________________ છે. માટે સાધુ લજ્જાનો ત્યાગ કરીને ભિક્ષા માટે ઘરોમાં યોગ્ય રીતે પ્રવેશ અને નિર્ગમન કરે છે. अणुप्यवेसेत्ता - अनुप्रवेश्य (अव्य.) (અંદર દાખલ થઇને, પાછળથી પ્રવેશીને) પિંડવિશુદ્ધિ ગ્રંથમાં કહેલું છે કે, ભિક્ષા માટે ગયેલા સાધુએ મુખ્ય માર્ગેથી પ્રવેશ કરવો જોઇએ. ન કે ચોરોની જેમ ધરના પાછળના દરવાજેથી. એ રીતે પ્રવેશ કરતા લોકોના મનમાં ચોરની કે અન્ય કોઈ અપકૃત્ય કરનારની શંકા ઉત્પન્ન થાય છે તથા શાસનની અપભ્રાજનાનો સંભવ રહે છે. આથી ગોચરી અર્થે નીકળેલા શ્રમણે ઘરના મુખ્યદ્વારથી પ્રવેશ કરવો ઉચિત છે. ગુણસૂય - એનુભૂત (ત્રિ.) (જન્મેલું, ઉત્પન્ન થયેલું) નવ માસ સુધી માતાના ગર્ભમાં રહીને તાજું જન્મેલું બાળક જે રીતે તાત્કાલિક બહારના પ્રકાશને સહન કરી શકતું નથી પરંતુ, ધીરે ધીરે તે પ્રકાશની તેને આદત પડતી જાય છે. તેવી રીતે અત્યાર સુધી મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલા જીવને જયારે સર્વ પ્રથમ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેને સ્વીકારવામાં તેને થોડીક તકલીફ થાય છે. પરંતુ જેમ જેમ મિથ્યાત્વાંધકાર દૂર થતો જાય છે તેમ તેમ તેને જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગમવા માંડે છે. - મનુષ્પારૂ () - મનુપાતિન(પુ.) (યુક્ત, સંબદ્ધ, સંબંધી) જ્ઞાન એ સાબુ છે અને ભક્તિ એ પાણી છે. શરીરની શુદ્ધિ માટે એકલો સાબુ કે એકલું પાણી પૂરતું નથી. પરંતુ જ્યારે બન્ને પરસ્પર મળે છે, જોડાય છે. ત્યારે જ તેનાથી દેહશુદ્ધિ શક્ય બને છે. તેવી જ રીતે જ્ઞાન અને દર્શન એ બન્ને જોડાય છે ત્યારે જ આત્માને લાગેલી કર્મરૂપી મળની અશુદ્ધિ દૂર થાય છે. મUપ્રિય - અનુપ્રિય (ત્રિ.) (અનુકૂળ, પ્રિય) પ્રતિકૂળ વિષયોથી દૂર ભાગવું અને અનુકૂળ વિષયો તરફ ગમન કરવું એ દરેક નાના-મોટા જીવોનો સ્વભાવ છે. મનુષ્ય અને ગાય, ભેંસ, શ્વાન, હાથી આદિ પંચેન્દ્રિય તિર્યંચોને તો મન હોવાથી તે વસ્તુ સમજાય છે. પરંતુ કીડી વગેરે નાનામાં નાના જીવો કે જેને વિચારવા માટે મન, જોવા માટે આંખ કે સાંભળવા માટે કાન નથી એવા જીવોનું પણ ગોળ જેવા અનુકૂળ પદાર્થો પ્રત્યે આકર્ષણ પેદા થવા પાછળ તેમાં કારણભૂત છે અનાદિકાળથી દઢ થયેલા આહાર સંજ્ઞાના સંસ્કાર. મyપેદા - અક્ષા (સ્ત્રી.) (ચિંતન, ભાવના, વિચારણા, સ્વાધ્યાય વિશેષ) શાસ્ત્રોમાં સ્વાધ્યાયને આભ્યન્તર તપ વિશેષ ગણાવતાં કર્મનિર્જરા માટે અમોઘ સાધનભૂત કહેલો છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારમાં અનુપ્રેક્ષા એ ચોથા પ્રકારનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન-મનન કરવું. ગુરુ ભગવંત પાસે શીખેલા પદાર્થોની સાંગોપાંગ વિચારણા કરવારૂપ અનુપ્રેક્ષા પ્રાપ્તજ્ઞાનને આત્મસાત કરવામાં સહાયક થાય છે. अणुप्पेहियव्व - अनुप्रेक्षितव्य (त्रि.) (ચિંતન કરવા યોગ્ય, ચિંતનીય) ચિંતા અને ચિંતન બન્ને ય સમાન કુળના શબ્દો હોવા છતાં ય બન્નેના અર્થમાં આસમાન-જમીનનો ફરક છે. ચિંતા તેના ધારકના શરીરને બાળે છે. ગમે-તેવો પુષ્ટિકારક ખોરાક લેવા છતાં ય તેનું શરીર વળતું નથી અને તકલીફ નિવારણના ઉપાયો નજર સામે હોવા છતાં તેના ધ્યાનમાં આવતા નથી. જયારે પરિસ્થિતિ, ઘટના, પદાર્થ કે કોઈપણ વિષયનું ચિંતન વ્યક્તિને સત્યમાર્ગ તરફ લઈ જવામાં સહાયક બને છે તથા ચિન્તાઓને ઓછી કરી શરીર સાથે આત્માની પણ પુષ્ટિ કરે છે. ગુહાસ - મનુપજી (કું.) (અનુભાવ, પ્રભાવ, મહિમા). ચોક્કસ પ્રકારના હિતકારક આચાર-વિચારની વારંવાર આવૃત્તિ કરવાથી મનુષ્યનું વ્યક્તિત્વ ઘડાય છે. દરેક જીવ જેમ સ્વતંત્ર