________________ ગથિસી - અર્થ છેષ (સ્ત્રી) (અર્થપોરસી) જેવી રીતે આહાર સંબંધી નવકારશી, પોરસી, સાઢપોરસી વગેરે સમય ગણવામાં આવ્યો છે તેવી રીતે જ રીતે શ્રમણ માટે અભ્યાસ સંબંધી૧. સૂત્રપારસી અને 2. અર્થપોરસી એમ બે પ્રકારની પોરસનું વિધાન છે. સૂત્રપોરસીના સમયે માત્ર સૂત્રનો જ પાઠ કરવો અને અર્થપોરસીમાં તે ભણેલા સૂત્રના અર્થોનું અધ્યયન કરવું જોઇએ. આ બન્નેમાં જો વ્યક્રમ કરવામાં આવે તો નિશીથસૂત્રમાં તેમના માટે માસલધુનું પ્રાયશ્ચિત્ત કહેલું છે. માપવર - ૩૫ર્થpવર (ત્રિ.) (જે વસ્તુમાં અર્થ પ્રધાન હોય તે) સૂત્ર અને અર્થ બન્ને પરસ્પર એકબીજાના પૂરક છે. પરંતુ કેટલાક સ્થાને અર્થ સૂત્રપ્રધાન હોય છે, વસ્તુનો અર્થ તેના સૂત્રના આધારે કરવામાં આવે છે. જયારે અમુક સ્થાને સૂત્ર ગૌણરૂપે થઇ જાય છે અને અર્થ પ્રધાન બની જાય છે. સૂત્રના શબ્દનો અર્થ કંઈક જુદો નીકળતો હોય પરંતુ વક્તાને સૂત્રથી ત્યાં કોઇ વિશિષ્ટ અર્થ ગ્રહણ કરવો હોય ત્યારે ત્યાં સુત્ર ગૌણ અને અર્થ પ્રધાન બની જાય છે. अत्थबहुल - अर्थबहुल (त्रि.) (ઘણાં બધા અર્થો છે જેમાં તે, અર્થબાહુલ્યવાળો). વિધિના વિધાનની સમીક્ષા કરીને ક્યાંક પ્રવૃત્તિ, ક્યાંક અપ્રવૃત્તિ, ક્યાંક વિભાષા તો ક્યાંક કંઈક બીજું જ કથન કરવું એમ ચાર પ્રકારે બહુલતા કહેલી છે. જે આગમો, પ્રકીર્ણકો, ટીકાઓ વગેરેમાં આ ચારમાંથી કહેલો કોઇ પણ પ્રકાર આવે તો તે ગ્રંથો અર્થબહુલ જાણવા જોઈએ. મથિક - અર્થનેર (પુ.). (આગમના પદાર્થની વિપરીત કલ્પના કરવી) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશામાં અર્થભેદને સદૃષ્ટાંત સમજાવતા કહેલું છે કે, કૂવા પર પડેલું દોરડું પવનના જોરે અંદર પડતાં જ મોટેથી અવાજ થયો. નજીકમાં રહેલા બધા એકદમ દોડ્યા. કોઈને ખબર નહોતી કે અંદર શું પડ્યું છે આથી બધા જુદી જુદી કલ્પના કરવા માંડ્યા. તેની જેમ સૂત્રમાં કહેલા અર્થથી મતિદોષાદિના કારણે વિપરીત અર્થની કલ્પના કરે તો તે અર્થભેદ થાય છે અને તેનું ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે તે ધ્યાનમાં લેવા જેવું છે. अत्थभोगपरिवज्जिय- अर्थभोगपरिवर्जित (त्रि.) (ધન વગરનો હોઈ ભોગ-ઐશ્વર્યરહિત) સુખ સાધનોના ઉપભોગ માટે ધનની આવશ્યકતા છે. ધન હોય તો વ્યક્તિ સંસારના ભૌતિક સુખોને માણી શકે છે. જે ધનરહિત છે. તે સંસારના ભોગોથી પણ વંચિત રહે છે. જયારે ધર્મ માટે ધનની નહીં લાગણીઓ અને ભાવનાની જરૂર હોય છે. જો તમારા ચિત્તમાં ધર્મની લાગણી વસેલી હશે, તો તમારે સપ્રવૃત્તિ કરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. તે આપોઆપ થઇ જશે. પણ જો લાગણીઓથી નિધન છો તો ધર્મમાર્ગમાં પ્રવેશ મેળવી શકાશે નહીં. અસ્થમંડી - અર્થમાની (ત્રી.). (અર્થમંડલી, બીજી પોરસી, જેમાં આચાર્ય સૂત્રાર્થ પ્રકાશે અને શિષ્યો સાંભળે છે તે) સુત્રપોરસી પૂર્ણ થયે જ્યારે અર્થપોરસીનો પ્રારંભ થાય ત્યારે આચાર્ય ભગવંત સુત્રના અર્થની પ્રરૂપણા કરે છે અને તેમની શિષ્ય પર્ષદા તે અર્થોને ગ્રહણ કરે છે. આ પ્રક્રિયાને અર્થમંડલી અથવા બીજી પોરસી પણ કહેવાય છે. અસ્થમય - અસ્તમય (જ.) (સૂર્ય વગેરેનું હોતે છતે અદૃશ્ય-અસ્ત થવું તે). अस्थमहत्थखाणि - अर्थमहार्थखानि (पु.) (અર્થો અને મહાર્થોની ખાણ). અભિધેય એટલે કહેવા લાયક સુત્રાર્થો-પદાર્થો હોય તે ભાષા કહેવાય છે અને કથનીય મહાર્યોવાળા તે વાર્તિક વગેરે વિભાષા 394