________________ अणिस्सियवयण - अनिश्रितवचन (त्रि.) (રાગાદિ દોષરહિત વચન જેના છે તે, શુદ્ધ પ્રરૂપક) તીર્થકર ભગવંતોના વચનો ઉપર જ શ્રદ્ધા કરવી જોઈએ. કારણ કે વીતરાગના વચનો સત્યમાર્ગની પ્રરૂપણમાં બાધક એવા અજ્ઞાન, રાગ અને દ્વેષ આ ત્રણેય કારણોથી પર છે. ત્રણેય લોકરૂપ જગતના દરેક પદાર્થોના ભૂત, ભાવિ અને વર્તમાનના સંપૂર્ણ જાણકાર તેઓને કોઈ જીવ કે પદાર્થ પ્રત્યે નથી રાગ કે નથી. તેઓ તો માત્ર જીવો પરના કરુણાભાવથી સત્યધર્મને જણાવે છે. अणिस्सियवयणया - अनिश्रितवचनता (स्त्री.) (રાગ-દ્વેષાદિ રહિત વચનપણું, માધ્યસ્થ વચન) ક્રોધ, માન, માયા કે લોભરૂપ ચાર પ્રકારના કષાયથી રહિત વચનને અથવા તેને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત રાગ કે દ્વેષ રહિત એવા માધ્યસ્થ વચનના ભાવને અનિશ્રિતવચનતા કહેવાય છે. પરમાત્માના વચનો જેમાં સંગૃહીત છે તે આગમવચનો અનિશ્રિતવચન अणिस्सियववहारि (ण) - अनिश्रितव्यवहारिन् (पु.) (રાગ-દ્વેષ રહિત વ્યવહાર કરનાર, અનિશ્રિત વ્યવહારી) શ્રમણોપાસક ધર્મની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે શ્રાવકો માત્ર શ્રમણોની ઉપાસના કે તેમણે આદરેલા મહાવ્રતોની માત્ર પ્રશંસા કરનાર ન હોય કિંતુ તેને પોતાને પણ શ્રમણ થવાની અત્યંત તાલાવેલી હોય, આવો શ્રાવક ગૃહસ્વધર્મનું અર્થાત રાગ-દ્વેષ રહિત વ્યવહારનું પાલન કરતો માધ્યસ્થભાવે પોતાની ફરજો બજાવે છે. દિ - નિદ(કું.). (ક્રોધાદિથી અપીડિત 2. ધર્યવાન, ઉપસગથી અપરાજિત, સહિષ્ણુ 2. પ્રપંચરહિત, સરળ, માયારહિત 3. નિઃસ્પૃહ) જો તમે ધર્મનો સંક્ષિપ્ત સાર જાણવા માગતા હો તો સાગર જેવડા અર્થગંભીર આગમગ્રંથોના દોહનરૂપે એક જ સાર નીકળે છે. અને તે છે ક્રોધ, માનાદિ કષાયજન્ય રાગ-દ્વેષાદિ દોષો પર વિજય પ્રાપ્ત કરીને પરમ તત્વને પ્રાપ્ત કરવું. આ જ ઔદંપર્યાર્થ છે. *નતા (.) (કષાયાદિભાવશત્રુઓથી નહીં હણાયેલું, ક્રોધાદિથી અપીડિત). સાચી સમજણ જેને પ્રાપ્ત થયેલી નથી એવું આખું ય જગત પોતાને તકલીફ ઊભી થતા બહારની વ્યક્તિઓને શત્રુ સમજી તેનો ઘાત કરવા પ્રયત્ન કરે છે જયારે સત્યજ્ઞાનને પ્રાપ્ત કરેલ જીવ પોતે આપત્તિગ્રસ્ત થાય તેમાં મુખ્ય કારણ એવા કષાયાદિ ભાવશત્રુઓને જ સાચા શત્રુ જાણીને તેના પર વિજય મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. દિUT - નિધન (ત્રિ.) (અત્તરહિત, અનન્સ) જેનો અંત ન હોય તે અનંત કહેવાય છે. પ્રવાહની દૃષ્ટિથી આ સંસાર, જીવો, સિદ્ધો, લોકાલોક, સૂક્ષ્મ નિગોદીયાના ગોળા, કર્મ, જીવોના અતીત ભવો આદિ વસ્તુઓ અનન્ત છે. એ જ રીતે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય પ્રમુખ ગુણો પણ અનંત છે. ળિય - નિદત (ત્રિ.) (ઘાત નહીં પામેલું, નિરુપક્રમ આયુષ્યવાળું) શસ્ત્ર-અસ્ત્રાદિ પદાર્થોના ઘાતથી જે જીવનું આયુષ્ય ઉપક્રમ ન પામે અથતિ ઘાત ન પામે પણ સંપૂર્ણ આયુષ્યને ભોગવે, તેને નિરુપક્રમાં આયુષ્યવાળા કહેવાય છે. દેવો, નારકો, તીર્થંકરાદિ શલાકાપુરુષો, યુગલિકો વગેરેનું આયુષ્ય નિરુપક્રમી હોય છે. પાદર૩- ૩નદરિપુ (કું.) (ભદિલપુર નિવાસી નાગ ગાથાપતિ અને સુલસા સ્ત્રીનો પુત્ર) ભદિલપુર નગરીના નાગ શ્રેષ્ઠ અને સુલસા દેવીના એક પુત્ર જેઓ બત્રીસ સ્ત્રીઓના સ્વામી હતા. સંસારની અસારતા સમજાતા બત્રીસ સ્ત્રીઓ તથા વિપુલ ઋદ્ધિનો ત્યાગ કરીને પ્રવ્રજયા ગ્રહણ કરી અને ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. નિરતિચાર સંયમનું પાલન કરતાં તેઓએ શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પ્રાપ્ત કરી. ખરેખર તેઓ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ અને દેવકીના પુત્ર હતા. 291