________________ જે જીવ મિથ્યાત્વમાં વર્તી રહ્યો હોય તેને પ્રવજ્યા આપવાનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. કેમ કે મિથ્યાત્વથી આવર્જિત જીવ અશ્રદ્ધાથી યત્ર તત્ર જીવહિંસા કરતો રહેશે, શાસનની હીલના થાય તેવી પ્રવૃત્તિ કર્યા કરશે અને આમ કરતાં તે માત્ર એકાંતે ભવોપગાહી કર્મોનો બંધ કરતો રહે છે. આથી સર્વપ્રથમ તેને સમ્યક્તની પ્રાપ્તિ કરાવવી ઉચિત છે. ત્યારબાદ જ તેને દીક્ષિત કરવો વધુ યોગ્ય છે. મરવવુ - મg (ત્રિ.) (અવગ્દર્શનવાળો, ટૂંકી દૃષ્ટિવાળો) જે શાસ્ત્રોના રહસ્યોને જાણે છે, જેને દરેક પદાર્થોના ભાવો અને ઐદંપર્ધાર્થનું જ્ઞાન છે અને જે પંડિતની કક્ષામાં આવે છે તેવા જીવને ક્યારેય પણ મારું-તારું, હું સાચો, તું ખોટો વગેરે વિવાદો હોતા જ નથી. તેઓ તો માત્ર સત્યનું પ્રતિપાદન જ કરતાં હોય છે. ક્યારેય પણ કોઇનું ખંડન કરતાં નથી. પરંતુ જે ઉક્તલક્ષણોથી રહિત છે. જેની દષ્ટિ ટુંકી છે તેવા જીવો જ સાચા-ખોટા માટે કાયમ લડ્યા કરતાં હોય છે. તેમનું આખું જીવન સાચા-ખોટા કરવામાં જ પસાર થઈ જાય છે. *મક્ષ (કિ.) (નિપુણતારહિત, ચાતુર્ય વગરનો, મૂર્ખ) નસીબ જોર કરતું હોય, લક્ષ્મીદેવી સ્વયં ચાંલ્લો કરવા આવ્યા હોય અને તે સમયે મોઢું ધોવા જાય તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તો પછી પુણ્યનો ઉદય હોય, જિનશાસનની પ્રાપ્તિ થઈ હોય, સુદેવ અને સુગુરુનો સંજોગ સાંપડ્યો હોય તે સમયે આપણે તેમને છોડીને માત્ર ભોગસુખ ભોગવવામાં સમય બગાડીએ તો તેમાં આપણી કેટલી બુદ્ધિમત્તા છે? *૩પર૧ (.) (અંધ, દૃષ્ટિરહિત) સામાન્યથી જેને આંખો ન હોય, જે બાહ્યદશ્યો જોઈ ના શકે તેને અંધ કહેવાય છે. પરંતુ તાત્ત્વિકદષ્ટિએ જેઓ ધનની પાછળ આસક્ત છે, જેઓ કામમાં આસક્ત છે, જેઓ ભોગસુખમાં આસક્ત છે તેવા ધનાધ. કામાંધ અને ભોગાંધો પણ અંધ આવે છે. તેઓ પાસે આંખો હોવા છતાં પણ તેમને બીજું કાંઈ જ દેખાતું નથી, માટે તેઓ ખરા અર્થમાં અંધ જ છે. अदक्खुदंसण - अदक्षदर्शन (त्रि.) (અન્યદર્શની, અસર્વજ્ઞોક્ત ધર્મનો અનુયાયી) જે વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાયોને જાણતા હોય, જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળનું જ્ઞાન એક સાથે થતું હોય, જેમનાથી કોઇ જ વસ્તુ અજાણ ન હોય તેવા પુરુષે કહેલો ધર્મ સર્વજ્ઞોક્ત ધર્મ છે. પરંતુ જેઓની પ્રજ્ઞા અલ્પ છે, જેમના સ્વરચિત શાસ્ત્રોમાં પોતાની જ વાતોનો વિરોધ આવે છે તેવા ધર્મસ્થાપકોનો ધર્મ સર્વજ્ઞોક્ત ધર્મ કેવી રીતે બની શકે? અને તે ધર્મના અનુયાયી પણ સ્વયં સર્વજ્ઞ કેવી રીતે બની શકે ? એ એક વિચારણીય સવાલ છે. સમરન (કિ.). (અન્યદર્શની, અસર્વજ્ઞોક્તધર્મના અનુયાયી) *મપથદર્શન (ત્રિ.) (અસર્વજ્ઞનું સ્વીકારેલું છે દર્શન જેણે તે, મિથ્યાદર્શની) अदक्खुव - अपश्यवत् (त्रि.) (અંધની તુલ્ય, અંધ જેવો કાર્યકાર્યનો અનભિજ્ઞ). અસર્વજ્ઞના ધર્મને સ્વીકારેલા જીવને અંધતુલ્ય કહેલો છે. જેમ આંખેથી અંધ વ્યક્તિ યોગ્યાયોગ્ય સ્થાનનો નિર્ણય કરી શકતો નથી, તેવી રીતે કદાગ્રહમાં બંધાયેલો મિથ્યાત્વી સદઅસદ્, હેય-ઉપાદેય, હિતાહિત વગેરે બાબતોનો ભેદ પાડી શકતો નથી. તે એકાંતે ખોટા માર્ગે પ્રવૃત્તિ કરતો હોય છે. મઢ - મઠ (ત્રિ.) (દુર્બળ) 403