________________ નાતિત (ત્રિ.) (અમાપ, અપરિમિત) જેઓ સ્વાર્થથી પીડાતા હોય અને વળી, તુચ્છ હૃદયના હોય તેમના માટે તો સ્વજનો પણ દુશ્મન જેવા જ લાગે છે. પરંતુ જેઓ વિશાળ હૃદયના અને કરુણાનો ધોધ વહાવનારા હોય વળી અમાપ મૈત્રી જેમના હૃદયમાં છલકતી હોય છે તેમના માટે તો વધે સુવ' એટલે આખું જગત પોતાનું જ કુટુંબ હોય છે. કોઈ પારકું કે પરાયું નથી હોતું. अणागलियचंडतिव्वरोस - अनर्गलितचण्डतीव्ररोष (त्रि.) (નહીં રોકેલું પ્રચંડ તીવ્રરોષવાળું). ઉદયરત્ન મહારાજે પોતાની સક્ઝાયમાં લખેલું છે કે, “આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહિ મળે તો પાસેનું પરજાળે” અર્થાતુ, બેકાબુ બનેલો તીવ્રક્રોધ એ અગ્નિ જેવો છે. તેનાથી સામે વાળાને નુકશાન થાય કે ન થાય પરંતુ જેનામાં તે ઉત્પન્ન થયો છે તેને તો પહેલું નુકશાન કરે છે અને જો તેને શાંત કરનારા ક્ષમાદિ રૂપ જળનો સંજોગ ન મળે તો પછી સામેવાળાને પણ નુકશાન કરે છે. યાદ રાખો કે તીવક્રોધના અનુબંધથી ગુણસેન-અગ્નિશર્માની જેમ ભયંકર ભવોની પરંપરા આપણા માટે પણ સર્જાઈ શકે છે. *મનાવનિતર તીવ્રણ (ત્રિ.) (નિઃસીમ પ્રચંડ અને તીવ્રરોષ જેને છે તે) ક્રોધ કેટલો ખતરનાક છે તેના માટે ચંડકૌશિક સર્પના પૂર્વભવનો ઇતિહાસ જાણવા જેવો છે. સાધુના ભવમાં એકમાત્ર નાના સાધુ પર ગુસ્સો હતો અને તે પણ ઉપાશ્રય પુરતો જ. ત્યાંથી મૃત્યુ પામીને કૌશિક નામના તાપસ થયા અને ક્રોધની સીમા વધી ગઇ. ત્યાં પોતાની વાડીમાં જે પણ આવે તેના પર ક્રોધ કરે, તેને મારવા દોડે. ત્યાંથી મૃત્યુ પામીને જંગલમાં દેષ્ટિવિષ સર્પ થયા. પ્રચંડ ક્રોધની સીમા અપરિમિત થઈ ગઈ. જે ક્રોધ ઉપાશ્રય પૂરતો હતો તેનો વિસ્તાર આખા જંગલ સુધી વધી ગયો. માટે ક્રોધ કરતા પહેલા આ ઈતિહાસને નજર સમક્ષ ચોક્કસ લાવજો. પછી ક્રોધ કરવો કે નહીં તે તમારી મરજી! અ ra - Tઢ (ત્રિ.) (અનભિગૃહીત દર્શન 2. આગાઢથી ભિન્ન કારણ, સાધારણ કારણ) સાધુ ભગવંતના જોગ બે પ્રકારે છે. 1. આગાઢ અને 2. અનાગાઢ. જે જોગમાં એકવાર પ્રવેશ કર્યા બાદ કોઈ પણ અપવાદના સેવન કર્યા વિના ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેને પૂર્ણ કરવા જ પડે તે આગાઢ જોગ છે. અને જે જોગમાં કોઇ આપત્તિ કે વિશિષ્ટ કારણ આવ્યું છતે વચ્ચેથી જોગમાંથી બહાર નીકળી શકાય અને પુનઃ પ્રવેશ કરી શકાય તેવા જોગને અનાગઢ કહેવાય છે. મir II - નવાર (1) (આગારરહિત પચ્ચખાણ, મહત્તરાકાર વગેરે છૂટના કારણો જેમાં નથી તેવું પચ્ચખાણ) ક્યારેક સાધુસમુદાય જંગલમાંથી પસાર થતો હોય ત્યાં ભિક્ષા ન મળે તેની જેમ અદાતાઓથી ભરેલો વિસ્તાર હોય, દ્વેષીઓવાળું ગામ હોય, દુર્મિક્ષ હોય આવા સમયે અનાભોગ અને સહસાત્કાર સિવાયના કોઇપણ આગારરહિત ભોજનના ત્યાગરૂપ પચ્ચખાણને અનાગાર પચ્ચખાણ કહેવાય છે. મુનિઓ આ પ્રત્યાખ્યાનથી અનશન કરીને મૃત્યુ સ્વીકારે છે. अणाजीव - अनाजीविक (पुं.) (આજીવિકારહિત 2. આજીવિકાની ઇચ્છાથી રહિત 3. નિસ્પૃહી, તપના ફળની સ્પૃહા વગરનો) શાસ્ત્રોમાં તપધર્મનું ઘણું માહાસ્ય બતાવ્યું છે. તેમાં તપના બે પ્રકાર વર્ણવ્યા છે. એક બાહ્યતા અને બીજો અત્યંતરતા. તેના પણ બે બે પ્રકારો છે. એક અશુદ્ધ તપ અને બીજો શુદ્ધ તપ તપ કરનારો જો અનાત્મિક ફળની ઇચ્છાવાળો હોય તો તે તપ અશુદ્ધ બની જાય છે. પરંતુ જ્ઞાનયોગે કોઈપણ પ્રકારની સ્પૃહાથી રહિત બનીને માત્ર આત્મશુદ્ધિ અર્થે કરાયેલું તપ ઉત્કૃષ્ટ ફળ આપે છે. अणाजीवि (ण) - अनाजीविन् (त्रि.) (અનાશંસાવાળો, તપના ફળની ઇચ્છાથી રહિત, નિસ્પૃહી) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તપના ઐહિક ફળની આશંસારહિત શુદ્ધતાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે તપાચરણમાં બ્રહ્મચર્યનું - 159