________________ ઉદેશથી ધમપદેશ આપે છે તેવો પુરુષાર્થ કરાવે તો પણ તે જીવ કર્મોની બહુલતાના પ્રભાવે બોધ પામી શકતો નથી. ત્તિવાસ - તિવર્ષ (6) (આ અવસર્પિણીકાળમાં આ જ ચોવીશીના સમયમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા સત્તરમા તીર્થંકરનું નામ, અતિપાર્થ પ્રભુ) તિHપાયા - ઘનતા (સ્ત્રી) (પસીનો વળે, લાળ પડે, આંસુ ટપકે તેવા કારણોનું વર્જન કરવું તે) દુષ્કૃત્ય કરનારો ખરાબ કામ કરતી વખતે વિચારે છે કે તેને કોઈ રખેને જોઈ લે, નહીં તો સમાજમાં આબરૂના કાંકરા થશે અને લોકોમાં હાંસી થશે, એમ વિચારીને ડરનો માર્યો તે પસીનાથી રેબઝેબ થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. પરમાત્મા કહે છે કે હે જીવ આખરે તો તારા કરેલા કર્મો તારે પોતે જ ભોગવવાના છે. માટે વિચાર કરી અને વિવેકી બની જા. તિષ્ઠિય - અતિમૂચ્છિત (ત્રિ.) (સાંસારિક કાર્યોમાં વૃદ્ધતા રાખનારો, અતિમૂચ્છિત, વિષયાદિમાં અતિઆસક્ત) આ જીવ ભવ્ય છે કે અભવ્ય છે અથવા આ ભવાભિનંદી છે કે દુર્ભવી છે એની ઓળખાણ શી રીતે થાય ? તો એનો જવાબ આગમોમાં અપાયેલો છે કે જીવની જેવી વૃત્તિ હોય તેવી પ્રવૃત્તિ હોય છે. એટલે કે સંસારિક કાર્યોમાં અત્યન્ત રચ્યો પચ્યો રહેતો હોય, વિષય-કષાયમાં અતીવ આસક્તિ રાખતો હોય અને જેને ધર્મ પ્રત્યે હૃદયથી અરુચિ હોય તેવો જીવ પ્રાયઃ કરીને અભવ્ય કે ભવાભિનન્દી કોટિનો હોય, ગતિક્રિય - ગર્તત (જ.). (સર્વથા તેલાંશ રહિત, અંશમાત્ર તેલ વિનાનું) अतिवच्चंत - अतिव्रजत् (त्रि.) (અતિશય ગતિ કરતું, અત્યન્ત ગમન કરતું) અતિગમન એટલે અતિશય દોડવું, નિરંતર દોડતા રહેવું એ આમ જુઓ તો ઉદ્યમી મનુષ્ય પોતાના કાર્યો પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે તે ઘણી સારી વાત છે. પણ સમજ્યા વગર દોડાદોડ કરવું તે મૂખમીભર્યું ગણાયું છે. એવું અતિગમન ક્યારેક ઘાણીના બળદ જેવું બની જાય છે. નીતિકારો કહે છે કે “અતિ સર્વત્ર વર્જયેત' એટલે અતિપણું સર્વત્ર વર્જવા યોગ્ય છે. સિવિન - સિવિદ (પુ.) (નિર્વેદ પામેલો તત્ત્વજ્ઞ, આગમતત્ત્વ વેત્તા, જ્ઞાની) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જે મુનિએ આગમોનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે. આગમશાસ્ત્રોના આલંબને જગતના દરેક ભાવોને સારી રીતે સમજી લીધા છે. તેવો તત્ત્વજ્ઞાની સાધુ પ્રત્યેક પ્રવૃત્તિ કરતા પહેલા તેના પરિણામને લક્ષમાં લઈને વર્તે છે. ' કવિ (ઈ.) (વિશિષ્ટ પ્રજ્ઞ, અતિશય પ્રજ્ઞાવાન) તીરામ - કાતરમ (ત્રિ.) (કાંઠે પહોંચવાને અસમર્થ, સંસારના કિનારે નહીં પહોંચનાર). આચારાંગસુત્રના પ્રથમ શ્રતસ્કંધમાં કહ્યું છે કે, જેઓ જૈનદર્શનને પામેલા નથી એવા મિથ્યાદર્શનમાં વર્તતા જીવો પોતે સંસારનો પાર પામવાને ઉદ્યત હોવા છતાં પાર પામી શકતા નથી. કારણ એ જ છે કે તેમને સર્વજ્ઞનો બતાવેલો સન્માર્ગ મળ્યો નથી. માટે સમ્યગુ બોધના અભાવમાં પાર કેવી રીતે પામવો તે ન જાણતા હોવાથી તેમને અતીરંગમ કહેવામાં આવ્યા છે. अतुच्छभाव - अतुच्छभाव (त्रि.) (ઉદાર, કૃપણતારહિત, અતુચ્છતા, શ્રેષ્ઠભાવ) જીવનમાં ધર્મ પ્રગટ્યો હોય તેની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? અથવા ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? તે માટે જૈન દર્શન શું માને છે? ઇત્યાદિ જિજ્ઞાસા થાય ત્યારે મહર્ષિઓએ શાસ્ત્રોના માધ્યમે જણાવ્યું છે કે જો તમારા હૃદયમાં ઉદારતા પ્રગટી હોય તો સમજી લેવું કે તમારામાં ધર્મની શરૂઆત થઈ ચુકી છે. 380