SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાન - કમાન (2) (નહીં દેખાતો, ચર્મચક્ષુથી નહીં દેખાતું, ઉપલબ્ધ ન થતું) 1 -- વન (જિ.) (શોકના અભાવે દીનતાભાવરહિત, પ્રસન્નચિત્ત સ્વભાવી) આપણા જૈન સમાજમાં પૂજા પૂજનો તો ઘણા બધા થાય છે. લોકો હોંશે હોંશે પૂજન કરાવતા હોય છે. પરંતુ મોટા ભાગે ગતાનુગતિક રીતે થાય છે. પૂજન કરાવનારને પૂજનનું શું ફળે છે તેનીય ખબર હોતી નથી. આનંદઘનજી મહારાજે આદિનાથ પ્રભુના સ્તવનમાં પૂજાના ફળનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે “ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું પૂજન કરાવતા જો તમારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે તો સમજવું કે તમે કરાવેલું પૂજન સફળ છે. अदीणचित्त - अदीनचित्त (त्रि.) (જેના ચિત્તમાં દીનતા નથી તે, શોકરહિત ચિત્ત છે જેનું તે) કંડરિકમુનિ ઉત્તમકક્ષાનું ચારિત્રજીવન પ્રાપ્ત કરવા છતાં પણ હારી ગયા. કેમ કે ચારિત્રજીવનના કષ્ટો, પરિષહોના કારણે તેમના ચિત્તમાં દીનતા આવી ગઈ હતી અને તેઓને સંયમજીવન ભારરૂપ લાગવા માંડ્યું હતું. જ્યારે બીજી તરફ માથા પર ધગધગતા અંગારા બળતા હોવા છતાં પણ ગજસુકુમાલમુનિએ મોક્ષને પ્રાપ્ત કરી લીધો. કેમ કે તેઓ સારી રીતે સમજી ગયા હતા કે મોક્ષ પ્રાપ્ત. કરવો હશે તો કષ્ટોને તો સહન કરવા જ પડશે તેમના માટે કષ્ટસાધ્ય શ્રમણજીવન મોક્ષની સીડી હતી. अदीणमणस - अदीनमनस् (त्रि.) (જેના ચિત્તમાં દીનતા નથી તે, ઉદાર ચિત્તવાળો, મોટા મનવાળો, પ્રસન્નચિત્તવાળો) अदीणया - अदीनता (स्त्री.) (દીનતાનો અભાવ, વિકલતારહિત, અદીન એવું ભિક્ષુલિંગ) अदीणवित्ति - अदीनवृत्ति (त्रि.) (જમની પ્રવૃત્તિમાં દીનતાનો અભાવ છે તે, આહારાદિના અલાભમાં પણ શુદ્ધવૃત્તિવાળો). ઢંઢણત્રઋષિએ જે દિવસથી પ્રવ્રજયા લીધી તે દિવસથી તેમનું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. તેઓ જ્યાં પણ ભિક્ષા લેવા જાય ત્યાં તેમને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત જ નહોતી થતી. પ્રભુ નેમિનાથે ઢઢણમુનિને કહ્યું, ઋષિવર, તમારું અંતરાયકર્મ ઉદયમાં હોવાથી ભિક્ષા નથી મળતી. આથી તેઓએ નિયમ લીધો કે જે દિવસે સ્વલબ્ધિથી ભિક્ષા મળશે ત્યારે જ આહાર વાપરીશ. તેઓ નિત્ય ભિક્ષા લેવા જતા પણ સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી. છતાં પણ તેમના ચિત્તની પ્રસન્નતા દિવસે ને દિવસે વધતી જતી હતી. ભિક્ષાની અપ્રાપ્તિએ તેમના મનમાં જરાપણ દીનતા આવવા દીધી નહોતી. અંતે અશુદ્ધ ભિક્ષા પરઠવતા કેવળજ્ઞાન પામ્યા. अदीणसत्तु - अदीनशत्रु (पुं.) (હસ્તિનાપુરનો તે નામનો રાજા) કડુ - અથ ( વ્ય.) (આથી 2. પશ્ચાતુ, પછી, અનન્તર) મહુવરવાયા - મહુવનતા (સ્ત્રી) (દુઃખી ન થવું તે, દુઃખ ન વેદવું તે, દુઃખોત્પાદક માનસિક અશાતાની ઉદીરણા ન હોવી તે) ધર્મસંગ્રહમાં અવનતિ ની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, “ટુ ત્યારે માનસિડાતાનુવીર' અર્થાત્ દુઃખને ઉત્પન્ન કરનાર સામગ્રી પ્રાપ્ત થયે છતે જે માનસિક અશાતાની ઉદીરણા થવા ન દે તે અદુઃખનતા છે. રૂછિય - મrfસંત (ત્રિ.). (અનિંદ્ય, અગહિત, સામાયિક) સાધુ-સાધ્વીઓ આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. જેટલી ગંભીરતાથી આપણે આપણી સંપત્તિને જાળવીએ છીએ તેટલી ગંભીરતાથી સાધુ-સાધ્વીની રક્ષા નથી કરતા. તેમના આચારો સહજ રીતે પળાય તે રીતનું વાતાવરણ ઊભું કરવું તે આપણી 408
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy