________________ દિવસ કર્મવિજેતા બને છે. પણ જે ઉપસર્ગો વગેરેથી ડરીને જિનમાર્ગમાંથી નીકળી જાય છે તે કર્મના ચક્રવ્યુહમાંથી બહાર આવી શકતો નથી. अद्धाणपडिवन्न - अध्वप्रतिपन्न (त्रि.) (માર્ગને પામેલો, રસ્તે પડેલો) પરમાત્મા મહાવીરના સત્યાવીસ ભવોમાંનો પ્રથમ ભવ નયસારનો આવે છે. નયસારના ભવમાં તેઓ જંગલમાં નોકરો સાથે લાકડા લેવા ગયા ત્યાં તેઓને માર્ગભ્રષ્ટ શ્રમણો મળ્યા. તેઓએ ભદ્રિકપણે સાધુઓને ભિક્ષાદાન કરીને સાચા માર્ગે ચઢાવ્યા, પરંતુ શ્રમણોએ તેમને જિનધર્મોપદેશ આપીને સાચા શ્રાવક બનાવ્યા હતા. આમ નયસારે સાધુને દ્રવ્યમાર્ગ પમાડ્યો અને શ્રમણોએ તેમને સમકિત પમાડીને ભાવમાર્ગ પ્રાપ્ત કરાવ્યો. अद्घाणवायणा - अध्ववाचना (स्त्री.) (માર્ગમાં વાચના આપવી તે, સૂત્રાર્થ પ્રદાન કરવા તે) अद्धाणसीसय - अध्वशीर्षक (न.) (માર્ગનો અંત, અટવી આદિનો પ્રવેશરૂપ અંતભાગ, જ્યાંથી આગળ જવા સમુદાયના બધા ભેગા થયા હોય તે સ્થાન) વિહારમાં રહેલા સાધુને એકલા અટવીમાંથી પસાર થવાનો સમય આવે અને તે જંગલના અંત ભાગને પામવું હોય તો તેમણે તે રસ્તેથી પસાર થતા સમુદાય સાથે કે પછી કોઇ સાર્થવાહ સાથે રહીને જંગલમાર્ગે વિહાર કરવો જોઇએ. જેથી નિર્ભયપણે તેઓ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકે. દ્વાાિય - માધ્વનિજ (ત્રિ.). (પથિક, મુસાફરી ટ્રેનમાં કે બસમાં ટિકીટ લઇને બેસનાર મુસાફરને ખબર છે કે, આ ટ્રેનમાં મારે કાયમ બેસી રહેવાનું નથી. મારું સ્ટેશન આવશે એટલે ઉતરી જવું પડશે. માટે તેને તે વાહન પ્રત્યે મમત્વ નથી હોતું. તેમ જીવ આ ભવમાં મનુષ્યભવની ટિકીટ લઇને આવેલો છે. જેમ તે આવ્યો છે તેમ તેને જતા પણ રહેવાનું છે. આ હકીકત તે જાણે છે. છતાં પણ કોણ જાણે કેમ તે વર્તન તો એવું કરે છે કે, જાણે તેને અહીંથી ક્યારેય જવાનું નથી. આ સંસારમાં વર્તતો પ્રત્યેક જીવ મુસાફર છે માલિક નહિ. अद्धापच्चक्खाण - अद्धाप्रत्याख्यान (न.) (કાળને આશ્રયીને કરવામાં આવતું પચ્ચખ્ખાણ, સમયની મર્યાદા બાંધી કરવામાં આવતું પચ્ચખાણ) અદ્ધા શબ્દનો અર્થ થાય છે કાળ, પોરિસી, સાઢપોરિસી મુહૂર્ત વગેરે કાળનું જેમાં પ્રમાણ થાય તે કાળ કહેવાય, તે-તે કાળના પરિમાણથી જણાતું જે પચ્ચખાણ તે અદ્ધાપચ્ચખ્ખાણ કહેવામાં આવે છે. સંક્ષેપમાં કહીએ તો કાળને આશ્રયીને જે નવકારશી. આદિ પચ્ચખાણ કરવામાં આવે તે અદ્ધાપચ્ચખ્ખાણ જાણવું. अद्धापज्जाय - अद्धापर्याय (पुं.) (કાળનો પર્યાય). કાળ એક એવું દ્રવ્ય છે કે નવાને જૂનું, જૂનાને નવું, બાબને યુવાન, યુવાનને વૃદ્ધ કરે છે. તેનું આ ચક્ર નિરંતર ચાલ્યા કરતું હોય છે. પુદ્ગલાદિમાં જે પૂરણ-ગલનાદિની પ્રક્રિયા થાય છે તેને કાળનો પર્યાય કહેવામાં આવે છે. अद्धापरिवित्ति - अद्धापरिवृत्ति (स्त्री.) (કાળનું પરાવર્તન) છદ્રવ્યોમાં કાળને અસ્તિકાય કહેવામાં નથી આવતો. કેમ કે કાળના કોઈ સ્કંધ, દેશ, પ્રદેશાદિ હોતા નથી. કાળદ્રવ્ય અનાદિકાળથી એકસમાન રીતે ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી સમાન રીતે ચાલતો રહેશે. કાળના જે ભૂત, ભવિષ્ય, વર્તમાન ભેદ પાડવામાં આવેલા છે તે પુદગલને આશ્રયીને પાડવામાં આવેલ છે. આમ સમયે સમયે વર્તમાન ભૂતકાળ થતો જાય છે અને નવો ભવિષ્ય વર્તમાન થતો જાય છે. કાળનું પરાવર્તન સદંતર ચાલ્યા કરે છે. 420