________________ ઉદીરણા દ્વારા બળાત્કારે ઉદયાવસ્થામાં લાવીને ભોગવાતા રસની સાથે તે કર્મને ભોગવવાનો આરંભ કરે તેને અનુભાગોદીરણા ઉપક્રમ કહેવાય છે. ઠાણાંગસૂત્રાદિગ્રંથોમાં અનુભાગોદરણા ઉપક્રમની પ્રક્રિયાનું વિસ્તૃત વર્ણન કરેલું છે. अणुभागकम्म - अनुभागकर्मन् (न.) (કર્મનો રસ, કર્મનો તીવ્ર-મંદાદિ રસાત્મક એક ભેદ). अणुभागणामनिहत्ताउय - अनुभागनामनिधत्तायुष (न.) (આયુષ્યકર્મના બંધનો એક ભેદ) જીવ જયારે નામકર્મની ગતિ આદિ ઉત્તર પ્રકૃતિના અનુભાગબંધની સાથે આયુષ્યકર્મનો ઘનિષ્ઠ સંબંધ કરે છે તેને અનુભાગનામનિધત્તાયુષ્ય કહેવામાં આવે છે. અર્થાત્ નામકર્મની ગતિઆદિ બંધાતી પ્રવૃતિઓની સાથે આયુષ્યકર્મનો પણ સાથે બંધ કરવો તે અનુભાગનામનિધત્તાયુ છે. રાજુમા (4) વંથ - અનુમાન (2) વન્ય (ઈ.) (બંધાતા કર્મમાં પડતો તીવ્ર-મંદાદિ રસોનો બંધ, કર્મબંધનો એક ભેદ) ગૃહિણી જ્યારે રસોઈ બનાવતી હોય છે ત્યારે બની રહેલી રસોઇમાં જે માત્રામાં મરી-મસાલો ઉમેરે છે તે પ્રમાણેની રસોઇ બનતી હોય છે. તે જ પ્રમાણે જીવ જયારે નવા કર્મનો બંધ કરતો હોય છે ત્યારે કર્મબંધ સમયે સ્વપરિણામોનુસાર તેમાં તીવ્ર કે મંદાદિ રસોનો પણ બંધ થતો હોય છે અને અનુભાગબંધ કહે છે. अणुभागबंधज्झवसायट्ठाण - अनुभागबन्धाध्यवसायस्थान (न.) (કૃષ્ણાદિ વેશ્યાનો પરિણામવિશેષ) કમ્મપયડી ગ્રંથમાં કહેલું છે કે કૃષ્ણ, નીલ, કાપોત વગેરે વેશ્યાઓ જીવના પરિણામ હોવાથી અને તેના દ્વારા જ તીવ્ર કે મંદ કર્મોનો બંધ થતો હોવાથી વેશ્યા પરિણામ વગેરે રસબંધના સ્થાન છે. આથી તેવી વેશ્યાઓ ચિત્તમાં ન પ્રવેશે તે પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. મgrH (4) ઘટ્ટ - મનુમા (4) વન્યસ્થાન (1) (અનુભાગબંધના સ્થાન, રસબંધના સ્થાન) પ્રવચનસારોદ્ધાર ગ્રંથના ૧૬૨માં દ્વારમાં કહેલું છે કે, જે જે અધ્યવસાયે એક સમયના કષાય સંબંધી અધ્યવસાયથી ગ્રહણ કરેલા કર્મપુદ્ગલના રસસમુદાયનું પરિણામ થાય તે કષાયોદયરૂપ અધ્યવસાય છે તેને અનુભાગબંધસ્થાન કહેવાય છે. અમા1 (8) સંક્રમ - અનુમા (8) સંક્રમ (S.) (કર્મના રસમાં સંક્રમણ થવું તે, સંક્રમનો એક ભેદ) કમ્મપયડી ગ્રંથમાં કહેવું છે કે, જે કર્મના રસને જીવ બાંધે છે તે બાંધેલા અનુભાગનું પોતાના પરાક્રમવિશેષ વડે ઉત્કર્ષણ કરવું અપકર્ષણ કરવું કે અન્યપ્રકૃતિમાં પરિણમાવવું તેને અનુભાગ સંક્રમ કહેવામાં આવે છે. अणुभागसंतकम्म - अनुभागसत्कर्मन् (न.) (અનુભાગ-રસસંબંધી કર્મની સત્તા, સત્તામાં રહેલું રસસંબંધી કમી જે કર્મનો રસ ઉદયમાં આવી ગયેલો હોય અને તેનો ભોગવટો ચાલુ હોય તેને ઉદિતાનુભાગ કહેવાય છે. પરંતુ જે કરસનો બંધ થયો છે ખરો પરંતુ, હજી સુધી તે બાંધેલા રસસંબંધી કર્મો ઉદયમાં આવ્યા નથી. તે કર્મો હજી સત્તામાં પડેલા છે તેવા કર્મો અનુભાગ સત્કર્મવાળા હોય છે. अणुभागुदीरणा - अनुभागोदीरणा (स्त्री.) (ઉદયપ્રાપ્ત રસોની સાથે ઉદીરણા દ્વારા ઉદયમાં નહીં આવેલા રસોને વેદવું તે) अणुभागोदय - अनुभागोदय (पुं.) (રસરૂપે થતો કર્મનો ઉદય) 326