SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અચિત્તનો પરસ્પર સંઘટ્ટો થયેલો કહેવાય છે. જેને ઉપરોક્ત દોષો પૈકીનો એક દોષ માનવામાં આવે છે. મામ વિદ્ધ- મોચદ્ધ (ત્રિ.) (અન્યોન્ય ગાઢતર બંધાયેલું, જીવ સાથે કર્મ-પુદ્ગલ અને કર્મની સાથે જીવપ્રદેશની જેમ ગાઢતર બંધાયેલું) ભગવતીજીમૂત્રના પ્રથમ શતકના છઠ્ઠા ઉદ્દેશામાં ભગવંતે ગૌતમસ્વામીજી દ્વારા જીવ અને કર્મના સંબંધ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવેલું છે કે હે ગૌતમ ! આ સંસારમાં અનાદિકાળથી જીવનો અને કર્મનો સંબંધ પરસ્પર ગાઢ રીતે બંધાયેલો જ છે. अण्णमण्णब्बास - अन्योन्याभ्यास (पुं.) (અન્યોન્ય અભ્યાસ 2. પરસ્પર ગુણાકાર કરવો તે). ધ્યાન કરવામાં વ્યક્તિએ એકલા જ રહેવું જોઈએ અર્થાત ધ્યાન પ્રક્રિયા સ્વગત છે. એમાં બીજાના સહયોગની જરૂરત નથી રહેતી. પરંતુ સ્વાધ્યાય કે અભ્યાસ કરવાનો હોય ત્યાં કમ સે કમ બે કે વધુ અભ્યાસુઓ હોય તો અધ્યયન. સુચારુરૂપે થાય છે. अण्णमण्णभारियत्ता - अन्योन्यभारिकता (स्त्री.) (એક-બીજાના બોજવાળું, પરસ્પર ભારવાળું) अण्णमण्णमणुगय - अन्योन्यानुगत (त्रि.) (એક-બીજાને અનુસરેલું, પરસ્પર અનુસરેલું-સહચર) ૩UUUU|સંપત્ત - મચોચાસંપ્રH (2) (પરસ્પર અસંપ્રાપ્ત, એક બીજાને પ્રાપ્ત ન થયેલું, પરસ્પર એક બીજાને ન સ્પર્શેલું) अण्णमण्णवेह - अन्योन्यवेध (पु.) (અન્યોન્યનો પરસ્પર વેધ-સંબંધ). अण्णमण्णसंवास - अन्योन्यसंवास (पुं.) (પરસ્પર એકત્ર સંવાસ, એક ઠેકાણે સહવાસ) જેમ ચંદન વને વને નથી હોતું તેમ સંસારમાં દરેક વ્યક્તિમાં બધા જ ગુણો એકત્ર સંવાસ કરતા નથી. જો બધા જ ગુણો એકત્ર સંવાસ કરતા હોય તો એકમાત્ર સિદ્ધ ભગવંતોમાં, ત્યાં કોઈ અવગુણોને સ્થાન છે જ નહીં. એટલા માટે તેઓ પરમ સુખી છે. अण्णमण्णसिणेहपडिबद्ध - अन्योन्यस्नेहप्रतिबद्ध (त्रि.) (પરસ્પર સ્નેહથી બંધાયેલું, અન્યોન્ય સ્નેહયુક્ત) જીવાભિગમસૂત્રમાં ભારડ પક્ષીની વાત કરેલી છે. ભારંડપક્ષીની અન્ય પક્ષીઓ કરતાં વાત જ જુદી છે. તેનું શરીર એક અને તેમાં વસનારા આત્મા બે હોય છે. તેથી એક જીવ ચાલવાની ઈચ્છા કરે તો બીજાને પણ તે જ ઇચ્છા કરવી પડે. જો એક બીજાની ઇચ્છાઓ ભિન્ન થઈ જાય તો બન્નેનું અપમૃત્યુ થઈ જાય છે. આજ કાલના પતિ અને પત્ની બન્ને ભારેડ પક્ષી જેવા છે તેઓ સ્નેહથી એક બીજા સાથે બંધાયેલા તો છે ફરક માત્ર એટલો છે કે બન્નેની પરસ્પરની ઈચ્છાઓ ક્યારેય એકબીજાને મળતી નથી. મUTયં(રેશ-ત્રિ.) (પુનરુક્ત, ફરીથી કહેલું) આગમગ્રંથોમાં સાધુજીવનને લગતા પ્રસંગોના વર્ણનમાં એક જ સરખા અલાવાઓ વારંવાર કહેલા છે. તેનો અર્થ એ જ છે કે અધ્યેતા સાધુને તે તે પદાર્થબોધક શબ્દ વારંવાર વાંચવાથી, મનન કરવાથી તે દઢીભૂત થાય અને તત્ત્વબોધ આત્મસાતુ થઈ જાય મvorત્રિકા - મલ્લિક(જ.) (અન્યતીર્થિકોનું વેશ ધારણ કરવાનું સ્થાન, જૈનેતર સંન્યાસીઓની વેશભૂષા). જેમ નાટયભૂમિ પર નાટકિયો પડદા પાછળ જઈને પ્રસંગને અનુરૂપ અવનવી વેશભૂષા ધારણ કરીને મનોરંજન કરાવે છે તેમ કમ પણ પડદા પાછળ એટલે કે અદશ્યપણે રહીને વ્યક્તિને સુખ-દુ:ખાદિના ખટમીઠા અનુભવરૂપ ચિત્તરંજન કરાવે છે. 366
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy