________________ કપંથ - અનુપથ (ઈ.) (માર્ગની નજીક, માર્ગને અનુસરતો પથ) જે જીવોનો હજુ સુધી વિશિષ્ટ પુણ્યનો ઉદય થયેલો ન હોવાને કારણે જિનધર્મની પ્રાપ્તિ નથી થઇ. પરંતુ સ્વાભાવિક રીતે જેનામાં શાસ્ત્રમાં કહેલા માનવતાને ઉચિત માગનુસારી ગુણો રહેલા છે, તેવા આત્માઓ માટે શાસ્ત્રમાં માગભિમુખ જીવો એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે, ભલે તે જિનમાર્ગમાં નથી પરંતુ તેઓ માર્ગની સમીપમાં તો રહેલા જ છે. ગણુપત્ત - મનુprણ (ત્રિ.) (પછીથી પ્રાપ્ત થયેલું, પ્રાપ્ત, મળેલું) બૌદ્ધધર્મના ઇતિહાસમાં પ્રસિદ્ધ બિંબિસાર રાજા અને જૈનધર્મી શ્રેણિક રાજા એ બન્ને એક જ હતા. જ્યાં સુધી પરમાત્મા મહાવીરનો થયો ત્યાં સુધી રાજા શ્રેણિક બૌદ્ધધર્માનુયાયી હતા. પરંતુ અનાથી મુનિના દર્શન અને ભગવાન મહાવીરની દેશના સાંભળ્યા બાદ તેઓ ક્ટર જૈનધર્મી થયા હતા. તેઓના જીવનમાં જૈનધર્મની પ્રાપ્તિ ઘણી પાછળથી થઇ હતી. अणुपयाहिणीकरेमाण - अनुप्रदक्षिणीकुर्वाण (त्रि.) (અનુકૂળતા પ્રમાણે પ્રદક્ષિણા કરતો) अणुपरियट्टण - अनुपरिवर्तन (न.) (પુનઃ પુનઃ ભ્રમણ કરવું, વારંવાર ભમવું) જેવી રીતે દિવસ સાથે રાત, ચંદ્ર સાથે કલંક અને સૂર્ય સાથે ગ્રહણ જોડાયેલા છે તેવી રીતે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી સુખ સાથે દુઃખ કાયમી જોડાયેલું જ છે. સંસારમાં સુખ અને દુઃખનું પરિભ્રમણ સતત ચાલ્યા જ કરવાનું. જેવી રીતે ઘડિયાળનો કાંટો સ્થિર નથી રહેતો તેમ શારીરિક અને માનસિક દુઃખોની પરંપરા પણ સ્થિર નથી રહેતી. *નુપટન (જ.) (પુનઃ પુનઃ ભમીને ત્યાં જ આવવું તે, સંસારમાં પરિભ્રમણ કરવું તે) “તુતિવાસંતરરૂપ સંસાર' અર્થાત્ જે સતત ચાર ગતિમાં પરિભ્રમણ કરાવ્યા જ કરે તેનું નામ સંસાર. વિચારી જુઓ જેના ખુદના નામમાં જ અસ્થિરતા રહેલી છે તે બીજા જીવોને શાશ્વત સુખો કેવી રીતે આપી શકે. આ સંસાર કોઇપણ જીવને એક સ્થાને સ્થિર રહેવા દેતો જ નથી. જો કોઈ શાશ્વત સ્થિરતા અને સુખ આપી શકે એમ હોય તો તે સર્વકર્મ રહિતપણું જ છે. अणपरियमाण - अनुपरिवर्त्तमान (त्रि.) (એકેન્દ્રિયાદિમાં ભમતો, ઘણા જન્મ જરા મરણાદિ અનુભવતો). આચાર્ય ધર્મઘોષસૂરિજીના માનસશિષ્ય અને ધોળકા નગરીના લોકપ્રિય મહામંત્રી વસ્તુપાળ સ્વરચિત શ્લોકમાં લખ્યું છે કે જે જીવો તીર્થકર ભગવંતોની કલ્યાણકભૂમિઓ, તીર્થસ્થાનોમાં ભ્રમણ કરે છે તેને વેદના, કષાયાદિથી પ્રચુર સંસારમાં બહુ કાળ ભવભ્રમણ કરવું પડતું નથી. अणुपरियट्टित्ता - अनुपरिवर्त्य (अव्य.) (ભમીને, સર્વતોભ્રમણ કરીને, પ્રદક્ષિણારૂપે ફરીને) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં કહેવું છે કે, જેવી રીતે ખેડુત કૂવાના કાંઠે લાગેલા રેંટમાં બળદ જોડીને પ્રદક્ષિણાકારે ફેરવી કૂવામાંથી પાણી બહાર કઢાવે છે. તેનો આ ક્રમ સતત ચાલ્યા કરે છે. આને સંસ્કૃતમાં અરઘટ્ટ ઘટી ન્યાય કહે છે. તેની જેમ જીવ ચારગતિરૂપ આ સંસારમાં સતત ભ્રમણ કરીને સુખ-દુઃખના જલથી ભરાય છે અને ખાલી થયા કરે છે. પ્રભુ વીર કહે છે કે, જયાં સુધી જીવ સંપૂર્ણ કર્મોથી નથી છૂટતો ત્યાં સુધી આ ક્રમ ચાલ્યા જ કરે છે. મy (7) પઢિાર () - A (જુ) નુપરિહાર(પુ.) (પરિહાર તપ કરનાર સાધુને મદદ કરનાર સાધુ, પરિહારી સાધુનો અનુચર-સાધુ) વિશેષાવશ્યકભાખ્યાદિ ગ્રંથોમાં પાંચ પ્રકારના સર્વવિરતિ ચારિત્ર કહેવામાં આવેલા છે. તેમાં પોતાના આત્માની વિશેષ શુદ્ધિના અર્થે અને ઉત્કૃષ્ટ ચારિત્રના પાલન માટે પરિહારવિશુદ્ધિ નામક કલ્પ સ્વીકારવામાં આવે છે. આ કલ્પને ધારણ કરનાર સાધુની 316