SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ધાતુમાં લોખંડને નિમ્ન કક્ષાનું ગણવામાં આવેલું છે. આથી જ તો માંગલિક પ્રસંગમાં, જિનમંદિરમાં કે અન્ય વિધિ વિધાનોમાં તેના ઉપયોગનો નિષેધ કરવામાં આવેલો છે. નિશીથચર્ણિમાં સાધુઓને લોખંડની વસ્તુનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. કથા - સનાત્મન (કું.) (જડ પદાર્થ, અજીવ ર પોતાના સિવાય અન્ય, બીજો) એક આત્મદ્રવ્યને છોડીને બાકીના ધમસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યો જડ છે. તે બધામાં એક અજીવ તત્ત્વ સમાનપણે રહેલું છે. સજીવ દ્રવ્યમાં તો રાગ-દ્વેષ, હર્ષ-શોક, પ્રેમ-ગ્લાનિ વગેરે ભાવનાઓ દેખાતી હોવાથી તેના પ્રત્યે રાગ-દ્વેષ થાય તે તો સમજી શકાય છે. પરંતુ જેનામાં કોઇ જ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ક્ષમતા નથી તેવા નિર્જીવ પદાર્થમાં પણ લોકોને મોહ-મમત્વ થાય છે તે એક આશ્ચર્યકારી ઘટના જ સમજવી પડે. કપાયા - મનાવાન (1) (અકારણ, કારણનો અભાવ) સર્વથા મૃષાવાદ:વિરમણવ્રતના ધારક શ્રમણ ભગવંતો ક્યારેય પણ અસત્ય વચનનું ઉચ્ચારણ કરતા નથી. પછી તે સકારણ હોય કે અકારણ. ક્યારેક જીવદયાદિનો પ્રસંગે ઉપસ્થિત થાય અને અસત્ય બોલવાનું આવે તો તે મૌન ઊભા રહે છે પરંતુ, અસત્ય બોલતા નથી, જો સકારણ પણ મૃષાવાદ નથી કરતા તો પછી નિષ્કારણ કરવાનો તો કોઇ સવાલ જ નથી ઉઠતો. માયા - મનાવાર (પુ.) (અનાચાર, સાધુ કે શ્રાવકના વ્રતનો ભંગ કરવો તે, આધાકમદિ ગ્રહણ કરવું તે) કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પરમાત્માએ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની સ્થાપના કરી. તીર્થકર ભગવંતે સાધુ સંબંધિત આચારો અને શ્રાવક સંબંધિત આચારોની પ્રરૂપણા કરી છે. તેમણે આચારોના પાલનથી પ્રાપ્ત થતા લાભ અને અનાચાર દ્વારા થયેલા વ્રતભંગથી અનંતાભવો સુધી ભોગવવા પડતા વિરૂ પરિણામોનું પણ દર્શન કરાવ્યું છે. જેઓ ભયભીરુ છે અને શાશ્વત સુખના વાંછુ છે તેઓ પ્રાણના ભોગે પણ અનાચારનું સેવન કરતા નથી. अणायारज्झाण - अनाचारध्यान (न.) (દુષ્ટ આચારોનું ચિંતન, કૃધ્યાન, દુર્ગાન, અનાચાર સેવનનો વિચાર). મન-વચન અને કાયા એ ત્રણેય યોગોથી જીવને કર્મનો બંધ થતો હોય છે. કાયાથી જે અનાચાર સેવાય છે તેનો કર્મબંધ કંઈક અલા હોય છે. તેનાથી વધારે કર્મનો બંધ વચન દ્વારા થાય છે અને આ બે યોગો કરતાં પણ કંઈ ગણો વધારે કર્મનો બંધ મનથી થાય છે. અનાચારનું સેવન તો પછીથી થાય છે પરંતુ, તેનો ભંગ તો દુષ્ટવિચારોવાળા મનથી થઈ ચૂક્યો હોય છે. આથી જ તો કુમારપાળ રાજાએ મનથી પાપ થાય તો ઉપવાસનો દંડ રાખ્યો હતો. માટે દુવિચારોથી તમે ચેતજો ! अणायावाइ (ण) - अनात्मवादिन् (पुं.) (આત્મતત્ત્વને નહીં માનનાર, નાસ્તિક, આત્માને ક્ષણિક કે સર્વવ્યાપી માનનાર) જિનેશ્વર ભગવંતોએ બતાવેલા આત્માના યથાવસ્થિત સ્વરૂપને જે માને તેઓ આત્મવાદી છે. અને જેઓ આત્મા નામના દ્રવ્યને માનતા જ નથી તેઓ તથા જેઓ આત્માને તો માને છે પરંતુ, તે વિકૃતસ્વરૂપે માને છે તે લોકો અનાત્મવાદી છે. ચાવક મત આત્મદ્રવ્યને જ નથી માનતો. જ્યારે તે સિવાયના કેટલાક દર્શનો આત્માને માને તો છે પરંતુ, કોઇ નિત્ય માને છે, કોઇ ક્ષણિક માને છે તો કોઇ આત્માને સર્વવ્યાપી માને છે. જ્યાં સુધી આત્માના સાચા સ્વરૂપને ઓળખું નથી ત્યાં સુધી કેવળજ્ઞાન તો જોજનો દૂર છે. HTTયાવ (m) - મનાતાપિન (કું.) (પરિષહોને સહન ન કરનાર, પરિષહ અસહિષ્ણુ) જેમ સોનું આગની ગરમીને સહન કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેમ શ્રમણજીવનને નિર્મલ અને કર્મરહિત બનાવવા માટે શીત, ઉષ્ણ, આતાપના વગેર પરિષહોને સહન કરવા અતિ આવશ્યક છે. જેઓ સુખશીલીયા છે કષ્ટોથી ગભરાય છે તેઓ તો પરિષદો-ઉપસર્ગોના નામમાત્રથી ડરનારા હોય છે. એ જીવો પોતાને મળેલા શ્રેષ્ઠકોટીના શ્રમણ જીવનથી પતિત થઈ ચોરાશી 361
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy