SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રતિહબળ એટલે જેનું બળ કોઈનાથી હણાય નહીં કે કોઈ તેના બળને જીતી ન શકે તે અપ્રતિહબલી કહેવાય છે. એટલે કે પૂર્વમાં કરેલી સેવા-સુશ્રુષા વેરાવાદિ અપ્રતિમગુણોથી સહજ સામર્થ્ય પામેલા મહાપુરુષો બાહુબલિજી મહારાજની જેમ મોહરાજાને પરાસ્ત કરવામાં સમર્થ બને છે. अप (प्प) डिहयवरणाणदंसणधर - अप्रतिहतवरज्ञानदर्शनधर (पुं.) (અખ્ખલિત-અપ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, કેવળજ્ઞાન-દર્શનવાળા જિનેશ્વર દેવ) અપ્રતિહત એટલે કટ-કુડ્યાદિથી પણ અસ્મલિત અને અવિસંવાદિ એવા ક્ષાવિકભાવે ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અથત વિશેષ તેમજ સામાન્ય અવબોધાત્મક કેવળજ્ઞાન કેવળદર્શનને જે ધારણ કરે છે તે અપ્રતિકતવરજ્ઞાનદર્શનધર કહેવાય છે. એમ ભગવતીજી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદેશામાં ફરમાવેલું છે. મા (5) દિદાસUT - અતિતસન (fa.). (જેની આજ્ઞા અખંડિતપણે પાળવામાં આવે તે) ભગવાન મહાવીરદેવના શાસનમાં થયેલા શણગારરૂપ અણગારો જેવા કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, અનાથી મુનિ, ધન્ના-શાલિભદ્રજી આદિ મહામુનિવરો ઉત્કૃષ્ટ પુણ્યશાળી આત્માઓ હતા. તેમની આજ્ઞા અખંડિતપણે પાળવામાં આવતી હતી. છતાંય સંસારના સાચા સ્વરૂપને ઓળખીને પ્રવ્રજિત થઈ આત્મકલ્યાણ સાધી ગયા. ધન્ય છે એ મહામુનિવરોની કરણીને. મg (M) fસહાય - પ્રતિહાર(ઈ.) (તેના માલિકને પાછા ન આપવા યોગ્ય શા-સંસ્મારકાદિ) અપ () હીલ્સાર - પ્રતીભાર (ત્રિ.) (જનો પ્રતિકાર-ઈલાજ ન હોય તે, રક્ષણના ઉપાય વગરનો 2. સૂતિકમદિ રહિત) ઘણા લોકો રાજનેતાઓની જેમ પોતાની સિક્યોરિટી માટે ઝેડ પ્લસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવતા હોય છે. અરે! ભોજન પણ લેબોરેટરી ટેસ્ટેડ જ લેતા હોય છે. પરંતુ જયારે કાળ આવી પહોંચે છે ત્યારે કોઈ સિક્યોરિટી કે રક્ષણનો ઉપાય કામ લાગતો નથી. જન્મ લેનારનું મૃત્યુ અવયંભાવી છે. તેનો પ્રતિકાર અસંભવ છે. પરંતુ સર્વ કર્મક્ષયથી સંભવ પણ છે. ગg (ખ) હુuપUT - પ્રત્યુત્પન્ન (નિ.). (વર્તમાન નથી તે, અવિદ્યમાન 2. પ્રતિપત્તિ કરવામાં અકુશળ) ઘણા ખરા લોકો ખોટેખોટા દુઃખી થયા કરતા હોય છે. ખરેખર દુઃખી થવાનું કોઈ જ કારણ નથી, છતાંય દુઃખ-દર્દ અનુભવતા રહે છે. જે વર્તમાનમાં નથી તેવા દુઃખની, રોગની કે ભયની તેઓ મનથી કલ્પના કરી લેતા હોય છે. પછી તો દુઃખી જ થવાય ને. મપમ - ગપ્રથમ (a.). (પ્રથમતા જેમાં નથી તે, શરૂઆત વગરનું, અનાદિ) કો'ક દિ ધર્મની વાતો સાંભળતા સાંભળતા જીવને મનમાં વિચાર આવે કે, આ સંસારની શરૂઆત ક્યારથી થઈ હશે ? વળી, પહેલા પુરુષ જભ્યો હશે કે પહેલા સ્ત્રી? આવા તો અનેક સવાલો પેદા થતા હોય છે. આના જવાબમાં સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, ત્રણે જગતના તમામ ભાવો અનાદિના છે. જેની કોઈ પ્રથમતા યાને શરૂઆત નથી. અનાદિ કાળથી એમ જ ચાલતું આવે છે. अपढमखगइ - अप्रथमखगति (स्त्री.) (અપ્રથમ- બીજા ક્રમની-અપ્રશસ્ત યાને અશુભ વિહાયોગતિ ચાલ) નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ 103 છે. તેમાં શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. તેની અંતર્ગત શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ આવે છે. શુભ યાને પ્રશસ્ત ચાલ અને અશુભ એટલે અપ્રશસ્ત ચાલ. શુભ વિહાયોગતિ પુણ્યપ્રકૃતિમાં ગણાય છે. अपढमसमय - अप्रथमसमय (पुं.) (પ્રથમ સમય નહીં તે, બીજો ત્રીજો સમય વગેરે) - અહીં જે સમયની વાત કરી છે તે જૈનશાસન માન્ય સમયની સમજવી. અર્થાત્ જૈનધર્મમાં કાળના અવિભાજય અંશને સમય કહ્યો છે. જે સમયના કેવળી ભગવંતના જ્ઞાનથી પણ બે ભાગ ન કરી શકાય તેવો સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળાં. તે સમય સમજવાનો છે. 437
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy