________________ જીવવિચાર પ્રકરણમાં ચાર પ્રકારના દેવો બતાવ્યા છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. તેમાં ભવનપતિ દેવલોકથી લઇને બાર દેવલોક સુધી મનુષ્યોની જેમ વ્યવહાર હોવાથી ત્યાં 64 ઇન્દ્રોની વ્યવસ્થા છે. જયારે રૈવેયક અને પાંચ અનુત્તરમાં સ્વામી-સેવકનો ભાવ હોતો જ નથી. માટે ત્યાં સ્વામીરૂપ ઇન્દ્ર વિના બધા જ દેવો સ્વયં અહમિન્દ્ર હોય છે. નિત્ય (નિ.) (જુગુપ્સારહિત 2. સામાયિક). જુગુપ્સા એટલે ચીતરી ચઢવી અથવા બીજાનું નિંદનીય વર્તન કે વિચિત્ર પદાર્થ જોઈને મોટું બગાડવું તે. જો જુગુપ્સા તમારા સુંદર ચહેરાને બગાડી શકે છે તો વિચારી જુઓ જુગુપ્સાથી બાંધેલા કર્મ તમારા કેટલા સુંદરભવોને બગાડી શકે છે? માટે જુગુપ્સારહિતપણે માધ્યસ્થ ભાવે જગતના પદાર્થોને નિહાળો અને ચિત્તની સુંદરતાને જાળવો. from - નાની (ત્રિ.) (નિંદા નહીં કરવા યોગ્ય, ગીતાર્થો દ્વારા અદૂષ્ય). કલ્પસૂત્રાદિ આગમોમાં સાધુ સમાચારી જણાવવામાં આવેલી છે. તે પ્રમાણેનું આચરણ કરવું તે સંવિગ્નતા છે. પણ કેટલીક સામાચારી શાસ્ત્રકથિત ન હોય છતાં આચરણમાં દેખાતી હોય તો સમજવું કે તે જીતાચાર છે. અર્થાત તે-તે કાળના ગીતાર્થ ગુરુભગવંતોએ સાથે મળીને સંઘ ચલાવવા માટે જે નિર્ણય લીધો હોય અને સંઘે તેને માન્યતા આપી હોય તે આચાર પણ શાસ્ત્રીય બને છે. માટે તેની નિંદા કરવી યોગ્ય નથી. છતાં તેમ કરે તે મહાપાપનો ભાગી બને છે. અજિનિય - નિતિ (2) (અનિન્દિત, અગર્ણિત 2. સાતમો કિન્નર દેવ) પ્રાયઃ કરીને પૂજા, મહાપૂજા વગેરે ધર્મક્રિયામાં વ્યક્તિને એકેન્દ્રિય જીવોની હિંસા દેખાય છે. ખોટા આડંબર જેવું પણ લાગે છે અને વળી તેના ઊંડા રહસ્યોની જાણકારીના અભાવે તે ઉમદા પ્રવૃત્તિની નિંદા કરે છે. પરંતુ પરમાત્મપૂજા શુભાનુબંધી એટલે આત્મહિતકારી પરંપરાનું સર્જન કરનાર હોવાથી શાસ્ત્રોમાં તેને અનિંદિત બતાવી છે. એટલું જ નહીં પણ ઉપાદેય કહેલી છે. માટે તત્ત્વજ્ઞ જીવો ક્યારેય પણ શુભકર્મોનો અનુબંધ કરાવનાર પ્રશસ્ત અને અનિદિત આચારોની નિંદા કરતા નથી. નિથિ (.) (સિદ્ધ ભગવંત 2. અપર્યાપ્ત જીવ). જીવને પાંચેય ઈન્દ્રિયોની પરિપૂર્ણતા પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યના ઉદયે મળે છે. જગતનો બાહ્ય વ્યવહાર ચલાવવા માટે જેમ પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા અપેક્ષિત હોય છે તેમ ધર્મારાધના માટે પણ અન્યૂનેન્દ્રિયપણું જરૂરી છે. જે જીવો સ્વયોગ્ય ઇન્દ્રિયો પામતા પહેલા જ મરી જાય છે તે અનિન્દ્રિય કહેવાય છે. તેમ જન્મ પામેલો જીવ સ્વયોગ્ય પતિ પૂર્ણ કર્યા વગર જ મૃત્યુ પામી જાય તે પણ અનિન્દ્રિય છે. જ્યારે સિદ્ધ ભગવંત સર્વકમાંથી મુક્ત હોવાથી તેઓ પણ અનિન્દ્રિય કહેવાય છે. iiaa - વિન્દિતા (.) (ત નામની દિકુમારી) તીર્થંકર પ્રભુના જન્મકલ્યાણકના અવસરે પોતાના આચાર પ્રમાણે પરમાત્માનું શુચિકર્મ કરવા માટે આવનારી પ૬ જાતિની દિગ્ડમારીઓમાં છઠ્ઠા દેવલોકથી આવનારી દિગ્યુમારિકાનું નામ અનિંદિતા છે એમ સ્થાનાંગસૂત્રના ૮મા સ્થાનમાં કહેલું છે. મળવત્ત - નક્ષત () (વિશ્રામ વગરનું, નિરંતર, સદા) વ્યાપાર ધંધામાં નિયમ છે કે તમારે નિરંતર રચ્યા-પચ્યા રહેવું જ પડે. અધિક લાભ કમાવા વિશ્રામ લીધા વગર ખડે પગે રહેવું પણ પડે. તેમ સંસારનો નિયમ છે કે જ્યાં સુધી તમારે તેમાં રહેવું જ છે તો પછી ત્યાં સુધી જન્મ સાથે મરણ, સુખ સાથે દુઃખ વગેરે દ્વતો. ચોક્કસ લાગેલા જ રહેવાના છે. આ સંસાર સાથે સંબંધ રાખનારે તેની આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવી જ પડે. હા જેને તેનાથી છેડો ફાડવો હોય તેને આ નિયમ લાગુ પડતો નથી.