________________ અનામોરિયા - 3 નામોદયા (જી.) (અનાભોગપ્રત્યયિકી ક્રિયા) શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે, જે અનુષ્ઠાન ઉપયોગ અને કર્મક્ષયના સંકલ્પપૂર્વક કરવામાં આવે તે જ ધર્માનુષ્ઠાન કર્મનિર્જરા કરનાર બને છે. અનાભોગક્રિયા જેવું ઉપયોગરહિત કરવામાં આવેલું ધર્માનુષ્ઠાન માત્ર કાયક્લેશ જ બને છે. अणाभोगणिवत्तिय - अनाभोगनिवर्तित (पुं.) (અજ્ઞાનથી નિષ્પન્ન, અજાણતા ઉત્પન્ન થયેલું) ત્રણે કાળના સર્વે દ્રવ્યો અને ભાવોને જાણનારા તીર્થકર ભગવંતો શું અણુબોમ્બના આવિષ્કારને નહોતા જાણતા? ચોક્કસ જાણતા જ હતા. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે, તેના શું પરિણામો આવશે. માટે જ તેની પ્રરૂપણા નહોતી કરી. અણુબોમ્બને તારની આ ખોજ અજ્ઞાનતાથી નિષ્પન્ન હતી. આથી જ તો જયારે તેને ખબર પડી કે, તેણે બનાવેલા અણુબોમ્બથી કેટલાય લોકોના જીવ ગયા છે. ત્યારે તેણે ખેદપૂર્વક કહ્યું કે, જો મને આવી ખબર હોત તો હું ક્યારેય પણ અણુબોમ્બ બનાવત જ નહિ. વંદન હો જિનેશ્વર દેવોના જનહિતકારક જ્ઞાનને! अणाभोगपडिसेवणा - अनाभोगप्रतिसेवना (स्त्री.) (અજ્ઞાનવશ દોષનું સેવન, અજાણતા સેવાયેલા દોષ). સ્થાનાંગસૂત્રના દસમા સ્થાનમાં લખેલું છે કે, પ્રતિસેવના અર્થાતુ, દોષોનું સેવન બે પ્રકારે હોય છે. 1. જાણી જોઈને ઇરાદાપૂર્વક પાપનું સેવન કરવામાં આવે તે આભોગપ્રતિસેવના અને 2. અજ્ઞાનતાથી અજાણપણે જે દોષનું સેવન થાય તે અનાભોગ પ્રતિસેવના છે. જયાં સુધી છ“સ્થાવસ્થા છે ત્યાં સુધી જીવો દ્વારા અજ્ઞાનવશ દોષો થવાની સંભાવના પુષ્કળ છે. अणाभोगभव - अनाभोगभव (पु.) (અજ્ઞાનતાથી થયેલું, વિસ્મરણનો સદૂભાવ) ગૃહસ્થ હોય કે દીક્ષિત સાધુ, જ્યાં છદ્મસ્થાવસ્થા છે ત્યાં અજ્ઞાન રહેલું છે અને જ્યાં અજ્ઞાન છે ત્યાં ભૂલો થવાની પણ તેટલી જ શક્યતા રહેલી છે. પછી આપણે એમ કહીએ કે સાધુ થઇને કે અમુક પદ પર રહેલા આવી ભૂલો કેમ કરે છે વગેરે વગેરે નિંદા કરીએ છીએ તે તદ્દન અયોગ્ય છે. પંચાશક ગ્રંથમાં કહેવું છે કે, સંયમમાં રહેલા શ્રમણથી પણ વિસ્મૃતિના કારણે સ્કૂલના સંભવી શકે છે. પરંતુ તેનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાની વ્યવસ્થા પણ જિનશાસનમાં છે. अणाभोगया- अनाभोगता (स्त्री.) (અજ્ઞાનતા, અનાભોગપણું) નિગોદમાં રહેલા જીવો હલન-ચલન નથી કરી શકતા. તેઓમાં વ્યક્તસંજ્ઞા પણ નથી હોતી, છતાં પણ અનંતકાળ સુધી નિગોદમાં રહે છે તેનું કારણ શું છે તે તમે જાણો છો? એકમાત્ર અજ્ઞાનતા. હા, અજ્ઞાનદોષના કારણે તેઓ અનંતા કાળ સુધી નિગોદમાં જન્મમરણ કર્યા કરે છે. જેમ દોષોનું સેવન પાપ છે તેમ દોષોને ન જાણવા એ પણ એક પ્રકારનું પાપ જ છે. જે લોકો એમ કહે છે કે, જાણીએ તો તકલીફને, એના કરતા ન જાણવું સારું, બોલો આવા અજ્ઞાની લોકોનું શું થશે? अणाभोगव - अनाभोगवत् (त्रि.) (અજ્ઞાની, શ્રુતાર્થને નહીં જાણનાર) સૂક્ષ્મબુદ્ધિગમ્ય શ્રુતના અર્થને નહીં જાણનાર એવો અજ્ઞાની શ્રાવક પણ જો પાપભીરુ હોય અને એના મનમાં દોષ સેવનનો ભારોભાર પશ્ચાત્તાપ રહેલો હોય તો તેને કર્મબંધનો અનુબંધ પડતો નથી. અર્થાત્ જેની પરંપરા ચાલે તેવો ગાઢ કર્મબંધ થતો નથી. अणाभोगवत्तिया - अनाभोगप्रत्यया (स्त्री.) (અજ્ઞાનતાથી ઉપયોગશૂન્યપણે કર્મ બંધાય તે, અનાભોગપ્રત્યયિકી ક્રિયા) અનાભોગપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે છે. 1. અનુપયુક્ત આદાનતા 2. અનુપયુક્ત પ્રમાર્જના. ઉપયોગરહિતપણે અજ્ઞાનતાથી જયણારહિત વસ્તુને લેવા મૂકવાની જે ક્રિયા થાય તે અનુપયુક્ત આદાનતા તથા ઉપયોગરહિતપણે વસ્ત્ર-પાત્રાદિની પ્રમાર્જના કરવી તે અનુપયુક્ત પ્રમાર્જના છે. ઉપરોક્ત બન્ને ક્રિયા ઉપયોગશૂન્ય ક્રિયા હોવાથી સાધુને કર્મબંધ કહેલો છે. 164