી નથી થયો. કોણ જાણે ક્યારે થશે. ભગવાન કહે છે કે, હે જીવ! તું એક વાર પણ સાચા હૃદયથી ઇચ્છા તો કરી જો, પછી જેજે કે તારો મોક્ષ વેંત પગલામાં થાય છે કે નહીં. ત્રટી છે માત્ર પ્રાર્થનાના અભાવની. તેના ખરા અભિલાષની. મg () સ્થિર - મwifથર (ત્રિ.) (વણમાગેલું, અનિચ્છિત, અપ્રાર્થિત આવી પડેલું) શાસ્ત્રકારો કહે છે કે, પ્રાજ્ઞ મનુષ્યને જો અભિલષણીય છે તો એક માત્ર મોક્ષ. બીજું કશું માગવા જેવું કે મેળવવા લાયક કે ઇચ્છવા જેવું પણ નથી. અરે ! મોક્ષની આરાધના કરતા કરતા વચ્ચે ભોગસુખો તો વિપુલ ધાન્ય માટે વાવણી કરતા ખેડુતને મળતા ઘાસની જેમ આપમેળે વણમાગેલા મળી જ આવશે. તેના માટે મહામૂલ્યવાન પ્રાર્થનાઓને મેલી કરવાની જરૂરત જ ક્યાં છે. 439