SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વિશિષ્ટ કારણ વગર ભીંત કે દીવાલનો ટેકો લેવો તે પ્રમાદ છે. આજે તો સંવત્સરીના પ્રતિક્રમણમાં પણ ભીંતનું અવલંબન લેતા થઈ ગયા છે. અનુકૂન - મનુવક્રૂર (ત્રિ.). (ક્રમ પ્રમાણેનું, અનુકૂળ, અનુરૂપ, અપ્રતિકૂળ) સર્જાયેલી પરિસ્થિતિ બે પ્રકારની હોય છે. 1. અનુકૂળ અને 2. પ્રતિકૂળ. અનુકૂળ પરિસ્થિતિ વ્યક્તિને સુખ, સમાધિ અને સ્વસ્થતા આપનાર હોય છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ત્રણેયનો હ્રાસ કરનાર હોય છે. જે જીવ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ચિત્તની સમાધિને ટકાવી રાખે છે. તેને પ્રતિકૂળતાઓ દુ:ખી કરી શકતી નથી. अणुकूलवयण - अनुकूलवचन (न.) (અપ્રતિકૂળ વચન, અનુકૂળ વચન) ધર્મને પામેલા જીવોનું વચન હંમેશાં પરપ્રીતિકર હોવું જોઈએ. કારણ કે સર્વ જીવો સુખને ઇચ્છે છે માટે જિનાજ્ઞાપાલકનું પ્રથમ કર્તવ્ય સર્વ જીવોને શાતા આપવાનું છે. આથી તેઓ અનુકૂળ વચનો દ્વારા સાંભળનારના ચિત્તમાં આનંદ ઉપજાવનારા હોય છે. अणुकूलवाय - अनुकूलवात (पुं.) (અનુકુળ પવન, જોઇએ તેવો વાયુ, હિતકારી વાયરો) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, પવન, દિવસ-રાત આ બધાય હંમેશાં પોત-પોતાના સ્વભાવ અનુસાર ચાલતા હોય છે. તેઓ ક્યારેય પોતાની ચાલને છોડતા હોતા નથી. પરંતુ આ જગતમાં કેટલાક મહાપુરુષોનું કર્મ એવું બળવાન હોય છે કે જેના માટે પ્રકૃતિએ પણ પોતાનો નિયમ બદલવો પડતો હોય છે. આથી જ મધ્યરાત્રિએ જ્યારે તીર્થકરોનો જન્મ થતો હોય છે ત્યારે દશેય દિશાઓમાં અજવાળાં પથરાય છે. વાતાવરણ ખુશનુમા સર્જાય છે. પવન અનુકૂળ વહેવા લાગે છે. નારકીના જીવો ક્ષણ માટે સુખાનુભવ કરતા હોય છે અને બધા ગ્રહો, નક્ષત્રો પણ શુભ સ્થાને ઉચ્ચસ્થિતિમાં રહેલા હોય છે. અદ્ભત - મનુમત્ત (ત્રિ) (અનુષ્ઠાન કરેલું, વિહિત, આચરેલું, સેવન કરેલું) મરણાસન્ન વ્યક્તિને ક્યારેય પશ્ચાત્તાપ કે હાયવોય કરવાનો વારો ન આવે જો તેણે જીવનમાં જિનેશ્વર પ્રણીત તપાદિ અનુષ્ઠાન કરેલું હોય, શાસ્ત્રવિહિત સામાયિકાદિ ધર્મનું આસેવન કર્યું હોય, જીવદયા અનુકંપાદિ શુભ પ્રવૃત્તિનું સુંદર આચરણ કરેલું હોય. મખ્વાઝાન્ત (કિ.). (આચરેલું, સેવેલું, અનુષ્ઠિત) જેમ કૃષિકારે સારી રીતે ખેતર ખેડીને પદ્ધતિસર ધાન્યની વાવણી કરેલી હોય તો તેને એ કરણીનું ફળ વિપુલ ધાન્યરૂપે મળી જ રહે છે. તેમ જીવનમાં ઉલ્લાસ અને સાચી સમજણપૂર્વક ધમનુષ્ઠાન સેવેલું હોય તો ચિત્ત પ્રસન્નતા, સુખ, શાંતિ મળી જ રહેતી હોય છે. મક્કમ - (.). (અનુક્રમ, પરિપાટી, અનુપૂર્વી, ક્રમસર) બુદ્ધિશાળી મનુષ્યો પોતાને અનુકૂળ હોય છતાં તે માર્ગ અનાચીર્ણ હોય તો તેને અનુસરવાને બદલે પરિપાટીથી ચાલતા આવતા વિહિતમાર્ગનું આચરણ કરે છે. તેઓ વર્તમાન દેશ-કાળને હિસાબે પરિવર્તનીય આચારના હિતાહિત પાસાઓનું સારી રીતે અવલોકન કરીને વડીલોની સમ્મતિપૂર્વક યોગ્ય ફેરફાર પણ કરે છે કારણ કે તેમાં પોતાની સંતતિનું કલ્યાણ સમાયેલું હોય છે. વિAસારૂ () - મનુશાયિન (પુ.) (સત્કારાદિની ઉત્કંઠાના અભાવવાળો 2. પાતળા કષાયવાળો) જેને સંસાર અત્યંત ગમતો હોય અને તેના વાસ્તવિક સ્વરૂપની જાણકારી ન મેળવી હોય તેને બહારની ઝાકઝમાળ અને ખોટા દેખાડા વધુ પડતા ગમશે. પરંતુ જેનો માંહ્યલો જાગી ઉઠ્યો છે તે પોતાના આત્મકલ્યાણને પ્રાથમિકતા આપશે, નહીં કે લોકોના સત્કાર-સન્માનને.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy