SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ માળા ક્યારેય કરમાતી નથી, તેમનું શરીર અશુચિ રહિત હોય છે અને તેઓની આંખો ક્યારેય પણ પલકારા મારતી નથી. ગાય - ૩ની (1) (સૈન્ય, લશ્કર) સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં સૈન્યના સાત પ્રકાર બતાવવામાં આવેલા છે. જેવા કે ગજદળ, અશ્વદળ, રથદળ, ગંધર્વદળ, નર્તકદળ, મહિષદળ અને પાયદળ. તેમાં ચમરેન્દ્રથી લઈને ઇશાનેન્દ્ર સુધીના ઇન્દ્રોને ઉપરોક્ત સાતેય પ્રકારના સૈન્ય સહિતના સેનાધિપતિઓ કહેલા છે. તેવી જ રીતે પરમાત્માએ કષાયો સામે વિજય મેળવવા માટે શ્રમણને દશવિધ યતિધર્મરૂપ સૈન્યની ભેટ આપીને કહ્યું છે કે આ સૈન્યના બળે દુદન્ત કષાયો પર વિજય મેળવો. *મત () (અસત્ય, જૂઠ) પરમાત્મા મહાવીરદેવે મરિચીના ભાવમાં સ્વયં પરમાત્મા ઋષભદેવના કરકમળ દીક્ષા લઇને શ્રમણધર્મની આરાધના કરી હતી. શ્રમણ જીવનમાં કષ્ટો સહન ન કરી શકવાના કારણે તેમનું પતન થયું હતું. તેઓ જિનધર્મને ખૂબ ઊંડાણથી પામ્યા હતા. છતા પણ શિષ્યમોહના કારણે એક નાનકડું અસત્ય બોલ્યા હતા, કપિલ ! ધર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. બસ આ એક જૂઠના કારણે તેમનો એક કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર વધી ગયો હતો. જો માત્ર એક નાનકડા અસત્યની આટલી મોટી સજા હોય તો ડગલે ને પગલે જૂઠું બોલનાર આપણને કર્મસત્તા છોડશે ખરી? કદાપિ નહીં. આ વાતમાં કોઈ ભ્રમ ન રાખશો. ળિયટ્ટ - નિવ7 (કું.) (મોક્ષ, મુક્તિ ) બાહ્ય અને અત્યંતર એમ સર્વપ્રકારના બંધનોથી મુક્ત થવું તેનું નામ છે મોક્ષ. પરમાત્માએ કહેલી આ વાત પણિયા શ્રાવકે સારી રીતે સમજેલી હતી. આથી જ પોતે અતિશ્રીમંત હોવા છતાં માત્ર પોતાનો એક દિવસનો નિર્વાહ થઇ શકે તેટલું ધન રાખીને બાકીની તમામ સંપત્તિનો તેમણે ત્યાગ કર્યો હતો. આથી જ તેમના ચિત્તની જે પ્રસન્નતા હતી તેવી પ્રસન્નતા કદાચ સમ્રાટ શ્રેણિક પાસે પણ નહોતી. अणियट्टगामिण - अनिवर्तगामिन् (पुं.) (મોક્ષમાં જવાનો સ્વભાવ છે જેનો તે, મોક્ષગામી) જલપ્રવાહમાં સ્વૈરપણે વિહરનારી માછલી માત્ર એક નાનકડા માંસના ટુકડાના પ્રલોભનમાં ફસાઈને પોતાની સ્વતંત્રતા અને પ્રાણને ગુમાવે છે તેવી રીતે આત્માનો સ્વભાવ હંમેશાં ઉર્ધ્વગામી અર્થાત્ મોક્ષ તરફ જવાનો જ છે, પરંતુ સંસારના કૃત્રિમ અને લોભામણા પદાર્થોમાં ફસાઈને આત્મા પોતાની સ્વાધીનતા અને શાશ્વત સુખોને ગુમાવી માછલીની જેમ પરાધીનતા પામે છે. મા() - નિર્તન (1) (પાછું નહીં ફરનાર, શુક્લધ્યાનનો એક ભેદ 2. ૭૯મો ગ્રહ 3. આવતી ચોવીસીમાં થનાર ૨૦મા તીર્થંકર) શુક્લધ્યાન એટલે શુભધ્યાનની પરાકાષ્ઠા. આ શુક્લધ્યાનના કુલ ચાર પાયા માનવામાં આવેલા છે. તેમાંના ત્રીજા પાયાનું નામ અનિવર્તિનું છે. આ અનિવર્તિનું ધ્યાન આત્માને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા વિના પાછું ફરતું નથી. અર્થાત્ શુક્લધ્યાનના આ ત્રીજા પાયામાં જે આત્મા ચઢે છે તે નિયમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. નમન હો. અનિવાર્તા શુધ્યાનને ! નિય#િRUT - નિવૃત્તિ (2) (સમ્યક્ત પામતી વખતે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદનાર આત્માનો પરિણામ વિશેષ, ગ્રંથિભેદ કર્યા વગર નિવર્તનહીંતે કરણવિશેષ) પંચાશક ગ્રન્થમાં કહેલું છે કે “નનિવર્તિતે નાપતિ મોક્ષતિરૂવનવં સણવત્વમના સત્યવંશીનનિવર્તિ' અર્થાત જે અધ્યવસાય વિશેષ મોક્ષતત્ત્વના બીજ સમાન સમ્યક્તને પ્રાપ્ત કરાવ્યા વિના પાછું ન ફરે તેને અનિવૃત્તિકરણ જાણવું. अणियट्टिबायर - अनिवृत्तिबादर (पुं.) (નવમા ગુણસ્થાનકવર્તી જીવ, નવમું ગુણસ્થાનક). નવમાં ગુણસ્થાનકે રહેલા જીવે અષ્ટકર્મને ક્ષય કરવાનો પ્રારંભ કરેલો હોવાથી નપુંસક વેદનો ઉપશમ થયે છતે નિવૃત્તિ બાદર 285
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy