________________ અણુમત (ય) - ગમત (ર.). (નાનાને પણ અનુમતિ અપાઈ છે જેમાં તે, અવગુણ જોયા પછી પણ જેના પરથી પ્રીતિ ઓછી ન થાય તેવું ઇચ્છિત) જૈનધર્મ એ આત્મદર્શી ધર્મ છે. તેમાં કોઈ પૈસાદાર, ગરીબ, ઊંચા ખાનદાની, ક્ષુલ્લક ગોત્રી, જ્ઞાની સાધુ કે અજ્ઞાની સાધુ એવા ભેદભાવ જોયા વિના આત્માની અનંત જ્ઞાનમય-દર્શનમય અને ચારિત્રમય ગુણદૃષ્ટિએ સર્વને સમાન ગણે છે. મોટું જોઇને તિલક કરવાવાળો આ ધર્મ નથી. અહીં તો પ્રથમ કોઇ સામાન્ય વ્યક્તિ સાધુ બન્યા હોય તેના પછી કોઇ રાજા મહારાજાએ દીક્ષા લીધી હોય તો તેમને પણ પૂર્વદીક્ષિત ક્ષુલ્લકસાધુને વંદન કરવું પડે. કેમ કે, સાધુ તરીકે તેમને પ્રથમ અનુમતિ અપાઈ છે માટે, *નુમતિ (રિ.) (ઇચ્છિત 2. દાન માટે અનુજ્ઞા અપાયેલું 3. અનુકૂળતા મુજબ સંમત, વૈગુણ્યદર્શન પછી પણ ઈષ્ટ હોય તે 4. બહુમત 5. ચાહેલ, પ્રિય 6. પથ્ય) પોતાને ગમતા પદાર્થની પ્રાપ્તિ માટે દરેક જીવ પ્રયત્નશીલ રહે છે. તેના માટે વિવિધ પ્રકારના દુઃખો કે કષ્ટો સહન કરવા પડે તો પણ સહન કરીને ઈષ્ટ વસ્તુને મેળવીને જ રહે છે. આપણને ઘણી વખત પ્રશ્ન થતો હોય છે કે, ઘણા ધનાઢચ, સુખી-સંપન્ન અને સંસારને જોવાની જેની ઉંમર છે એવા નવયુવાનો પણ સંસારનો ત્યાગ કરીને કષ્ટમય સંયમ જીવનનો સ્વીકાર શા માટે કરે છે? તેનો જવાબ એ છે કે તેમને સાંસારિક સુખોમાં સુખાભાસની પ્રતીતિપૂર્વકની સમજણ પ્રાપ્ત થઈ છે અને સુખાનંદનું સર્વોચ્ચ શિખર એવું મોક્ષસુખ પ્રાપ્ત કરવાની ઝંખના દઢ બની ગયી છે માટે. अणुमहत्तर - अनुमहत्तर (पुं.) (મુખ્ય-વડીલની અનુપસ્થિતિમાં તેમનું કાર્ય કરનાર) પહેલાના જમાનામાં જયારે રાજાશાહી હતી ત્યારે કોઈપણ કાર્ય માટે ઠાકોર, રાજા કે મહારાજાની રજા પ્રાપ્ત કર્યા પછી જ તે કાર્ય કરવામાં આવતું હતું. એમ જૈનધર્મસંઘમાં પણ તે પ્રમાણે ગચ્છાધિપતિ, આચાર્ય, મહત્તર, ગણિ આદિની વ્યવસ્થા હોય છે. દરેક કાર્ય સમુદાય કે સંઘાડાના જે વડીલ હોય તેમની અનુજ્ઞા મેળવીને જ થાય છે. તેમની અનુપસ્થિતિમાં જે પૃચ્છનીય હોય, શિષ્યોમાં ધુર્ય હોય તેમને પૂછીને કાર્ય કરવામાં આવે તે અનુમહત્તર કહેવાય છે. મામા - જુન (.) (અલ્પ માન, થોડો પણ અહંકાર). અહંકાર એટલે ગર્વ કરવો, તેને શાસ્ત્રોમાં પતનની નિશાની કહી છે. મોટા શેઠ-શાહુકાર, રાજા, મહારાજા યાવતું ચક્રવર્તી દ્વારા સેવા-સત્કાર થાય તો પણ અણ જેવડો અલ્પ અહંકાર કરવાનો પણ નિષેધ છે. તો પછી મેં ઉગ્ર તપ કર્યું છે, સંયમની શ્રેષ્ઠ આરાધના કરી છે, આચારોનું ઉત્તમ પાલન કર્યું છે, હું આવો મોટો તપસ્વી છું વગેરે મોટા અહંકારની તો વાત જ ક્યાં રહી ? *મનુષાર (2) હિત-લિંગથી થતું સાધ્યનું જ્ઞાન, અનુમાન જ્ઞાન, લિંગ દ્વારા અજ્ઞાત વસ્તુનો નિર્ણય, અટકળ જ્ઞાન) લિંગદર્શન તથા પૂર્વે જોયેલા, જાણેલા કે સાંભળેલા પદાર્થના પુનઃ સ્મરણ દ્વારા અજ્ઞાત વસ્તુનો જે નિર્ણય થાય તેને અનુમાન કહેવાય છે. અથવા જેમાં લિંગી વગર લિંગ રહી જ ન શકે તેવા નિશ્ચયાત્મક જ્ઞાનને અનુમાન કહે છે. જેમ અગ્નિની સાથે જ ધૂમ હોય તેમ પૂર્વે જોયું છે, કોઈ દ્વારા સાંભળ્યું કે જાણ્યું છે. ત્યાર પછી કોઈક વખત દૂરથી અગ્નિને જોયા વગર માત્ર ધૂમ જોઈને ત્યાં અગ્નિ હોવાનું જ્ઞાન થાય તેને અનુમાન જ્ઞાન કહેવાય છે. મગુમાસ્તા - અનુમા (મ.) (અનુમાન કરીને, અટકળપૂર્વક) अणुमाणणिराकिय - अनुमाननिराकृत (त्रि.) (અનુમાનબાહ્ય, અનુમાનથી નિરાકરણ કરેલું 2, વસ્તુદોષ વિષય વિશેષ) જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી ન હોય, સંભળાતી ન હોય કે અનુભવાતી ન હોય તેનું અનુમાન દ્વારા જ્ઞાન થાય છે. પરંતુ જે વસ્તુ શાશ્વત હોય અથવા પ્રત્યક્ષ સામે દેખાતી હોય, સંભળાતી હોય કે અનુભવાતી હોય તેનું અનુમાન કરી શકાતું નથી. તેને અનુમાનબાહ્ય 328