________________ સમ્રાટની પદવી મળતી હશે તો પણ તે મને સ્વીકાર્ય નથી. ધન્ય છે કલિકાળ સર્વજ્ઞ પ્રભુની લોકોત્તર ભાવનાને ! अणुत्तरपरक्कम - अनुत्तरपराक्रम (पुं.) (સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા તીર્થકર, જિનેશ્વર) શત્રુઓ બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર, બાહ્ય શત્રુઓને હરાવવા, મારવા તે તો સામાન્ય પરાક્રમ છે. કેમ કે તે પોતાનાથી પર છે. જયારે પોતાની અંદરમાં જ રહેલા અને પોતાના જ માની લીધેલા રાગ-દ્વેષ, મોહ, કષાયાદિ શત્રુઓને હરાવવા માટે અનુત્તર પરાક્રમની જરૂર પડે છે. તીર્થકર ભગવંતો આવા અનુત્તર પરાક્રમવાળા છે. જેઓ આ અભ્યતર શત્રુઓને અપૂર્વ પરાક્રમથી પરાસ્ત કરે છે તેઓ જ મોક્ષનગર પર રાજ કરી શકે છે, अणुत्तरपुण्णसंभार - अनुत्तरपुण्यसंभार (पुं.) (સર્વોત્તમ હેતુભૂત તીર્થંકર નામકર્મ લક્ષણ પુણ્યનો સમૂહ જેને છે તે, તીર્થકર). પંચસૂત્રમાં તીર્થકર ભગવંતોના વિશેષણોમાં એક વિશેષણ આવે છે મજુત્તરવુ00ાસંમાર' અર્થાતુ અનંત પુણ્યસમૂહના સ્વામી. હા, આ જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના માલિક હોય તો તે છે તીર્થકર ભગવંત. એ અનુત્તર પુણ્યના પ્રતાપે જ તો તીર્થકર જેવી સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે અને તેમની સેવામાં કમસે કમ એક કરોડ દેવતાઓ તહેનાત હોય છે. अणुत्तरविमाण - अनुत्तरविमान (न.) (જેના પછી કોઈ જ દેવવિમાન નથી તે, વિજયાદિ નામક પાંચ અનુત્તરવિમાન) ચૌદરાજલોકમાં સહુથી ઉપર અને સિદ્ધશિલાની નીચે અનુત્તર નામક દેવલોકના પાંચ વિમાનો આવેલા છે. જેના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામો છે. આ વિમાનમાં વસનારા દેવોને તીર્થકંરોના કલ્યાણકો ઉજવવાનો કોઇ પ્રકારનો વ્યવહાર હોતો નથી. કેમ કે તેઓ વ્યવહારથી પર હોય છે અને પછીના ભવમાં સિદ્ધ થતા હોઈ એકાવનારી હોય છે. अणुत्तरोववाइय - अनुत्तरोयपातिक (पुं.) (અનુત્તરવિમાનમાં ઉત્પન્ન, અનુત્તરવિમાનવાસી દેવ, સર્વાર્થસિદ્ધાદિ પાંચવિમાનમાં ઉપપાતવાળો) જે જીવનું સંપૂર્ણ જીવન જિનાજ્ઞાનુસારીનું હોય, જેણે ઉત્કૃષ્ટ કક્ષાની ચારિત્રની આરાધના કરી હોય અને જેનો માત્ર એક ભવ બાકી હોય તેવા એકાવતારી મહાનચારિત્રી આત્મા જ અનુત્તરવિમાનના અધિકારી બનતા હોય છે. આ દેવલોકમાં ઉત્પન્ન થનારા આત્માઓ એક કે બે ભવમાં જ પોતાના સઘળાય કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં સિધાવે છે. આથી તેઓ અનુત્તરોપપાતિક કહેવાય છે. અર્થાત્ આનાથી વધારે ઉત્પત્તિ નથી જેની તે અનુત્તરોપપાતિક છે. अणुत्तरोववाइयदसा - अनुत्तरोपपातिकदशा (स्त्री.) તે નામક નવમો આગમગ્રંથ). પિસ્તાલીસ આગમોમાંના નવમાં આગમગ્રીનું નામ છે અનુત્તરોપપાતિકદશાસૂત્ર. આ આગમમાં કુલ ત્રણ વર્ગ પાડવામાં આવેલા છે. અને તેની અંદર જે જે શ્રમણો ચારિત્રજીવનની ઉત્કૃષ્ટ આરાધના કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે તેમના ચારિત્રજીવનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મજુરત - અનુવાર (ઈ.) (સ્વર ભેદ, નીચા સૂરથી બોલવામાં આવતો સ્વર). શબ્દશાસ્ત્રમાં સ્વરોચ્ચારણના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તેમાં જે સ્વર તાલુ આદિ ભાગોના સ્પર્શપૂર્વક અત્યંત નીચા અવાજે બોલવામાં આવે તેને અનુદાત્ત સ્વર કહેવામાં આવે છે. વેદપાઠીઓ વેદની ઋચાઓનો પાઠ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના યથાયોગ્ય માધ્યમથી કરતા હોય છે. વય - અનુવય (પુ.) (ઉદયનો અભાવ 2. કર્મફળના ઉદયનો અભાવ, કર્મના વિપાકોદયનો અભાવ) અંધકારનું સામ્રાજય ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી સૂર્યના ઉદયનો અભાવ છે. જેવો સૂર્ય નીકળ્યો કે અંધકાર ગાયબ થઈ જાય છે. તેવી રીતે મિથ્યાત્વાંધકાર ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી સમ્યક્તરૂપી સૂર્યનો ઉદય નથી થયો. જેવા સમ્યસૂર્યના કિરણો 313