________________ પાથ () વાસ - નિયતવા (પુ.). (માસકલ્પાદિથી ઘર સિવાયનો અસ્થિર વાસ, ઉદ્યાનાદિમાં વાસ) ભગવાન મહાવીરદેવના શાસનના સાધુઓ માટે માસકલ્પનો આચાર મૂકવામાં આવેલો છે. અર્થાત્ કોઇપણ શ્રમણ એક સ્થાને એક મહિનાથી વધુ રોકાઇ જ ના શકે. જો જંઘાબળ ક્ષીણ થઇ ગયું હોય કે પછી કોઈ કારણવશ વિહાર કરી શકતા ન હોય તો એક જ ઉપાશ્રયાદિ વસતિમાં પણ મહિને મહિને ખૂણા બદલતા રહે, પરંતુ એક જ સ્થાને વધારે રહે નહિ, માયત () faત્તિ - નિયતવૃત્તિ (ઈ.) (અનિશ્ચિત ચર્યાવાળો, અનિયત વિહારી) દશાશ્રુતસ્કંધ આગમના ચોથા અધ્યયનમાં કહેલું છે કે ગામ, નગર, શહેર આદિમાં વિહાર કરનારા સાધુએ એક સ્થાને સકારણ મહિનાથી વધારે રહેવું નહિ. તથા વિહારચર્યામાં ગામ આવે તો ત્યાં વધુમાં વધુ એક રાત્રિ અને નગરાદિ શહેરોમાં પાંચ રાત્રિથી વધુ રોકાવું નહિ, એમ સાધુભગવંતોને અનિયતવિહારી બતાવેલા છે. ગાયત્ત - નિવૃત્ત (ર.) (નિવૃત્ત નહીં થયેલું, નિવૃત્તિ નહીં પામેલું) સુભાષિતમાં લખેલું છે કે સજજન પુરુષોમાં પ્રથમ વૃદ્ધત્વ ચિત્તમાં આવે છે અને પછી શરીરમાં આવે છે. જયારે જેઓ દુર્જનો છે તેઓને વૃદ્ધત્વ શરીરમાં જ આવે છે પરંતુ ચિત્તમાં ક્યારેય નથી આવતું. તેમનું ચિત્ત ક્યારેય પણ વિષયોમાંથી નિવૃત્તિ નથી પામતું. તીવ્રવિષયાસક્તિના કારણે તેઓ ક્યારેય પણ પોતાને વૃદ્ધ માનતા જ નથી. अणियत्तकाम - अनिवृत्तकाम (त्रि.) (જેની ઇચ્છા નિવૃત્ત નથી થઇ તે, અનિવૃત્ત ઇચ્છાવાળો) આદ્ય શંકરાચાર્યએ સ્વરચિત ગોવિંદાષ્ટકમાં કહેલું છે કે, જેનું અંગ ગળી ગયું છે, માથે સફેદ વાળ આવી ગયા છે, મુખ દેતપંક્તિરહિત થઈ ગયું છે, શરીરની બધી ચામડી લબડી ગઈ છે અને લાકડીના સહારાથી જ ચાલવું પડે છે. તેવો વૃદ્ધ વ્યક્તિ પણ વિષયેચ્છાઓને છોડતો નથી. અર્થાતુ જેઓ મોહમાયામાં નિમગ્ન છે તેમનું મન સતત વિષયાસક્ત બનેલું રહે છે. अणियाहिवइ - अनीकाधिपति (पुं.) (સૈન્યનો અધિપતિ, સેનાધિપતિ). યુદ્ધમાં સૈન્યનો અધિપતિ જો સ્વયં દેશને નીતિને અને પોતાની જાતને વફાદાર હોય તો તેનું સૈન્ય પણ તેને એટલું જ વફાદાર રહે છે અને ગમે તેવા દુશ્મનના સૈન્યને હરાવી શકે છે. પરંતુ જે સેનાધિપતિ જ વિશ્વાસઘાતી હોય તો તે દેશને બરબાદ થતાં કોઇ રોકી શકતું નથી. તેમ જે માતા પિતાઓ પોતાની કુલ પરંપરાથી આવતા સંસ્કારોને વફાદાર રહે છે તેના સંતાનો પણ સંસ્કારી જ હોય છે. પણ જો સ્વયં માતા-પિતાઓ જદુરાચારી હોય તો તેના સંતાનોને શેતાન બનતા કોઈ રોકી શકતું નથી. વિમg - નિરીક્ષ્ય (વ્ય.) (ચક્ષુથી નહીં જોઇને). યોગશાસ્ત્ર ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે કે, ‘ષ્ટિપૂતં ચરે પાવું' અર્થાત જે સ્થાન પર દૃષ્ટિ પડી હોય તેવા સ્થાનમાં જ પગ મૂકવો. કેમ કે સાધુને સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રત હોય છે. આથી તેમને સૂક્ષ્મ હિંસાનો પણ નિષેધ છે. જે સ્થાનમાં દૃષ્ટિપડિલેહણા ન પહોંચતી હોય તે સ્થાનનો ત્યાગ કરવો ઘટે છે. પરંતુ જોયા વિના તેનો ઉપયોગ કરવો તે વ્રતભંગનો અપરાધ બને છે. મારુદ્ધ - અનિરુદ્ધ ત્રિ.). (અસ્મલિત, પ્રદ્યુમ્નનો તે નામનો પુત્ર). અન્તઃકદશાંગસૂત્રના ચોથા વર્ગમાં આવે છે કે, ત્રિખંડાધિપતિ વાસુદેવકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નની પત્નીને અનિરુદ્ધ નામનો પુત્ર હતો. તેણે પરમાત્મા નેમિનાથની દેશના સાંભળીને વૈરાગ્યવાસિત હૃદયે તેઓની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અને પોતાના કર્મો ખપાવવા માટે શત્રુંજયતીર્થ પર જઈને અનશન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી હતી. 21