SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મUTTય - અનાજ઼ (ત્રિ.) (તીર્થકરના ઉપદેશથી રહિત સ્વેચ્છાચારી) જૈનશાસનમાં કોઈપણ ધમરાધના તીર્થકરોની આજ્ઞાનુસારી કહી છે. આગમશાસ્ત્રોથી સમર્થિત કહી છે. જે ધર્મક્રિયા શાસ્ત્રનિરપેક્ષ હોય, સ્વૈચ્છાચારી હોય તેનું કોઈ જ મૂલ્યજિનશાસનમાં નથી. માટે જ કહેવાયું છે કે, “ધ અર્થાત, તીર્થકરની આજ્ઞા એ જ ધર્મ છે. अणाणुगामिय - अनानुगामिक (त्रि.) (પાછળ ન જનાર 2. અવધિજ્ઞાનનો એક ભેદ 3. અશુભ અનુબંધ) જેમ દીપકને કોઈ સાંકળથી બાંધી દે તો પછી તે અન્ય જગ્યાએ લઈ જઈ શકાતો નથી. તેમ અનનુગામિક અવધિજ્ઞાન પણ જે જગ્યાએ ઉત્પન્ન થયું હોય તે જગ્યામાં જ રહે છે. જેનામાં ઉત્પન્ન થયું હોય તે આત્મા જ્યાં જાય ત્યાં આ જ્ઞાન જતું નથી એમ નંદસૂત્રમાં જણાવાયેલું છે. આવા પ્રકારનું અવધિજ્ઞાન જે તે ક્ષેત્રથી બંધાયેલું રહે છે. अणाणुगिद्ध - अनानुगद्ध (त्रि.) (અનાસક્ત, અમૂછિત, ભોજનની લાલસા વગરનો) ભોજન કરવું તે ખરાબ નથી પણ તેની લાલસા રાખવી, તેની મૂચ્છ કરવી તે ખરાબ છે. સૂત્રકતાંગસૂત્રમાં કહ્યું છે કે, ભોજન કરનાર વ્યક્તિ પણ જો અનાસક્તભાવે જમે છે તો તે ભોજન નહીં કરનાર જેવો છે અર્થાત, તપસ્વી-અનાસક્તયોગી કહેવાયો છે. મmyતાવ () - નાનુરા (કું.) (જીવોને ઉપદ્રવ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન કરનાર, નિર્દયપણે રહેનાર). પહેલા તો પાપ જ ન કરવું જોઈએ, અપવાદરૂપે પાપ થઈ જાય તો તેનું ભારોભાર દુ:ખ થવું જોઈએ. જેને પાપ કર્યા પછી પણ પશ્ચાત્તાપ થતો નથી તે જીવ ભારે કર્મી હોય છે. ઘોર પાપ કર્યા પછી પણ જેને અંતરમાં ખોટું કર્યાનો તીવ્ર અહેસાસ થતો નથી, કૂણી લાગણી થતી નથી તેને દુર્ભવી, અભવી કે ભવાભિનંદી જીવ સમજવો. સાપુપુત્રી - અનાનુપૂર્વી (શ્રી.) (અનુક્રમનો અભાવ, વ્યુત્કમ) અનુયોગદ્વારસૂત્રમાં આનુપૂર્વીના ત્રણ પ્રકાર જણાવેલા છે. જેમાં પૂર્વથી ક્રમબદ્ધ ક્રમ ચાલે તે પૂર્વાનુપૂર્વી, જેમાં વિરુદ્ધ એટલે ઉલટો ક્રમ ચાલે તે પશ્ચાનુપૂર્વી અને જે આ બે સિવાયની ત્રીજી આનુપૂર્વીને અનાનુપૂર્વી કહેવાય છે. જેમાં કોઈ પણ પ્રકારનો ક્રમ નથી હોતો. અનાનુપૂર્વી પ્રમાણે નમસ્કાર મહામત્ર ગણવાથી ગાઢ દુષ્કર્મોનો પણ હૃાસ થઈ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. મryવંદ () - નાનુવન્જિન (1) (અપ્રમાદ પડિલેહણનો એક પ્રકાર) સાધુ ભગવંતો દરેક ક્રિયાઓને પ્રમાદરહિત સાવધાન થઈને કરે છે. પડિલેહણની ક્રિયામાં ઉપયોગમાં લેવાતાં દરેક વસ્ત્રોનું સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરે છે. પડિલેહણ કરતા વસ્ત્રનો કોઈપણ ભાગ નજર બહાર ન રહે તેનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. વસ્ત્રાદિમાં કીડી, કંથુઆ આદિ નાના-મોટા જીવો તો નથી ને? એ રીતે ઉપયોગપૂર્વકની પ્રતિલેખના તે અપ્રમાદપડિલેહણા છે. પુવત્તિ () - મનનુવત્તિન (ત્રિ.) (સ્વભાવથી જ કુર, પ્રકૃતિથી જ કઠોર વચન બોલનાર) ઘણા મનુષ્યો સ્વાભાવિકપણે જ હિંસક પશુની જેમ સ્વભાવે ક્રૂર હોય છે. અન્યને હેરાન પરેશાન કરવાનો તેમનો જાણે સ્વભાવ બની ગયો હોય છે. પરંતુ કુર વ્યક્તિએ એ યાદ રાખવું જોઈએ કે, તે જેવો વ્યવહાર બીજાઓ પ્રત્યે કરે છે તેવો જ વ્યવહાર અનેક ગણો વૃદ્ધિ પામીને ભવિષ્યમાં તેની સાથે પણ થવાનો છે. માટે જ તો કહેવત બની છે કે વાવે તેવું લણે. મU/Iyવારૂ () - મનનુવાવિન (કું.) (વાદિએ કહેલા હેતુનો અનુવાદ કરવાની પણ વ્યાકુળતાને લીધે જેનામાં શક્તિ નથી તે)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy