________________ સંસારના ભારને ઊચકનારો બની રહે છે. કસિ - ગણિ (સ્ત્રી) (શિક્ષણ, બોધ, હિતકારક ઉપદેશ 2. આજ્ઞા 3. સ્તુતિ) મનુસુ (સેશ-ત્રિ.) (અનુકૂળ) વર્ષોના વર્ષો સુધી વટવૃક્ષ અડીખમ-ટટ્ટાર ઊભું રહી શકે છે તેની પાછળનું કારણ જાણો છો? તે પોતાની જાતને દરેક ઋતુને અનુકુળ થઈ રહેવાનું શીખી લે છે. આથી જ તો ગમે તેવી ઠંડી, ગરમી કે વર્ષા ઋતુમાં પણ પોતાની સત્તા ગુમાવતું નથી. તેવી રીતે જે જીવ પ્રત્યેક સુખદ કે દુઃખદ ઘટનાઓને વશ થયા વિના તે પરિસ્થિતિઓને અનુકૂળ પોતાને ઘડે છે તે જ સારી સ્થિતિ માટે આગળ આવી શકે છે. अणुसूयग - अनुसूचक (पुं.) (જાસૂસની એક શ્રેણિ 2. કહેલું સાંભળેલું કે જોયેલું 3. સ્વયં ઉપલબ્ધ થયેલું પ્રતિસૂચકને કહેનાર) જાસૂસો માત્ર આજે જ છે એવું નથી. પ્રાચીન કાળમાં પણ રાજા-મહારાજાઓ પોતાના દુશમન રાજાઓની કે પછી પોતાના જ નગરમાં ચાલતી ઘટનાઓની બાતમી જાણવા માટે જાસૂસોને રાખતા હતા. તે જાસૂસો ચરપુરુષના નામે ઓળખાતા હતા. તેઓ વિવિધ વેશભૂષા કે સાહસ દ્વારા ગમે તેવી ગુપ્ત ખબરો મેળવીને પોતાના માલિક રાજાને તે સમાચારો પહોંચાડતા હતા. મyકૂ (મુ) 2TI - એનુઘૂતાવ (જ.). (બીજાના શરીરને આશ્રયીને રહેવાપણું, પરાધીનતા) આ જગતમાં એવા કેટલાક જીવો છે કે, જેઓનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. તેઓ બીજાના શરીરને આશ્રયીને જ રહેતા હોય છે. જેમ કે જૂ, કૃમિઓ, ઊધઈના પેટમાં રહેલા જંતુ વગેરે. આવા જીવો કર્મસંયોગે આજીવન પરાધીનપણે રહેનારા હોય છે. अणुसोय - अनुश्रोतस् (न.) (નદી વગેરેનો પ્રવાહ, વેગ) પંચસૂત્રમાં સંસારને અનાદિકાળના પ્રવાહવાળો કહેલો છે. જેવી રીતે નદીનો પ્રવાહ ક્યારેય પણ અટક્યા વિના સતત ચાલ્યા જ કરે છે. તેમ આ સંસારના જન્મ-મરણાદિ દુ:ખનો પ્રવાહ પણ અસ્મલિતપણે ચાલ્યા કરે છે. આ સંસારનો પ્રવાહ ભૂતકાળમાં ક્યારેય અટક્યો નથી અને ભવિષ્યમાં ક્યારેય અટકવાનો પણ નથી. મણિયાર (M) - અનુશ્રોતરિન(a.). (નદીના પ્રવાહના અનુસાર ચાલનારા મત્યાદિ 2. અભિગ્રહ વિશેષે કરી ઉપાશ્રયની સમીપથી ક્રમશઃ ભિક્ષા લેનાર) સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશામાં કહેલું છે કે, જે શ્રમણ અભિગ્રહ વિશેષ કરીને ઉપાશ્રયની સમીપમાં રહેલા કલોમાં ક્રમ વડે આહાર-પાણી માટે ગવેષણા કરે છે તે અનુશ્રોતઋારી સાધુ છે. अणुसोयपट्ठिय - अनुश्रोतःप्रस्थित (त्रि.) (વિષયોની દ્રવ્યક્રિયામાં અનુકૂળ પ્રવૃત્તિ કરનાર) નદીના પૂરમાં પડેલું કાષ્ઠ-લાકડું સ્વાભાવિકપણે પ્રવાહ વહે છે તેની સાથે તદનુસાર ગતિ કરે છે. તેવી રીતે અજ્ઞાનતાના હેતુએ કરી મુગ્ધજીવ વિષયોમાં આસક્ત બનીને દ્રક્રિયાઓમાં અનુકૂળ પ્રવૃત્તિ કરનારા હોય છે. અર્થાત્ બાલસ્વભાવના જીવો દ્રવ્ય અનુષ્ઠાનોમાં ગતાનુગતિક પ્રવૃત્તિ કરે છે જયારે સાધુ પુરુષો કામ પ્રત્યે પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી આસક્તિને તોડે છે. अणुसोयसुह - अनुश्रोतःसुख (त्रि.) (પાણીને થપાટ મારવાથી તે ભેદાય અને પાછું એકમેવ થઈ જાય છે તેની જેમ અનુકળ પ્રવૃત્તિથી મળતું વિષયાદિ સુખ છે જેને તે) દશવૈકાલિકસૂત્રની દ્વિતીય ચૂલિકામાં કહેવું છે કે, “મgોયો નો' અર્થાતુ સામાન્યથી આખું જગત અનુકુળ વિષયોના સુખમાં પ્રવૃત્તિ કરનાર હોય છે. પ્રત્યેક સંસારી જીવ સહજતાથી જે સુખ પ્રાપ્ત થાય તેની જ ચાહના કરતા હોય છે. કષ્ટસાધ્ય એવા શાશ્વત સુખોમાં તેમની નિવૃત્તિ જ હોય છે. 347