SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ અધિપતિ પોતાની ફરજરૂપે પ્રજાનું અત્યંત પાલન પોષણ કરે છે તેમ માતા-પિતા વગેરે વડીલો પણ પોતાના આશ્રિતજનોનું પાલન પોષણ અને રક્ષણ કરે છે. શાસ્ત્રકારોએ તીર્થંકર પ્રભુને મહાગોપનું બિરુદ આપ્યું છે તે જીવોના રક્ષણહાર હોઈ આ જ અર્થમાં આપેલું છે. અહિં - થીમહિ(મ.) (સીને વશ આત્મા, સ્ત્રીને વિશે રહેલું) अधीरपुरिस - अधीरपुरुष (पुं.) (અધીર પુરુષ, અબુદ્ધિમાન, મંદબુદ્ધિ પુરુષ, સાહસવૃત્તિરહિત પુરુષ, હિમ્મત વગરનો માણસ) ધન કમાવા નીકળેલો પુરુષ જો અધીર હોય, સાહસવૃત્તિવાળો ન હોય અને હિમ્મત વગરનો હોય તો તે પોતાને ક્યારેય કરોડપતિ બનાવી શકતો નથી, તેમ મોક્ષમાર્ગની સાધના કરનાર જીવ જો શક્તિ-સામર્થ્યરહિત હોય, અધીર હોય તો ઇષ્ટસિદ્ધિને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. માટે જ ધૈર્ય, ખંત, બુદ્ધિ વગેરે ગુણો સાધકમાં હોવા જોઈએ તેમ જણાવાયું છે. મધુવ - અથુવ (કું.) (ભવિષ્યમાં કદાચિત વ્યવચ્છેદ-નાશ પામે તેવો ભવ્ય જીવ સંબંધી જે કર્મબંધ તે અવબંધ) અ () w - વર્નન () (અધોગતિનું કારણભૂત કમ) પિંડનિર્યુક્તિમાં અધ:કર્મની વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાં આધાકર્મી આહારને અધ:કર્મ કહેલો છે. આધાકર્મી આહાર કરનાર સાધુની અધોગતિ કહેલી છે. તેનું કારણ હિંસાદિ આશ્રવમાં પ્રવૃત્તિ થાય તે છે. ઉક્ત ગ્રંથમાં અધઃકર્મની ચતુર્ભગી દર્શાવી છે તે આ પ્રમાણે 1. નામ અધઃકર્મ 2. સ્થાપના અધઃકર્મ 3. દ્રવ્યાધ કર્મ અને 4, ભાવાધાકર્મ. અઘો (4) હિ- અયો (પુ.) (પરમાવધિથી ઊતરતા ક્રમવાળા અવધિજ્ઞાનવાળો જીવો સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનમાં જણાવ્યું છે કે, પરમાવધિજ્ઞાનથી ઊતરતા ક્રમવાળું જે અધોવર્તિ અવધિજ્ઞાન છે તેનાથી યુક્ત જીવને અધોવધિ કહે છે. આ અવધિજ્ઞાનવાળો જીવ જ્ઞાન વડે પોતે અધોલોકના ભાવોને યથાતથ્ય સ્વરૂપે જાણે છે. ૩મનાર - મત્તા (). (વ્યવધાન) નાન્યતર જાતિમાં ગણેલા “અંતર’ શબ્દના શબ્દકોશોમાં અવકાશ, અવધિ, પહેરવાનું વસ્ત્ર, અદૃશ્ય થવું, ભેદ, પરસ્પર વિલક્ષણતારૂપ વિશેષ અંતર-તફાવત, છિદ્ર, પોતાનું, સિવાય, સમાન, નિકટ, આત્મા, અંતરાલ વગેરે અઢાર અર્થે કરેલા પ્રાપ્ત થાય છે. અત્રી (પ.-ત્રી.) - અa (7) (આંતરડું) મનુષ્યના શરીરમાં બે આંતરડાઓ રહેલા છે. એક નાનું આતરડું અને બીજું મોટું આંતરડું. આ બન્નેના કાર્યો ભિન્ન ભિન્ન છે. નાનું શરીરમાં રહેલા અન્નરસને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં શોષાવવાનું કાર્ય કરે છે. જ્યારે મોટું આંતરડું શેષ રસને પચાવી કચરાનો નિકાલ લાવે છે. મારૂ - કચાશ (કિ.) (બીજાના જેવું, અન્ય પ્રકારનું) સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયના ચોથાપાદના ચારસો તેરમા સૂત્રથી “અન્યાદશ' શબ્દનો “અન્નાઇસ' એવો આદેશ થાય છે. જે બીજાના જેવું હોય અથવા જે વસ્તુ અન્ય વસ્તુને મળતી આવે તેની સરખામણી કરવામાં ‘આ બીજાના જેવું છે તેમ કહેવાય છે. અપ - અમ્ (રુ.) (પાણી, જળ) 48
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy