SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પવિથ - પ્રસ્થાપિત (ત્રિ.) (પ્રસ્થાપન નહીં કરાયેલું, સારી રીતે નહીં સ્થાપેલું) મા (5) ડિલ - તિવર્ષ (2). (જેમાં શરીરની ચેષ્ટા જેવી કે હલનચલન આદિ ન થાય તેવા પાદપોપગમન નામના અનશનનો એક પ્રકાર) આચારાંગસૂત્રમાં સાધુ ભગવંતે મરણ સમયે કરવાના સંથારાના પ્રકારો વર્ણવ્યા છે. તેમાં પાદપોપગમન સંથારાની વાત કરેલી છે. આ અનશન સ્વીકારનારે શરીરનું હલનચલન કે અન્ય કોઈપણ પ્રકારની શરીરની ચેષ્ટા કરવાની હોતી નથી. માત્ર આત્મધ્યાનમાં મગ્ન બનીને પોતાને સમાધિમરણ પ્રાપ્ત કેમ થાય તેવી અનિત્યાદિ ભાવનાઓમાં રમણતા કરવા કહેલું છે. () ડિáત - પ્રતિઋાન્ત (ત્રિ.) (દોષ કે અતિચારથી નિવૃત્ત ન થયેલું, વ્રત નિયમોમાં લાગેલા અતિચારની શુદ્ધિ ન કરેલું) ઔપપાકિસૂત્રમાં જણાવ્યું છે કે, મોક્ષમાર્ગના આરાધકે પોતાના જીવનમાં થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી સાધનામાં આગળ વધવું જોઈએ. લીધેલા વ્રત કે પચ્ચકખાણમાં જાણતા કે અજાણતા કોઈપણ પ્રકારનો દોષ સેવાઈ ગયો હોય તેની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. જો ન કરે તો એ જીવની સઘળી આરાધના અલ્પલાભ અને મોટા ગેરલાભને આપનારી થાય છે. મા (5) - મતિ (ત્રિ.) (પરચક્રથી અસમાન, પરચક્ર-સૈન્ય જેની બરાબરી ન કરી શકે તેવું, અતુલ્ય) પરમાત્મા મહાવીરનું શાસન આપણને જન્મથી મળી ગયું છે તેથી આપણે તેનું મૂલ્ય કદાચ ન સમજી શકીએ તે બનવા જોગ છે. પરંતુ, આ શાસનની ત્રણે જગતમાં વર્તતા અન્યદર્શનો હોડ કરી ન શકે તેવું અપ્રતિચક્ર છે એમ તેની ખાતરી કરતા જણાઈ આવે મuffછો (સેઝ-ત્રિ.) (મૂર્ખ, જડમતિ, અલ્પબુદ્ધિ) હે ભવ્યો! જો તમારે ભગવાન મહાવીરનું અપ્રતિમ શાસન યથાતથ્ય સ્વરૂપે પામવું હોય તો જડતાને તિલાંજલિ આપી તીક્ષ્ણ બુદ્ધિ વડે તેને પામવાની સાધના કરો. કારણ કે, સ્યાદ્વાદના સાગરમાં અલ્પમતિ જીવો ગોથા ખાઈને અંતે કુબુદ્ધિની કુટીનાવમાં બેસી જાય છે. જે તેને ભવસાગરમાં ડુબાડી જ દે છે. અપ () ફિud - પ્રતિજ્ઞ (ત્રિ.) (અસતુના સમર્થનની પ્રતિજ્ઞાથી રહિત 2. રાગ-દ્વેષરહિત 3. કોઈનું પણ બૂરું કરવાના નિશ્ચયથી રહિત 4, ફળની ઇચ્છાથી નિયાણું ન કરનાર). સૂત્રકતાંગસૂત્રમાં અને આચારાંગસૂત્રમાં મુનિને ઉદેશીને કહેલું છે કે, સાધુ કોઈપણ પ્રકારના નિયાણાથી રહિત આત્મશુદ્ધિ અર્થે જ તપ કરે. ઇહલોક કે પરલોક સંબંધી ઋદ્ધિની કામનાથી કે કષાયવશ કોઈનું અનિષ્ટ કરવાની ભાવનાથી કરાતો તપ અશુદ્ધ ગણાવીને સ્વયંના માટે જ અહિતકારી જણાવ્યો છે. પવિપુ0 - પ્રતિપૂuf (a.) (ગુણહીન, તુચ્છ, અધૂરું) ઇહલૌકિક કે પારલૌકિક અપાર ઋદ્ધિ-સિદ્ધિ વૈભવની પ્રાપ્તિ ગુણાઢ્ય જીવને જ થતી હોય છે. ગુણહીન વ્યક્તિ ન તો વર્તમાનમાં સુખ સંપત્તિ પામે છે કે ન પરલોકમાં કોઇ અનુપમ પ્રાપ્ત કરી શકે છે. સર્વ સંપત્તિઓ, સર્વ સમૃદ્ધિઓ ગુણને આશ્રયીને જ રહે છે. अपडिपोग्गल - अप्रतिपुद्गल (न.) (દરિદ્ર, નિર્ધન) જેઓ આ સંસારમાં ભિખારી બને છે. ઘણો પુરુષાર્થ કરવા છતાંય જીવનપર્યંત દરિદ્રનારાયણ રહે છે. એ સ્થિતિ માટે એ જ કારણ છે કે તેઓએ પૂર્વે પ્રાપ્ત સંજોગોમાં પણ ધર્મનું આસેવન નથી કર્યું. દાન શીલ તપ કે ભાવ રૂપ રસાયણનું સેવન નથી કર્યું તે ધ્રુવપણે જાણવું જોઈએ. 433
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy